________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૧૪ સમકિતનો ઉત્પાદ, એક પરમાણુમાં ચાર (ગુણ ચીકાશ) પરમાણુની પર્યાયનો ઉત્પાદ, અને છ-છ (ગુણ ચીકાશ) પર્યાયનો પાછો ઉત્પાદ એ વખતે પોતે (પોતાથી) ઉત્પાદ છે એ બધા ઉત્પાદ ઉત્પાદના આશ્રયે છે. જુઓ! છ વાળો (પરમાણુ) હતો તે આ ચાર (ગુણ ચીકાશ) વાળો પરમાણુ (તેને મળ્યો) માટે અહીંયાં છ ગુણ (ચીકાશ) વાળો થ્યો એમ નથી. આહા. હા!
ધિરાગુિનાનાં તુ (“તત્ત્વાર્થસૂત્ર” અ. ૫. સૂત્ર-૩૬ ) આવે છે ને...! (અર્થ- બે અધિક ગુણ હોય એવા પ્રકારના ગુણવાળા સાથે જ બંધ થાય છે.) તત્ત્વાર્થસૂત્ર” માં ગુણ અધિક બે, એને લઈને (બંધ) થાય એવો પાઠ છે એ તો એને (નમિત્તનું) જ્ઞાન કરાવ્યું છે! ઈ ચારગુણની ચીકાશની પર્યાયવાળો પરમાણુ, છ ગુણની ચીકાશવાળા પરમાણુની પર્યાયને લઈને ઈ ચારગુણ ચીકાશ છગુણની ચીકાશ થઈ છે એમ નહીં. એ અવસરે છે ગુણ (ચીકાશ) – ઈ ગુણ એટલે પર્યાય હોં? (એ) છગુણની પર્યાયનો ઉત્પાદ છે તે ઉત્પાદન આશ્રયે છે. પરને આશ્રયે નથી, જ્યાં જેનો વ્યય થ્યો એને આશ્રયે નથી, પરમાણુને આશ્રયે નથી – ધ્રુવને આશ્રયે નથી. આહા.. હા! મધ્યસ્થ થઈ એકવાર સાંભળે ! બે-ચાર દિ' - આઠ દિ' પછી એમ (અભિપ્રાય) આપે પછી કે આ આવા છે આ ! (શ્રોતા) લોકો એમ કહે છે કે સાંભળવા જઈએ ને તો કાન પકડાવે! (ઉત્તરઃ) આહા... હા.... હા.... હા ! આહા! હા, એમ કહે છે નહીં... કાન.. જી છે ને... કાન પકડાવે કહે છે! કાન... જી (એટલે) હા, હા. અહીં કાનજીએય નથી ને કાંઈ નથી અહીં તો આત્મા છીએ. હું? કહાન, કાન પકડાવે ! (એમ લોકો બોલે છે) કે જ્યાં જાઈએ તે હા પડાવે, ફરી જઈએ (છીએ !) એક બાઈ કહેતી ' તી કે એની પાસે જવું ના. આ અશોકના મા ને બાપ લ્યોને...! એનો બાપ ઉદ્દધાટન ટાણે આવ્યો” તો એની માં નો'તી આવી. એ ત્યાં ગઈ ' તી ભાવનગર. એ ન્યાં આપણે જવું નહીં ત્યાં છોકરો ફરી ગ્યો આખો. અ.. હા ! ત્યાં જાયને બધાં ફરી જાય! જાદુગર લાગે ત્યાં કંઈક! આવી વાત કરે (અજાણ લોકો !) આહા.... હા ! ઈ તો વીતરાગનો મારગ જ જાદુગર છે બાપુ! એની જાદુ વીતરાગના મારગની !! આહા... હા! (કોઈ વિરલા જાણે.).
(અહીંયાં કહે છે કે, “આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે, અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી.” શું કીધું? નાશ, ઉત્પાદ ને ધ્રૌવ્ય એ તેના ભાવોથી જુદું નથી. આહા... હા ! એનો ભાવ પોતાનો ઉત્પાદનો ભાવ ઉત્પાદરૂપે ભાવ છે. વ્યયનો વ્યયરૂપે ભાવ છે, વ્યય કાંઈ ઓછો નથી. વ્યય (સત્ છે.) સત્ “સદ્દવ્યલક્ષણમ્” કીધું છે ને...! (“તત્ત્વાર્થસૂત્રમાં ') ઉત્પાવ્યયધ્રૌવ્યયુક્ત સંત કીધું છે. વ્યયને પણ સત્ કીધું છે. અભાવનું કહ્યું પણ સર્વથા અભાવ નથી થતો.' એ વ્યય થઈને દ્રવ્યમાં જાય છે. માટે વ્યયને પણ સત્ કીધું છે. આ... રે..! ત્રણેય સ!! ઉત્પાવ્યાધ્રૌવ્યયુક્ત અને સર્વદ્રવ્યનક્ષણ” (“તત્ત્વાર્થસૂત્ર. અ. ૫. સૂત્ર ૩૦, ૨૯ ) આહા... હા... હા !
(અહીંયાં કહે છે કેનાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com