________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૨
પ્રવચનસાર પ્રવચનો ૩૨૨ પામે છે” એમ સ્વીકારવામાં આવતું હોય, પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી.” કો” છે?
પર્યાયોના જ ઉત્પાદાદિક છે.” અવસ્થાના જ ઉત્પાદાદિક છે લ્યો! અવસ્થાના જ દ્રવ્યના (નહીં). દ્રવ્ય જે છે કાયમી ચીજ એની આ ત્રણ અવસ્થાઓ છે. ત્રણ અવસ્થા થઈને આખું દ્રવ્ય છે. એ દ્રવ્ય પોતે ઊપજે ને ધ્રૌવ્યપણે ટકે ને નાશ પામે એમ કોણે કહ્યું તને એમ કહે છે. એ તો પર્યાયો છે. ત્રણ. પર્યાય ઊપજે એ વખતે પૂર્વની પર્યાયનો વ્યય થાય, અને ઊપજે છે ને (વ્યય થાય છે, એમાંથી એ ધ્રૌવ્ય છે. એક સમયમાં ત્રણે ય રહે છે. આહા... હા !
આ પણ સમજીને એને ઉતારીને જવું પાછું ધ્રુવમાં હોં! આહા.. હા.... હા.... હા! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પર્યાયના છે. પણ ઈ પર્યાયના ત્રણ છે એમ સમજીને પણ પર્યાયમાં દષ્ટિ રાખવી એમ નથી. આહા.... હા! એમાં પર્યાય આવી જાય. એ પર્યાય ત્રિકાળી જ્ઞાયક ભગવાનનો આશ્રય કરે, ત્યારે જ્ઞાયકભાવ આવી જાય ને આ ત્રણ પર્યાય આવી જાય. નિર્ણય કરે ત્યારે “હું તો પરમાત્મા નિજ પરમાત્મ દ્રવ્ય છું' હું પર્યાય છું એમ નહીં. આહા.... હા! “હું તો નિજ પરમાત્મ દ્રવ્ય છું' ત્રિકાળ નિરાવરણ એવી હું ચીજ છું અંદર. આહા..! અખંડ છું, એક છું, પ્રત્યક્ષપ્રતિભાસમય, જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય તે જ સ્વરૂપ છે એ. અવિનશ્વર છું શુદ્ધ પારિણામિક સહજ સ્વભાવભાવ લક્ષણ તે નિજ પરમાત્મદ્રવ્ય “તે હું છું.” પર્યાય એમ જાણે છે કે “આ હું છું ' પર્યાય એમ જાણતી નથી કે હું પર્યાય છું. માળે આ... રે.. અરે! પણ પર્યાય આવી ગઈ. પર્યાયે નિર્ણય કર્યો ને..? નિર્ણય કર્યો ઈ અસ્તિત્વ આવી ગ્યું! દષ્ટિ પડી ધ્રુવ ઉપર. ઈ ધ્રુવ છે તે હું છું. આહા.... હા ! આવી વાતું છે! વીતરાગના ઘરની.
(કહે છે કે“પર્યાયોના ઉત્પાદાદિક છે.” છે? (પાઠમાં) પર્યાયના ઉત્પાદ વ્યય છે. “એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે. એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે. કે પર્યાયમાં પર્યાય પોતે (એટલે ) અવસ્થા (ના ઉત્પાદાદિક છે.) વસ્તુની એક અવસ્થા ઉત્પન્ન થાય છે. વસ્તુ ઉત્પન્ન થતી નથી, વસ્તુ તો અનાદિ છે. એની પર્યાય એક સમયમાં ઉત્પન્ન થાય છે, તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, તે જ સમયે ટકતું તત્ત્વ છે. તો એમ કીધું ઉત્પન્ન-વ્યય વચ્ચે ધ્રૌવ્ય છે. ઊપજે થોડીવાર ટકે પછી વ્યય થાય. એમ કીધું ને....? (શંકાકારે) પ્રશ્ન પણ ઝીણો લ્યો! ઊપજે, થોડી વાર ટકે કે પાધરું નાશ થાય? પણ પછી નાશ થાય. નાશ ને ઉત્પાદ વચ્ચે ધ્રૌવ્ય હોય. કાળ હો કાળ. કહે (છે) એમ નથી. અમે તો પર્યાયોના ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય કહ્યા છે. દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહ્યા નથી. આહા.. હા! “એમ સ્વીકારવામાં (અને સિદ્ધ કરવામાં આવ્યું)” ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય? જ્યાં પર્યાયના ત્રણ (ભેદ) સ્વીકારવામાં આવ્યા છે ત્યાં કાળભેદ, ક્ષણભેદ, સમયભેદ ક્યાંથી હોય? દ્રવ્યના સ્વીકારવામાં આવ્યા હોય તો તે કદાપિ હોય, પણ (અહીંયાં તો પર્યાયના ઉત્પાદાદિક
સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યા છે.) દ્રવ્ય તો કદી પણ ઊપજતું નથી, વ્યય થતું નથી ને દ્રવ્ય ધ્રૌવ્ય (ટકતું) નથી. ઈ તો એક અંશ ઊપજે છે, એક અંશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com