________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૮ (અહીંયાં કહે છે કે:) તેમ “અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ.” નષ્ટ એટલે પૂરવની પર્યાયનો-મિથ્યાત્વનો નાશ, અચારિત્રનો નાશ, “ઊપજતો ભાવ.” સમકિતનો ભાવ, ચારિત્રનો ભાવ “અવસ્થિત રહેતો.” સદેશપણે રહેતો – એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય સ્વરૂપ એ ત્રણ અંશો ભંગ (વ્યય) ઉત્પાદ (ઉત્પન્ન) ધ્રૌવ્યસ્વરૂપ (સદશ ટકતો) “નિજ ધર્મો વડે.” સ્વતંત્ર શક્તિથી, પોતાના સ્વભાવથી “આલંબિત એકીસાથે જ ભાસે છે.” આહા.... હા! આવી વાત હવે ક્યાં! ક્રિયાકાંડ કરો ને બહારની વાતું આનાથી થાય ને આનાથી ય થાય. પરદ્રવ્યથી પરદ્રવ્યમાં થાય ને! આહા... હા ! એ તો ક્યાંય વાત રહી થઈ. અહીંયાં તો સ્વદ્રવ્યનું ધ્રૌવ્ય છે એથી ઉત્પાદ થાય એમેય નથી. (શ્રોતા:) ઉપયોગ તો પોતાથી જ થાય ને..! (ઉત્તર) ઉત્પાદ, ઉત્પાદથી થાય એમ કહે છે પરથી થાય એ તો પ્રશ્ન જ નહીં, પણ સ્વમાંય – ત્રણ અંશોમાં એક અંશ બીજા અંશોના કારણે નહીં. આહા.... હા! “એવું ઈ સત્ છે, સત્ ને હેતુ - બીજું નિમિત્ત હોઈ શકે નહીં. આહા.... હા! ગજબ વાત કરી છે !!
(કહે છે) આપણે વંચાઈ ગયું છે. પહેલું આ બધું. ફરીને હાલે છે. “નિજ ધર્મો વડે.” એક – એક પોતાના ધરમ વડે, “આલંબિત” પણ “એકીસાથે જ ભાસે છે.” સમય તો એક જ છે. આહાહા.... હા... હા... હા! ઉત્પાદનો સમય, વ્યયનો (સમય) ધ્રૌવ્ય (નો સમય) સમય તો એક જ છે. છતાં ત્રણે પોતપોતાને અવલંબને થયેલાં પણ એકીસાથે ત્રણ ભાસે છે. એક સમયમાં ત્રણ ભાસે છે. આહા... હા ! હવે આવું સત્ય છે, ખ્યાલમાં ન આવે. સમજાય નહીં તો એ... સોનગઢવાળા વ્યવહારનો લોપ કરી નાખે છે (એમ બૂમો પાડે!) હવે ઈ સાંભળને બાપા! વ્યવહારની તો અહીંયાં વાતે ય નથી હવે, કે રાગ (શુભ) હોય તો સમકિત થાય ને મંદ કરે ને, દેવભક્તિ કરે ને તો થાય એ તો અહીંયાં પ્રશ્ન જ નથી !
અહીંયાં તો (કહે છે) ધરમની પર્યાય થાય, એ પૂરવના વ્યયની અપેક્ષાથી થાય એમે ય નથી. ધરમની પર્યાય થાય છે દ્રવ્યના આલંબને-આશ્રય છે-એનો આશ્રયે છે માટે પર્યાય થઈ એમે ય નથી. આશ્રય વ્યવહારથી કહેવામાં આવે છે) આમ લક્ષ ફરે છે (ધ્રૌવ્ય તરફ લક્ષ થાય છે) એથી એમ કહેવામાં આવે છે. આહા. હા! “પરંતુ જો (મંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય અંશોનાં નહીં માનતાં.” અંશ ત્રણ છે એમ ઈ ત્રણ અંશોને ન માનતાં (૧) ભંગ. (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય દ્રવ્યનાં જ માનવામાં આવે.” દ્રવ્યમાં જ માનવામાં આવે આહા... હા! “તો બધું ય વિપ્લવ પામે.” અંધાધૂંધી થાય, ઊથલપાથલ, (અથવા) ગોટાળો, વિરોધ થાય. આહા.. હા! હેઠે છે ને ? ( ફૂટનોટમાં અરે.. રે! આહા... હા! ચોરાશીના અવતાર! એક એકમાં અનંત અવતાર કર્યા બાપુ! એ સમકિત વિના એનો-ભવનો અભાવ નહીં થાય. આહા... હા!
(વીતરાગી કણાથી કહે છે) એ લાખ ક્રિયા કરે વ્રત ને ત૫, ભગવાનના ભજન ને કરોડોના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com