________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૨
પ્રવચનસાર પ્રવચનો ૩૧૬
હવે ઉત્પાદાદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છે –
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदतुहिं । एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।। १०२।।
समवेतं खलु द्रव्यं संभवस्थिति नाश संज्ञिताथैः । एकस्मिन् चैव समये तस्माद्रव्यं खलु तत्त्रितयम्।।१०२।।
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંક્ષિત અર્થ સહુ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
ગાથા – ૧૦૨
અન્વયાર્થ:- (દ્રવ્ય) દ્રવ્ય (મિન ૨ વ સમયે) એક જ સમયમાં (સંમસ્થિતિનાશસંશતૈ: અર્થે.) ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે (સુ) ખરેખર (સમવેત્ત) સમવેત (એકમેક) છે; (તસ્માત) તેથી (તત ત્રિતયું) એ ત્રિક (વ7) ખરેખર (દ્રવ્ય) દ્રવ્ય છે.
ટીકાઃ- (પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે.) અહીં (વિશ્વમાં), વસ્તુની જે જન્મક્ષણ હોય તે, જન્મથી જ વ્યાપ્ત હોવાથી, સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય (જુદી હોય છે, જે સ્થિતિક્ષણ હોય તે, બન્નેના અંતરાળમાં (અર્થાત્ ઉત્પાદક્ષણ અને નાશક્ષણની વચ્ચે) દઢપણે રહેતી હોવાથી, જન્મક્ષણ અને નાશક્ષણ ન હોય; અને જે નાશક્ષણ હોય તે, વસ્તુ ઉપજીને અને ટકીને પછી નાશ પામની હોવાથી, જન્મક્ષણ અને સ્થિતિક્ષણ ન હોય. - આમ દલીલથી વિચારતાં ઉત્પાદાદિકનો ક્ષણભેદ દયભૂમિમાં ઊતરે છે. (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન હોય, એક ન હોય – એમ વાત Æયમાં બેસે છે.)
૧. નિરરત્ત કરીને = દૂર કરીને; ખંડિત કરીને, નિરાકૃત કરીને. ૨. અર્થો = પદાર્થો. (૮૭ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે. ) ૩. સમવેત = સમવાયવાળું; તાદાભ્યપૂર્વક જોડાયેલું; એકમેક. ૪. ત્રિક = ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com