________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૨
પ્રવચનસાર પ્રવચનો ૩૧૮
પ્રવચન : તા. ૨૨-૬-૭૯.
‘પ્રવચનસાર” ૧૦૨ ગાથા. છે ને? અધિકાર ચાલ્યો ગયો ઘણો. દ્રવ્ય જે વસ્તુ છે. આત્મા કે પરમાણુ, એમાં એક એક સમયમાં, ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણ થાય છે. તો કહે છે એ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનો ક્ષણભેદ (નિરસ્ત કરીને) એમાં સમયભેદ નથી. એક દ્રવ્યમાં (જે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય છે, તે એકસમયમાં છે. ક્ષણભેદ નથી. જે સમય ઉત્પાદથાય, તે જ સમય પૂર્વનો વ્યય થાય, ધ્રૌવ્યપણે તો (ટકે છે.)
(અહીંયાં કહે છે કે, “હવે ઉત્પાદાદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને ” (નીચે ફૂટનોટમાં જુઓ અર્થ) નિરસ્ત કરીને = દૂર કરીને નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને. “તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છે.” ત્રણેય થઈને દ્રવ્ય છે. આ દ્રવ્ય પ્રમાણમાં છે. ત્રિકાળી દ્રવ્ય જે સમ્યગ્દર્શનનો આશ્રય છે ઈ નયનું દ્રવ્ય છે. અને આ દ્રવ્ય છે ઈ પ્રમાણનું દ્રવ્ય છે. આમ આખી યે વસ્તુ છે ધ્રુવ! એ પણ આમાં ખ્યાલમાં આવે, અને ઉત્પાદ-વ્યય ખ્યાલમાં આવે. બેયનું જ્ઞાન થાય એ પ્રમાણ, પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ્ઞાન જો ન કરે, વિરુદ્ધ (જ્ઞાન) કરે તો મિથ્યાદષ્ટિ થાય. ઈ (ગાથા) અઠાણુમાં કહેવાયું છે. આહા... હા! આગમમાં જે રીતે, વસ્તુની મર્યાદા કહી છે તે જાણવી છે એ રીતે જો ન માને તો પરસમય છે. મિથ્યાદષ્ટિ છે. આહા... હા! એથી કહે છે. (શ્રોતા:) આખું જગત મિથ્યાદષ્ટિ થઈ જશે...! (ઉત્તર) મિથ્યાષ્ટિ જ છે ઘણાં. મોટો ભાગ, તત્ત્વની જ ખબર કયાં છે? વાડામાં જન્મ્યા તો અમે જૈન છીએ. પણ શું જૈન કહે છે? એ તત્ત્વની (કાંઈ ખબર ન મળે !) અહીંયાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની (વાતથી) શરૂ કર્યું. દરેક પદાર્થને દરેક સમયે અવસરે, જે પર્યાય થાય તે ઉત્પાદ છે, અને તે ક્ષણે પૂર્વની પર્યાયનો વ્યય થાય, અને તે જ ક્ષણે ધ્રૌવ્યપણે રહે – ઇ પર્યાયના ત્રણ ભેદ છે. અહીં શિષ્ય શંકા કરશે પછી. (શ્રોતા.) જે કાળે જન્મ એ જ કાળે થોડા મરી જાય છે. (ઉત્તર) જે કાળે જન્મે છે તો પૂર્વનો વ્યય થાય છે ને ? પૂર્વની અવસ્થાનો વ્યય થાય છે. પૂર્વ ભવનું મરણ હતું તેનો વ્યય થાય છે. અને અહીં જન્મે છે. સમય એક છે. આહા... હા! જે સમયે દેહ છૂટયો એની પોતાની પર્યાયની યોગ્યતાથી દેહ છૂટયો છે એ વ્યય થઈને બીજે ઊપજે-જન્મે તે સમય એક છે.
(કહે છે) આ સિદ્ધ ભગવાન! સિદ્ધ થયા, દેથી ભિન્ન થયા - પૂર્ણાનંદ કેવળજ્ઞાન શાંતિ પૂરણ પ્રાપ્તિ થઈ. એ પણ અહીંથી છૂટીને જાય, તો એક સમયમાં છે. અહીંયાં થઈ છે મુક્તિ ! કેવળજ્ઞાન ને પૂર્ણાનંદ ! જતાં આમ રસ્તામાં ત્યાં (સિદ્ધાલયમાં જતાં) એક સમય છે. આહા... હા! એ ઉત્પાદનો એ સમય છે ને (એ સમયે જા સંસારનો વ્યય છે.) સિદ્ધપણાનો ઉત્પાદ છે ને સંસારની પર્યાયનો વ્યય છે અને ધ્રુવ તો છે જ. “એક સમયમાં ત્રણ છે! ઈ ચાલે નહીં વિષય (અત્યારે તો) શું થાય ? લોકોને સમજવું આકરું પડે!).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com