________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૨
પ્રવચનસાર પ્રવચનો ૩૨૧ ટકે પછીના સમયે, નાશ થાય પછી સમયે (એ તો સમજાય પણ) આ તો ઊપજે ને નાશ થાય તરત જ (એમ કેમ હોય ?) આહા. હા! પ્રશ્ન સમજાય છે પહેલો? (શ્રોતા:) અહીંયાં ત્રણ ભેદ બતાવવા... છે. (ઉત્તર) ત્રણ ભેદ બતાવવા છે, એટલું !
(અહીંયાં કહે છે કે, “જન્મક્ષણ અને સ્થિતિક્ષણ ન હોય. આમ દલીલથી વિચારતાં ઉત્પાદાદિકનો ક્ષણભેદ દયભૂમિમાં ઊતરે છે.” શિષ્ય કહે છે આ રીતે મને સમજાય છે કે ઉત્પાદનો કાળ જુદો, ટકવું ઈ જુદું, ઈ ઊપજે છે ઈ ટકે ક્યાંથી? ટકવું જુદું ને નાશ પામવું ઈ ( ક્ષણ પણ ) જુદી. આહા.... હા! આવો પ્રશ્ન! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (શબ્દ) પણ કેટલાકે તો સાંભળ્યાં ન હોય બિચારાએ (કે) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય શું છે? “-આમ દલીલથી વિચારતાં ઉત્પાદનો ક્ષણભેદ દયભૂમિમાં ઊતરે છે (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન હોય, એક ન હોય એમ વાત દયમાં બેસે છે.” (આ) શિષ્યનો પ્રશ્ન છે. એ અમને બેસે છે. કારણ કે ઊપજે છે ને ઈ ઊપજયું તે જ વ્યય થયું ઊપજેલું? ઊપજે હજી તો ઊપજે છે તે વખતે સ્થિતિ હોય? એ સ્થિતિ છે ને ઊપજયું ને તે જ નાશ પામ્યું? ત્રણ ભેદ પડવા જોઈએ ને..! તમે તો એક જ સમયે કહો છો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ! આહા... હા! હવે એનો ઉત્તર.
(અહીંયાં કહે છે કે, “હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છે.” “એ પ્રમાણે”, જો “જો ઉત્પાદાદિકનો ક્ષણભેદ દયભૂમિમાં તો જ ઊતરે, જો દ્રવ્ય પોતે જ ઊપજે છે.” જોયું? દ્રવ્ય ઊપજે, દ્રવ્ય વ્યય થાય ને દ્રવ્ય ટકે એમ હોય તો તો તારી વાત બરાબર છે. પણ અહીંયાં તો (કહે છે) દ્રવ્યની પર્યાય ઊપજે ને ટકે ને દ્રવ્યની પર્યાય તે સમયે વ્યય થાય ને દ્રવ્યપણું ટકી રહે તે સમયે એની વાત છે અહીંયાં, દ્રવ્ય ઊપજે ને દ્રવ્ય થાય એમ ક્યાં કીધું છે અહીંયાં. આહા.. હા! સમજાણું? આવું (તત્ત્વ) ધરમની વાતું હવે! વેપારીને નવરાશ ન મળે ને પાપના આડે આખો દિ' એમાં પાછું સાંભળવાનું આવું મળે નહીં. હવે એને નિર્ણય શું કરવો? અરે.. રે જિંદગીયું હાલી જાય છે! ઢોરની જેમ. જિંદગી ઢોરની જેવી છે બધી. ભલે લાખ, પાંચ-પચાસ લાખ કરોડ ભેગા કર્યા હોય! આહા. હા ! વીતરગ. સર્વજ્ઞદેવ પરમેશ્વર દ્રવ્યનું-તત્ત્વનું જ સ્વરૂપ કઈ રીતે છે તે રીતે ઈ સમજમાં ન આવે, તો ઈ રખડી મરશે. આહા..! ભલે ઈ વ્રત ને તપ કરતો હોય તો ય ઈ રખડી મરશે. આહા.. હા!
(અહીંયાં કહે છે કે, “જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત રહે છે (-ટકે છે) અને પોતે જ નાશ પામે છે.” એમ સ્વીકારવામાં આવતું હોય.” હોય, “પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી.” એમ કોણે કીધું તને ? એમ કહે છે. દ્રવ્ય ઊપજે છે, પદાર્થ (ઊપજે છે), દ્રવ્ય નાશ પામે છે, દ્રવ્ય ધ્રૌવ્ય રહે છે એમ કોણે કીધું તને? અમે તો એના પર્યાયના ત્રણ પ્રકાર પાડીએ (ને કીધું કે, એક સમયમાં ત્રણ (છે.) “જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, ટકે છે ને નાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com