________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૧૧ ઉત્પાદ વડે ચિહ્નિત.” ( ચિહ્નિત ) એટલે લક્ષણવાળાં. “એવાં દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે.” આહા... હા ! તો તો સમયે સમયે ઉત્પાદ થાય તો એવાં અનંત દ્રવ્યો ઉત્પન્ન થાય. એ એક દ્રવ્ય છે ને આ જો દ્રવ્ય જ ઉત્પન્ન થાય, પહેલે સમયે, બીજે સમયે ઉત્પાદ એમ અનંત અનંત દ્રવ્યો ઉત્પન્ન થાય. આહા... હા... હા! જરી આકરી વાત છે! જિનેશ્વરદેવ ! ત્રિલોકનાથ ! ૫રમાત્માનો મારગ કોઈ જુદો !! અત્યારે તો ગોટો ઊઠયો છે સંપ્રકાયમાં તો! અને આ વાત આવતાં લોકોને (થઈ પડયું કે) એ ય એકાંત છે! રામજીભાઈ કે' તા' તા એક ફેરે એકાંત કહેવાની ઠીક (ગતકડું) લોકોએ ગોતી કાઢયું છે! અરે, અરે! ભાઈ, વિચારને બાપા! ભાઈ ! તું એકાંત શું (સમજીને ) કહે છે? આહા... હા !
( અહીંયાં કહે છે કે: ) “ જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવાં દ્રવ્યોને પ્રત્યેકને.” ઉત્પાદના લક્ષણથી એના દ્રવ્યોને અનંતપણું આવે, એક દ્રવ્ય અનંત દ્રવ્ય રૂપે થઈ જાય. કારણ કે એકસમયે દ્રવ્ય ઉત્પન્ન થયું, બીજું સમયે બીજું દ્રવ્ય ઉત્પન્ન થયું, ત્રીજે સમયે દ્રવ્ય ઉત્પન્ન થયું એમ અનંત સમયે અનંત દ્રવ્ય ઉત્પન્ન થાય. આહા... હા ! “ અનંતપણું આવે ” ( અર્થાત્ - અથવા સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે.) એનો અર્થ કર્યો. હવે બીજા અર્થ “અથવા અસત્નો ઉત્પાદ થાય. ” નથી તેનો ઉત્પન્ન ( ઉત્પાદ ) થાય. આહા... હા! સસલાને શીગડાં નથી જગતમાં, એ ઉત્પન્ન થાય. નથી એ ઉત્પન્ન થાય. આહા... હા... હા! બે વાત (બોલ થયા.) હવે (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં આવે.” દ્રવ્યનું જ ધ્રૌવ્ય એટલે ધ્રૌવ્યપણું એમ માનવામાં આવે “ તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે.” એકલો ધ્રૌવ્ય માનવામાં આવે તો ઉત્પન્ન ને વ્યય ક્રમે થનારા “ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.” સમયે-સમયે થતા વ્યતિરેકો એના અભાવને લીધે ( અન્વય ) દ્રવ્યનો અભાવ થાય. આહા... હા ! ઉત્પાદ, વ્યય જ ન માને અને એકલું ધ્રૌવ્ય જ માને તો ઉત્પાદ-વ્યય વિના દ્રવ્યનો નાશ થઈ જાય. (એટલે ) દ્રવ્યનો અભાવ થાય. કેમકે ઉત્પાદ-વ્યય વડે દ્રવ્ય છે એમ જણાય છે. દ્રવ્ય છે (ઈ અન્વય છે) વ્યતિરેક વડે ઈ અન્વય જણાય છે. અન્વય વડે અન્વય જણાતું નથી. જો આને ધ્રૌવ્ય એકલું જ કહો, (તેથી) વ્યતિરેકો એટલે ભિન્ન ભિન્ન અવસ્થા આત્મામાં (દ્રવ્યોમાં ) રહી નહીં, અવસ્થાથી તે જણાય એવું નો રહ્યું નહીં “તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય. આહા... હા ! આકરું કામ છે.! હવે મુંબઈ જેવામાં આવું માંડે તો બધે કોલાહલ થાય! કાંઈ સમજાય નહીં કહેશે! આહા... હા! ( લોકોને ) ભાવ આવે અમુક અમુકમાં પણ એક એક અક્ષરનો કે લીટીનો અર્થ કરતાં ! આહા... હા ! આ તો સિદ્ધાંત છે! ભગવાનને શ્રી મુખે નીકળેલો (‘આ તો સિદ્ધાંત છે!) ‘ૐૐકાર ધ્વનિ સૂણી અર્થ ગણધર વિચારૈ, રચી આગમ ઉપદેશ, ભવિ જીવ સંશય નિવારે. આહા... હા ! એ વાણી છે!
,,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com