________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૫ નથી. આહા... હા! એ પછી આવશે. “બીજ, અંકુર અને વૃક્ષની માફક.” બીજ વ્યય છે ને અંકુર ઉત્પાદ છે ને વૃક્ષત્વ ધ્રૌવ્ય છે. વૃક્ષત્વ (કીધું) છે હોં? વૃક્ષ નહીં. વૃક્ષત્વ (એટલે) વૃક્ષપણું. વૃક્ષ નહીં, વૃક્ષ તો એમાં આવી ગયું છે. જેમ સમુદાયી વૃક્ષ, સ્કંદ-મૂળ અને શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી ” આ તો વૃક્ષતપણું કીધું (અહીંયાં). બીજની ઉત્પત્તિ, અંકુરનો વ્યય, વૃક્ષત્વનું ધ્રૌવ્યપણું! વૃક્ષત (કહ્યું) હો? વૃક્ષ (કહ્યું) નથી. આહા....! “જેમ અંશી એવા વૃક્ષના.” અંશી તે વૃક્ષ છે. “એવા વૃક્ષના બીજ-અંકુર-વૃક્ષ–સ્વરૂપ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ.” આહા.... હા! “નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.” આ, આ, આ લીટીમાં છે બધું (માર્મિકતત્ત્વ) હું, ઈ સંસ્કૃતમાં ઈ છે. “મોત્પાવઠ્ઠીવ્યનક્ષળરાત્મધર્મરાસ્વિતા:' પોતાના ધર્મને પોતે આલંબે છે. આહા. હા! કઠણ વાત છે બાપુ! ઉત્પાદ છે સમકિતનો ઉત્પાદ છે, કેવળજ્ઞાનનો ઉત્પાદ છે અરે, મિથ્યાત્વનો ઉત્પાદ છે. આહા ! એ ઉત્પાદ પોતાને અવલંબે છે. દર્શનમોહનો ઉદય છે માટે મિથ્યાત્વ થાય છે, અને પર્યાય ઉત્પન્ન થાય છે એ દર્શનમોહનો ક્ષયોપશમ છે માટે ઉત્પન્ન થાય છે એમ નથી. આહા.... હા ! જ્ઞાનગુણમાં હીણી પર્યાય છે, એનો વ્યય થઈને અધિક પર્યાય થઈએ સમય તો એક જ છે – પણ એ (ઉત્પાદ-વ્યય) ને ધ્રૌવ્યપણું છે કાયમ. (એ) ત્રણે પોતપોતાના અવલંબે રહેલા છે. પહેલાં, ઠરેલાં અને ગયેલાં (એટલે કે) રહેલાં-ઉત્પાદ, ઠરેલાં-ધ્રૌવ્ય અને ગયેલાં વ્યય! કો’ ચીમનભાઈ ! સાંભળ્યું તું ત્યાં બાપદાદામાં ક્યાંય! આહા... હા! આવી વાતું હવે, હતી અંદર ઈ આવી ગઈ !! આહા. હા !
કહે છે ત્રણ અંશો “મંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ” ત્રણે અંશો, (તેમાં) ભંગ એટલે વ્યય, ઉત્પાદ-ઊપજવું ને ધ્રૌવ્યપણું એ “નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.” આહા... હા ! નિજ ધર્મો વડે – ત્રણે પોતે નિજ ધર્મો વડે આહા... હા! છે? ટીકામાં? આમ એનો અર્થ છે. આહા.... હા! ભાઈએ તો સવારમાં સંભાર્યું” તું પંડિતજી! ઈ કર્યું છે ને.... અર્થ, “નષ્ટ થતા ભાવને નાશ” ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતો ભાવ બધું એક સાથે (છે.) આ રીતે નષ્ટ થતા ભાવને નાશ, ઊપજતા ભાવને ઉત્પાદ ને ટકતા ભાવને ધ્રૌવ્ય એક સાથે છે. છે ને? ઉત્પાદ, ઉત્પાદભાવને આશ્રિત છે, ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે, (વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે.) વાણિયાને આ મગજમાં ઊતારવું હવે! વાણિયાને નિર્ણય કરવા માટે ને વિચાર કરવા માટે ઠેકાણાં ન મળે! જિંદગી હારી જાય! બહારથી કાંઈ ભક્તિ કરીએ ને દાન કરીએ ને (દયા પાળીએ ને માને કે ધરમ કરીએ છીએ) ધૂળે ય નથી ધરમ એમાં ક્યાંય! આહા.... હા!
(કહે છે કે, એક વાત ઈ છે. ઊપજવાનો જે સમય છે એક વાત. ઈ એનો અવસર છે. દરેક દ્રવ્યનો ( જ પર્યાય) જે સમયે ઉત્પન્ન થવાનો તેનો તે અવસર છે. એક વાત. અને તે ઉત્પન્ન પોતામાં ( પોતાથી પોતાના અવલંબે છે.) તે ઉત્પાદ પોતાના પકારકોથી છે, વ્યયને કારણે નહીં, ધ્રૌવ્યને કારણે નહીં. દરેક દ્રવ્યનો પર્યાય, તેના અવસરે તે જ કાળ ઉત્પન્ન થાય, તે જ કાળે વ્યય થાય ને તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com