________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૪
પ્રવચન : તા. ૨૧-૬-૭૯.
“પ્રવચનસાર' ૧૦૧ ગાથા. ત્રીજો પેરેગ્રાફ (થોડું ચાલ્યું આજે ફરીને.) “અને પર્યાયો ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે.” ત્રણેને પર્યાય કીધી. અંશ છે ને ત્રણ, દ્રવ્ય પણ અંશ છે. “અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે.” દ્રવ્યને આશ્રિત નહીં, પર્યાય છે ઈ પર્યાયને આશ્રિત (છે એમ કીધું છે.) પછી પર્યાય દ્રવ્યને આશ્રિત કહેશે, પહેલી પહેલી તો પર્યાય, પર્યાયને આશ્રિત છે. ઝીણું છે બાપુ સહુ આ મારગ ! વ્યવહારનો મારગ સહેલો-બહારથી બધુંય, ભક્તિ કરોને.... પૂજા કરોને... દાન કરો.. ને, એ તો અનંતવાર કર્યો, એમાં તો રખડી મર્યો! વસ્તુ એટલી બધી એકસો એક ગાથામાં સ્વતંત્રતા છે તેને પ્રસિદ્ધ કરે છે. આત્મામાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ પર્યાયો ત્રણ, ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય છે. પર્યાયો ત્રણ, તેના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે. આહા..હા ! એના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય બીજાના આલંબન વડે થાય છે (કે) આલંબન દેવું પડે છે એમ નથી. આહા...હા!
(કહે છે કે:) આત્મામાં અથવા પરમાણુમાં જે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય છે ઈ પર્યાયો પોતાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્યને આલંબે-આશ્રયે છે. પરને આશ્રયે નથી. પહેલાં તો દ્રવ્યને આશ્રયે (પણ) નથી. પર્યાય પર્યાયને આશ્રિત છે. આહા.... હા ! પછી સિદ્ધ કર્યું. અને એ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. છે ને? (“કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે.”) ઉત્પાદ-વ્યય ને દ્રવ્ય અવસ્થા ઉત્પન્ન થાય, (એમાં) પૂર્વની અવસ્થા વ્યય થાય, અને સદેશપણે સ્થિતિ ટકે એ બધા અંશોના ધર્મો છે. ત્રણે અંશ છે. ઉત્પાદ અંશ છે, વ્યય અંશ છે ને ધ્રૌવ્ય અંશ છે. આહાહા !
(કહે છે) સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે, એ ઉત્પાદ છે. મિથ્યાત્વનો નાશ છે. એ વ્યય છે, ધ્રૌવ્યપણું જે છે – કાયમ રહેવું એનો સ્વભાવ. ધ્રૌવ્ય સ્વભાવ છે એ ત્રણેય પોત-પોતાના પર્યાયને અવલંબે છે અત્યારે તો અહીંયાં પર્યાયના છે એમ કીધું છે. એ પર્યાયો ત્રણને અવલંબે છે. એ પર્યાય, બીજા કોઈ દ્રવ્યને અડતું નથી. અવલંબતું નથી–અવલંબન દેતું નથી. આહા...! આવું છે !! વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે ને આવી વાત! શું છે? જે ભગવાન! કરો ભક્તિ ને પૂજા કર્યે રાખો, મરીને જાવ રખડવા ચાર ગતિમાં! બાપુ! તત્ત્વ એવું છે ભાઈ ! એમાં આ ગાથાઓ તો બધી એવી છે. બહુ ઊંચી, ઝીણી છે!! બહુ ઊંચી ગાથા !! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે.” અંશીના ધર્મો નથી.” અંશ નામ પર્યાયો, અંશી નામ દ્રવ્ય. દ્રવ્ય છે ઈ અંશી છે અને આ ત્રણ છે એ અંશ છે. આહા.... હા! (અંશ છે) પણ ઈ દ્રવ્યના અંશ છે. ઈ ત્રણે અંશ અંશના છે (તો) પણ ઈ અંશ અંશીના છે. આહા... હા! બીજા દ્રવ્યને લઈને ઈ ઉત્પાદ-વ્યય થાય છે એમ કોઈ દ્રવ્યની (વસ્તુ) સ્થિતિ જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com