________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૧૦
(કહે છે) આહા... હા ! ઈ મિથ્યાત્વ-શ્રદ્ધા છે એ પણ એને ઉત્પન્ન થવાનો એનો અવસર છે. અને મિથ્યાત્વના ઉત્પન્નને પૂર્વના મિથ્યાત્વના વ્યયની પણ અપેક્ષા નથી. આહા... હા ! અથવા તો ઈ સમ્યગ્દષ્ટિ છે અને પછી પાછી વિપરીત દષ્ટિ થઈ આહા...! આ આમ ન હોય, આમ હોય (અભિપ્રાય ફર્યો ) તો એ મિથ્યાત્વને પૂર્વના વ્યયની અપેક્ષા નથી. આહા... હા! એને ધ્રુવની અપેક્ષા નથી. આહા...હા...હા ! અમૃત રેડયાં છે! અમૃતચંદ્રાચાર્યે! દિગંબર સંતો! ગ્યા પણ જીવંત ( વાણીને ) મૂકી ગ્યા! એ જીવતા જયોત લઈ ગ્યા જીવતા છે! આહા...હા! ભલે સ્વર્ગમાં ગ્યા પણ એની જીવનજયોત જાગતી પડી છે (એટલે ધ્રુવ છે.) આહા...હા! આ રીતે અમે જીવ્યા 'તા એમ કહે છે. આહા...હા! અમારી ધરમની – ચારિત્ર પર્યાય, એ વ્રત-દયા-દાનના વ્રતમાંથી એ ચારિત્ર પર્યાય થઈ નથી. આહા...હા ! અને ઈ ચારિત્રપર્યાય, નો' તી ને થઈ માટે એને ધ્રુવનો આધાર છે એમ નથી. અને ચારિત્રપર્યાય થઈ, પૂર્વે અચારિત્ર હતું તેનો વ્યય થઈને ( આ ચારિત્ર ) થ્યુ પણ એની અપેક્ષા નથી. આહા...હા ! સમજાણું ?
થાય તો એમ
(કહે છે કેઃ) આ તો ચર્ચા કરે છે કે શાસ્ત્રોના લખાણ ઘણા આવ્યા. એ તો ઓલામાં નથી આવતું ? ‘તત્ત્વાર્થસૂત્રમાં' સમ્યક્ત્વ બંધનું કારણ છે લ્યો! સમ્યક્ત્વ તે બંધનું કારણ કહ્યું! કેમ કહ્યું ? (‘આ ક્થન ’) તત્ત્વાર્થસૂત્રમાં છે. ઈ તો સમકિત. જીવને (નિર્મળતાની સાથે ) રાગનો ભેગો ભાવ છે ઈ બંધનું કારણ છે. પણ સમતિ સહિત સરાગ કહ્યું છે તો તત્ત્વાર્થસૂત્રમાં! સાતાવેદનીય બંધાય ઈ સરાગથી બંધાય. (સાથે રહેલ રાગથી બંધાય ) સાતાવેદનીય. આહા...! અને દેવનું આયુ બંધાય ઈ સરાગ સમકિતથી બંધાય એવો પાઠ છે. (શાસ્ત્રમાં ) હવે એનો અર્થ ન (સમજે ને વાદ-વિવાદ કરે!) અને જુઓ આ સરાગ સમકિત (કીધું ) છે. અરે! બાપુ, એ તો રાગ તો રાગ જ છે, સમકિત સાથે વર્તતો રાગ છે માટે સરાગ સમતિ કહ્યું, પણ સમતિ તો સમકિત જ છે ઈ સરાગ છે જ નહીં (વીતરાગ જ છે.) અને સમકિતથી બંધ છે જ નહીં. આહા...હા ! એ તો ‘પુરુષાર્થસિદ્ધિ (ઉપાય )’ માં કહ્યું ત્રણ ગાથા લઈને ‘જેટલે અંશે સમ્યગ્દર્શન છે એ અબંધ છે. જેટલે અંશે રાગ છે એટલે અંશે બંધ છે. જેટલે અંશે જ્ઞાન છે તેટલે અંશે અબંધ છે, જેટલે અંશે જ્ઞાનમાં (જ્ઞાન સાથે દેખાતો ) રાગ છે તેટલે અંશ બંધ છે. જેટલે અંશે ચારિત્રના અરાગ પરિણામ છે ઈ અબંધ છે. તે વખતે જેટલે અંશે રાગ છે તે બંધનું કારણ છે. એ બધી જુદી જુદી અપેક્ષાઓ છે. આહા...હા !
.
( અહીંયાં કહે છે કે: ) (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત.” ક્ષણમાં બધું નાશ થઈ જાય. “સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા સત્નો ઉચ્છેદ થાય.” છે તેનો નાશ થાય. (શું કહ્યું?) ક્ષણમાં નાશ થઈ જાય અને સત્ છે તેનો નાશ થાય. આહા...હા ! ઈ એક બોલ છે હોં બે થઈને. હવે (૨) “ જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે. ” વસ્તુ જ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે (એટલે ) પર્યાય ઉત્પન્ન થાય એમ ન માનવામાં આવે ( પણ) વસ્તુ જ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે “ તો સમયે સમયે થતા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com