________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૭ (અહીંયાં કહે છે કે, “તેમ અંશી એવા દ્રવ્યના નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ, અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.” આહાહા! સમજાણું કાંઈ ? શાંતિથી સમજવા જેવી વાત છે બાપુ! આ કોઈ વારતા નથી ! આહા...હા! ગહન સ્વભાવ! દ્રવ્યનો તેને પર્યાયનો ગહનસ્વભાવ !જે ભગવાને જોયો, અને વાણીમાં આવ્યું! કે ભાઈ...! તું ધરમ કરવા ઇચ્છતા હો તો ઈ ધરમની પર્યાયથી થાય, ઈ પર્યાયને અવલંબને (થાય.) દેવ-ગુરુને અવલંબને નહીં, મંદિરને અવલંબને નહીં, દેવદર્શનને અવલંબને નહીં. આહા... એના વ્યય કે ધ્રૌવ્યને અવલંબને (પણ) નહીં. એ મીઠાલાલજી! (શ્રોતા:) શું સમજવું આમાં? (ઉત્તર) એ બધું....! આહા.... હા! પણ એમાં કહ્યું ને ઈ પર્યાયકર્તા સ્વતંત્રપણે લક્ષ કરે છે ઈ !! ઈ પોતાને (ભૂલી) લક્ષ કરે છે ઈ (એનું). આહા. હા.. હા! ઝીણી વાત બહુ ભાઈ ! સર્વજ્ઞ વીતરાગ, પરમેશ્વર! જિનેશ્વર દેવે કહેલું તત્ત્વ, જે રીતે છે એ રીતે ન સમજે, ત્યાં સુધી એની (દષ્ટિ વિપરીત છે!) . વિપરીતતા માટે નહીં ત્યાં સુધી એ ભૂલ મટે નહીં. ચોરાશીના અવતાર! મરીને જાઈશ ક્યાં ક!
(અહીંયાં કહે છે કે “તેમ અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ.” વ્યય “ઊપજતો ભાવ” ઉત્પાદ “અવસ્થિત રહેતો ભાવ” થ્રવ્ય, સમય તેને તે જ. એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે.” વ્યય નિજ ધરમ વડે આલંબિત, ઉત્પાદ નિજ ધરમ વડે આલંબિત, ધ્રૌવ્ય નિજ ધરમ વડે આલંબિત “એકીસાથે જ ભાસે છે.” ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો છે ઈ છે! જગતના નાથનું (તત્ત્વ) ગંભીર!! એની ગેરહાજરીમાં ગોટા ઊઠયા બધા અત્યારે! (લોકો કહે છે ભગવાનના દર્શનથી નિદ્ધત્ત ને નિકાચિત કરમ મટે, થાય. હાય! અ. હા.... હા.... હા! (વળી કહે) ધરમના કારણો છે. વેદન (સાતમે થાય.) ભેદનો મોટો વૈભવ દેખે અને થાય? આહા.... હા! એ બધી અપેક્ષાઓ છે. એ વખતે (નિમિત્ત) શું હતું તે (શાસ્ત્રમાં) સમજાવે છે. થાય છે ધરમની પર્યાય, ચાહે તો સમકિતની, ને આહે તો ચારિત્રની ને ચાહે તો કેવળજ્ઞાનની તે જ સમયે તે પર્યાય તેના ત–ઉત્પાદને ) અવલંબીને થાય છે. વ્યયને ધ્રૌવ્યને (પણ) અવલંબીને નહીં. પરને અવલંબીને તો નહીં. (જ). એક સમયમાં થાય તો લક્ષ (પરમાં) ક્યાં ગયું હોય? સમકિતનો ઉત્પાદ બે પ્રકારે (કહ્યો છે ને....) ઈ બે પ્રકાર ગણાય (નિસર્ગજ ને અધિગમજા પણ છે પોતાનું નિસર્ગજ તે. એ સમયનો જે સમય છે એ સમયે જ આલંબન છે. ઈ પર્યાય પોતાને આલંબીને થઈ છે. આહા... હા ! ચાહે તો સમકિત કેવળી કે શ્રુતકેવળીની સમીપ થાય, એ પર્યાય પણ પોતાને અવલંબીને (જ) થાય છે. આહા.... હા! એવા દાખલા શાસ્ત્રોમાં આપે કે આમાં આ લખ્યું કે આમાં આ લખ્યું છે! હવે ઈ તો જ્ઞાન કરાવવા, બાપુ તને ખબર ન મળે! આહા..હા! વસ્તુ છે. પદાર્થ છે ઈ ગંભીર છે!! અને ઈ પદાર્થનો ભરોસો આવવો ઈ પર્યાય છે (નવી). અને એ પર્યાય પછી દ્રવ્યની છે. આહાહા! ઈ અહીંયાં પહેલી પર્યાયને (સ્વતંત્ર) કહે છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com