________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો
૩૧૫
વળી તે ભાવો પણ.” ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય વળી તે ભાવો પણ, “દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.” આહા... હા! શું કીધું ઈ? પોતાનો ભાવ, પોતાના ભાવથી તો ભિન્ન નથી, પોતાનો ભાવ, પોતાના ભાવથી ભિન્ન પદાર્થ નથી, પણ પછી કહે છે કે ઈ ત્રણેય જે ભાવ છે એ દ્રવ્યના છે. “ દ્રવ્યથી ભિન્ન પદાર્થ (રૂપ ) નથી.” આહા... હા! પહેલાં એમ કહ્યું કેઃ દરેક દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે ઈ તો સમય-સમયના છે, એ પોતાપોતાના ભાવથી છે, ઈ બીજાના ભાવથી નથી. અને પછી કહે છે કે ઈ ત્રણેય ભાવો (જે) પર્યાયના છે એથી પર્યાય તે તે સમય પોતપોતાને કારણે છે વ્યયને કારણે ઉત્પાદને ઉત્પાદને કારણે ધ્રૌવ્ય એમ નથી. પણ એ ત્રણેય પદાર્થો દ્રવ્યથી ભિન્ન નથી. આહા... હા ! દ્રવ્યના એ છે. આ..હા..હા..હા! “ માટે આ બધાંય, એક દ્રવ્યજ છે.” જોયું? એ બધાંય એક દ્રવ્ય જ છે. આહા...હા !
(કહે છે) આવી ટીકા કરતી વખતે, સંતોની કેટલી દષ્ટિને! આહા ! ટિંગબર મુનિ!! જંગલમાં વસતા અમૃતચંદ્ર આચાર્ય! નગ્ન, એ મોરપીંછી, કમંડળ પડયું હોય, એની કાંઈ પડી નથી, આહા... હા ! લખવા ટાણે લખાણું, એ પણ ત્યાં પડયા રહે, પાછળથી (ભેગાં કરે) પોતે વયા (ચાલ્યા ) જાય ! પાછળ ખબર પડે કે અ મહારાજ (લખે છે) ઈ વાંસે જાય. (ભેગાં કરે) આહા... હા ! વીતરાગી મુનિ હતા! લખેલા તાડપત્ર હોય ઈ તો ત્યાં ને ત્યાં પડયા રહે! આહા.. હા! ઈ ટીકાની પર્યાય થઈ અક્ષરોની, ઇ ઉત્પાદ, ઉત્પાદથી શ્યો છે. એ આ અક્ષરની ઉત્પત્તિ જે છે એ કલમથી નહીં, આચાર્યથી નહીં, આચાર્યના વિકલ્પથી નહીં, રુશનાઈને (શાહી) ને માથે (તાડપત્રની ) નહીં, અને ઈ ઉત્પત્તિ થઈ તે પૂર્વના વ્યયને ધ્રુવની અપેક્ષાથી પણ નહીં. આહા...હા...હા ! આવી વાત !
( અહીંયાં કહે છે કેઃ ) “હવે ” આ એ ગાથા બહુ ઊંચી છે! એકસો બે. ‘ જન્મક્ષણ ’ કહેશે.
આહા...! દરેક દ્રવ્યને પર્યાયનો જન્મક્ષણ છે. દરેક દ્રવ્યને પર્યાયનો જનમક્ષણ છે. તે સમયનો કાળ છે તેથી તે ઉત્પન્ન થાય છે. આહા... હા! દરેક વસ્તુને, પર્યાય ઉત્પન્ન થાય તે તેનો સમય છે. ઉત્પત્તિનો એ કાળ છે. આહા... હા!
ઇ વિશેષ કહેવાશે પછી....
Please inform us of any errors on rajesh@Atma Dharma.com