________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો
૩૦૦
વ્યય થાય, ત્યારે ત્યાં ધ્રૌવ્યપણું ટકવાપણું હોય છે ત્યાં, ઈ ત્રણે ય પર્યાયને અવલંબે છે. આહા... હા... હા! ધરમની પર્યાય, પર્યાયને અવલંબે છે. આહા...! ધરમની પર્યાય, ધરમની પર્યાયને આશ્રયે છે. અને એ પર્યાય, ત્રણેય થઈને દ્રવ્યને આશ્રિત છે. (હવે અહીંયાં ) દૃષ્ટાંત આપે છે.
k
,,
(અહીંયાં કહે છે કેઃ ) “ વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ.” આખું સમુદાયી જાડ. આહા...! “ સ્કંધ ” સ્કંધ, સ્કંધ “મૂળ અને શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી.” સમુદાયસ્વરૂપ (કીધું ) છે. સમુદાયસ્વરૂપ ! જોયું ? પહેલાં સમુદાયી, વૃક્ષ સમુદાયી અને સ્કંધ (મૂળ શાખાઓના ) સમુદાયસ્વરૂપ ! હોવાથી “ સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે. ( જોવામાં આવે છે.) ઇ પર્યાયો ( જે ) વૃક્ષને છે એના ભેદથી (વૃક્ષ) ભાસે છે. આહા... હા! વૃક્ષ તો સમુદાયસ્વરૂપ છે. અને આ બધા (સ્કંધ, મૂળ, શાખાઓ ) સમુદાય છે. અને એ સમુદાયથી આલંબિત જ છે વૃક્ષ. (એટલે) પર્યાયથી આલંબિત છે, જોવામાં આવે છે. ઇ દષ્ટાંત શ્યો. વૃક્ષ સમુદાયી છે આ નથી કહેતા કે કયા સમુદાયવાળા તમે (છો ?) જેટલા માણસો છે તે સમુદાય છે (અને તેનો જથ્થો) સમુદાયી છે. કયા સમુદાયમાં તમે ( છો? એમ નથી કહેતા. દરિયાપુરનો સમુદાય, લાણાનો સમુદાય (તમે ) દરિયાપુરમાં હતા ? નહીં મોટાભાઈ હતા. ઠીક! આહા... હા! કયા સમુદાયમાં (છો ?) એમ કહે, અમે બોટાદ સમુદાયમાં એમ અહીંયાં સમુદાયી (અથવા) સમુદાયી એટલે સમુદાયવાળું; સમુદાયનું – જથ્થાનું બનેલું. (અર્થાત્ ) સમુદાયી = સમુદયનું જથ્થાનું બનેલું. (વળી ) સમુદાયી, સમુદાયનું બનેલું. દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. આહા... હા! આ ભાષા ય સાંભળી નો' હોય લ્યો! એમ વૃક્ષ સમુદાયી છે અને તેના સ્કંધ, મૂળ (અંદરનું મૂળ હોય ઈ) અને શાખાઓ સમુદાયસ્વરૂપ છે. વૃક્ષ સમુદાયી છે અને આ સ્કંધ આદિ એના સમુદાયસ્વરૂપ છે. “સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ છે.” એ સમુદાયી ( વૃક્ષ ) પોતાના સ્કંધ, મૂળ, શાખાઓથી આલંબિત છે. વૃક્ષના ત્રણ (ભેદ) જે કીધા-સ્કંઘ, મૂળ અને શાખા. એ ત્રણેય પર્યાયોથી આલંબિત છે. એ વૃક્ષમાંથી આલંબિત નથી એ ત્રણેય.
'
સમજાણું કાંઈ ? સમુદાયી, સમુદાયસ્વરૂપથી એ (સમુદાયી ) વૃક્ષ છે. એ સમુદાયસ્વરૂપ છે એ ત્રણને અવલંબે છે. “ તેમ સમુદાયી ” તેમ જાડ કીધું. “તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી તે દ્રવ્ય પર્યાયોનો સમુદાય હોવાથી “ પર્યાયો વડે ( તે ) ( પર્યાયો ) આલંબિત જ ભાસે છે.” આહા...હા ! ( શ્રોતાઃ ) કઠણ છે જરા...( સમજવું ) (ઉત્તર:) આહા... હા! કોરી પાટી હોય તો સમજવું સહેલું પડે! આગ્રહ હોય ને આગ્રહ પકડેલો હોય એને આકરું પડે! આગ્રહ પકડયો હોય ને..!
,
( કહે છે કેઃ ) સમુદાયી ' એના સમુદાયસ્વરૂપ છે. સમુદાયી (એટલે વૃક્ષ ) એના મૂળ, સ્કંધ ને શાખાઓ સ્વરૂપ છે. ઈ સમુદાયીસ્વરૂપ ઈ પર્યાયને આશ્રયે છે. એ આલંબિત ભાસે છે. સ્કંધ, (મૂળ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com