________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવાસનો ૩૮૯ દાન ને કરોડો મંદિર બનાવે, ભગવાનનું ભજન કરે અમો રિર્હતા. અમો અરિહંત ... નમો
રિહંતા.. એ સબ (બધો) રાગ છે. રાગ એના સમયે થાય છે. રાગ જે થાય છે એ એના (પોતાના) અવલંબને થાય છે, રાગને પરનું અવલંબન તો નથી-કરમનું અવલંબન-રાગ થ્યો માટે એનું અવલંબન ( હશે) એમ તો નથી. આહા....હા! પણ રાગને પૂર્વના વ્યય કે ધ્રૌવ્યનું અવલંબન નથી. અહીંયાં તો પોકાર ઈ કર્યો છે બધો (સ્વતંત્રતાનો) રતનચંદજી તો એમ લખ્યા કરે છે દ્રવ્યકર્મને લઈને થયું, દ્રવ્યકર્મને લઈને થયું! અહાહા! અરે! ભગવાન બાપુ! શાન્ત થા ભાઈ ! આ તો અહીંયાં કોઈ કલ્પિત ઘરની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. એવું પરમાત્મા! સંતો! વર્ણવે છે. એને તારે બેસાડવું જોઈએ!
(અહીંયાં કહે છે કેઃ ) “ભંગ, ઉત્પાદ અને ધ્રૌવ્ય દ્રવ્યનાં જ માનવામાં આવે, તો બધુંય વિપ્લવ પામે.” વિપ્લવ થાય (એટલે) ગોટાળો ઊઠે. “તે આ પ્રમાણે: (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે, તો ક્ષણભંગથી લક્ષિત.” ક્ષણમાં જ દ્રવ્યનો નાશ થઈ જાય. આહા.. હા! “ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા સત્નો ઉચ્છેદ થાય.” ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં સંહાર થઈ દ્રવ્યશૂન્યતા (એટલે ) દ્રવ્યનો અભાવ થાય. શું કીધું છે ? ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય જો દ્રવ્યના માનવામાં આવે, (અર્થાત્ ) દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય માનવામાં આવે, તો દ્રવ્યનો ઉત્પાદ ને દ્રવ્યનો વ્યય થતાં દ્રવ્યનો વ્યય થતાં દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને દ્રવ્ય નો” તું ને ઉત્પાદ (થી) દ્રવ્ય ધ્યે એમ થઈ જાય. આહા... હા! સમજાણું કાંઈ....?
(અહીંયાં કહે છે કે:) “(જો) દ્રવ્યનો જ ભંગ (વ્યય ) માનવામાં આવે.” ભયથી ઉપાડયું છે ને ભાઈ...! “તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે.” એક બોલ. એમાં ને એમાં બીજો બોલ હવે “અથવા સત્નો ઉચ્છેદ થાય.” આહા.. હા! સત્' છે તેનો નાશ થઈ જાય. ભંગ નામ વ્યય, જો પર્યાયનો માનવામાં આવે તો તો વાંધો નહીં (તે તો બરાબર છે, પણ જો દ્રવ્યનો ભંગ માનવામાં આવે તો દ્રવ્ય સત્ છે તેનો નાશ થઈ જાય. આહા... હા! આવું છે (વસ્તુસ્વરૂપ!) માણસો મધ્યસ્થ થઈ સ્વાધ્યાય કરતા નથી. (અને જો) સ્વાધ્યાય કરે તો પોતાની દષ્ટિ રાખીને કરે. શાસ્ત્રની દૃષ્ટિથી સમજેતો બરાબર છે. શાસ્ત્ર શું દષ્ટિ કરે? એની દષ્ટિ માને – એ દષ્ટિએ અર્થ કરે ! (પોતાનો અહંકાર દઢ થાય એ રીતે અર્થ કરે !) અરે.. રે! અનંતકાળ થયો. (એમ ને એમ) આહા. હા! અહીંયાં કરોડપતિ! અબજોપતિ! માણસ હોય, એ (મરીને) બીજી ક્ષણે જ અરે.... રે! માંસ આદિ ખાતાં હોય તો તો નરકે જાય. માંસ ને દારુ નો ખાતાં હોય ને હોય અબજોપતિ એ મરીને તિર્યંચમાં જાય. ઊંદરડી થાય, બકરી થાય, હું! મિંદડી થાય, ભૂંડ થાય આહા... હા! તિર્યંચ યોનિ! આહા..! આ તો વસ્તુનું સ્વરૂપ છે! તું તારા અભિમાનમાં સને ન સાંભળ અને સતને ન બેસાડ (અભિપ્રાયમાં) અને (સતને ન માન) તું સ્વતંત્ર છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com