________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૨
.
પ્રવચનસાર પ્રવચનો ૩૨૪ અવ્રત ( નો ભાવ ) છે. ( શ્રોતા ) અભાવ ઉપાદાન (ઉત્ત૨:) હું એનો અભાવ ઉપાદાન (છે.) આત્મામાં જે ચારિત્રદોષ છે, એ ચારિત્રદોષનો ‘ અભાવ’, ચારિત્રની ઉત્પત્તિનું કારણ છે. આહા... હા ! (શ્રોતાઃ ) પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદનું કારણ... ( ઉત્ત૨: ) તે આવે જ તે ઉત્પન્ન થાય તો આગલી પર્યાયનો વ્યય થાય જ તે. તેથી ત્રણેને ‘સત્ ' કહ્યું છે ને...! ભલે ઉત્પાદ એક જ સમયનો છે પર્યાય, એક જ સમય ઉત્પાદ રહે છે છતાં ઉત્પાદને ને ધ્રૌવ્યને સત્ કહ્યું છે એમ નહીં. ઉત્પાવ-વ્યયધ્રૌવ્યયુવાં સત્ એમ કહ્યું છે. આહા.. હા... હા! ઝીણું ભારી ભાઈ! નવી પર્યાય ઊપજે, જૂની પર્યાયનો વ્યય અને કાયમનું ટકવું એમ કરીને ‘સત્ ’કહ્યું છે. એકલા ધ્રૌવ્યને સત્ કહ્યું નથી, એકલા ઉત્પાદને ય સત્ કહ્યું નથી, એકલા વ્યયને ય સત્ કહ્યું નથી. આહા... હા ! ઉત્પાવવ્યયધ્રૌવ્યયુવાં સત્ અને સ ્ દ્રવ્યનક્ષળમ્ ઈ ‘સત્’ દ્રવ્યનું લક્ષણ છે. આહા... હા!
-
(અહીંયાં કહે છે કેઃ ) “ ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય ? ( ન જ હોય.) ” તે સમજાવવામાં આવે છે. “ જેમ કુંભાર ” જુઓ, આમ અંગુઠો ઊઠવ્યો જરી (એમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણે સિદ્ધ થયાં.) “ જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો ) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં ” એ નિમિત્ત છે. એની હાજરીમાં, (પણ) ઘડો-પર્યાય એનાથી થયો નથી. અને એની હાજરીમાં! આહા... હા! કુંભાર, દંડ, ચાકડો અને દોરી એ વડે કરવામાં આવતા સંસ્કાર એની હાજરીમાં ( એટલે ) સંસ્કારની હાજરીમાં, “ જે રામપાત્રની જન્મક્ષણ હોય છે” રામપાત્ર ઉત્પન્ન થાય. રામપાત્ર, (અથવા ) શકોરું. ઈ દાખલો આવે છે ને એક બાઈ હતી તે કોઈ ધરમનું કાંઈ નહિ, પછી એને છેવટે એક છોકરાએ કહ્યું કે આ કાંઈક (મરણ ટાણે ) રામનું નામ લ્યે ને... એટલે એને શકોરું બતાવ્યું આનું શું (નામ ?) આનું શું (નામ ?) બા આનું નામ શું કે તે (ક) શકોરું! એને કહેરાવવું' તું રામ (પાત્ર), એ લોકોમાં આવે છે. રામ (તો ) મોક્ષ પધાર્યા છે. આહા...! પણ ઈ તો કર્તા માને. તો (અંતસમયે ) રામનું નામ (મુખે ) આવે તો એનું ઠીક થાય. શકોરું બતાવ્યું કે બા આ શું છે બા? રામપાત્ર છે એમ તો બોલી નહીં (શકો છે એમ બોલી.) આહા... હા!
શું કીધું ? “ કુંભાર, દંડ, ચક્ર અને દોરી વડે કરવામાં આવતા સંસ્કાર ”. નિમિત્ત, એ નિમિત્ત નિમિત્તની “હાજરીમાં ” નિમિત્તથી નહીં પણ નિમિત્તની હાજરીમાં, એને અનુકૂળ ઘડાની પર્યાય થાય, ત્યારે અનુકૂળ નિમિત્ત હોય. પણ એ અનુકૂળ નિમિત્તથી ધડો થ્યો નથી. આહા...! એ દંડ, ચક્ર અને કુંભાર એનાથી ઘડાથી પર્યાય થઈ નથી. પણ (એની ) ઉપસ્થિતિ છે. પહેલાં આવી ગયું (ગાથા
૯૫ની ટીકામાં ‘કે જે ઉચિન બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકા૨ની ઘણી અવસ્થાઓ કરે છે.’) ઉચિત, ઉચિત (નિમિત્ત ) ઉચિતની હાજરીમાં. અરે... આમાં ‘હાજરી’ માં કીધું. ત્યાં પકડે કે આ જુઓ! એ અહીંયાં વિરોધ આવ્યો! ‘નિમિત્તથી થાય નહીં’ નિમિત્તથી થાય નહીં એકાંત કરે છે. આહા... હા ! ‘ કરુણાદીપ ’ (પત્રિકા ) માં ઈ જ આવે છે ને...! નિમિત્ત હોય છે. એ (નિમિત્ત ) પરને અડતું નથી ને કુંભારથી ઘડો થતો જ નથી, તેમ દંડ, ચક્ર (કે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com