________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૩૦૨ વૃક્ષના આશ્રયે જ છે.” એ ભિન્ન ભિન્ન – “વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છે – દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.” અભિન્ન (છે.) એકલા લોજિક! ન્યાય ભર્યા છે એકલા, આહા..હા! હા! વકીલાતના ને કોર્ટના કાયદા, રામજીભાઈ કરતા હશે ત્યાં! ઓલા સરકાર કહે છે પ્રમાણે કર્યા કરે. (શ્રોતા:) એમાં પણ બુદ્ધિ વાપરવી પડે! (ઉત્તર) બુદ્ધિ! અજ્ઞાન વાપરવું પડે એમાં. (શ્રોતા ) અજ્ઞાન કહો એટલે કુબુદ્ધિ વાપરવી પડે ને..! (ઉત્તર) (અહીંયાં) કેટલી વાત સિદ્ધ કરે છે! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય એ સમુદાયસ્વરૂપ છે. અને ત્રણનું એકપણું દ્રવ્ય તે સમુદાયી છે. સમુદાયી કહેતાં આખો સમુદાય, જે એ આખો સમુદાય (છે.) હવે સમુદાયના અંશ કેટલા છે ઈ સમુદાયસ્વરૂપ છે. આહા... હા! એમ વૃક્ષ છે એ સમુદાયી છે, સ્કંધ, મૂળ ને શાખા (ઓ) સમુદાયસ્વરૂપ છે. એમ (દરેક ) દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય તે પર્યાયસ્વરૂપ છે, ઈ સમુદાયસ્વરૂપ છે. (અથવા) સમુદાયસ્વરૂપ ( જ છે. અને એ ત્રણેયનું એકરૂપ તે સમુદાયી છે. આહા.... હા.... હા! નિશાળમાં ભણીને પાછું આવ્યું એનું ઈ નું ઈ. (શ્રોતા ) ક્યાંથી આવ્યું છે ને ઈ.? (ઉત્તર) હું! અપાસરે ભણવા જાતા હોય ને...! દેરાસરમાં આવ્યું હોય! આહા.... હા.... હા! આહા! “દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.” એથી દ્રવ્યસ્વરૂપ છે (એ) સમુદાયનો સમુદાયીસ્વરૂપ છે. શું કીધું? દ્રવ્ય છે ઈ સમુદાયી છે, અને ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય તેનો સમુદાયસ્વરૂપ છે. સમુદાય નહીં પણ સમુદાયસ્વરૂપ છે. આહા.... હા !
(કહે છે) જેમ વૃક્ષ છે એના મૂળ, સ્કંધ ને શાખાઓ, એ એના (વૃક્ષના ) પર્યાયો છે. ઈ પર્યાયભેદ છે. સમુદાયસ્વરૂપ છે. એ સમુદાયસ્વરૂપ છે ઈ સમુદાયી એક – એક નથી. ઈ ત્રણ સમુદાયસ્વરૂપ છે. ઈ ત્રણેય થઈને એક સમુદાયી છે. આહા.. હા! સમજાણું? આવો ઉપદેશ હવે !
ઓલામાં તો અપાસરામાં તો જાય તો વ્રત કરો... તપ કરો... દયા કરો. પ્રતિક્રમણ કરો. પોષા કરો દેરાવાસીમાં જાય તો જાત્રા કરો... ને ભક્તિ કરો... (શ્રોતા:) તો યહ સમજને સે લાભ કયા હૈ? (ઉત્તર) એ ત્યાં દષ્ટિ કરવી ઈ લાભ! પર્યાય છે ઈ સમુદાયસ્વરૂપ છે. અને સમુદાયસ્વરૂપનું દ્રવ્ય છે ઈ સમુદાયી છે. માટે ત્રણના ભેદ ઉપરથી લક્ષ છોડી (હઠાવી) સમુદાયી ઉપર લક્ષ કરવું. આહા... હા. હા! એ સાટુ (માટે) કહે છે આ. એથી કહ્યું ને જેવું એનું સ્વરૂપ છે તેવું જાણીને દ્રવ્ય છે તે સમુદાયી છે. જેમ સમુદાય આખો હોય ને સંપ્રદાય (જેમ આખો હોય તેમ) અને એના માણસો આદિ છે એ સમુદાયસ્વરૂપ છે. પણ એને સ્વરૂપને જાણવાનો હેતુ કે આનો સમુદાયી કોણ છે? કે ભઈ આ તો નોખા છે પણ ભેગાં થયા છે બધાં તો આ સમુદાયી કોણ છે? એમ આત્મામાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સમુદાયસ્વરૂપ છે (અને) આત્મા સમુદાયી છે. એ સમુદાયસ્વરૂપ દ્રવ્યમાં છે. ઈ સમુદાયસ્વરૂપ તે દ્રવ્યનું છે. એ મૂળ, સ્કંધ ને શાખાઓ વૃક્ષના છે. તેમ છે પર્યાયો છે તે પર્યાયો દ્રવ્યના છે. આહા.... હા... હા !
(અહીંયાં કહે છે કે:) “અને પર્યાયો ઉત્પાદ-વ્યય-વ્ય વડે આલંબાય છે.” (ટીકાનો) ત્રીજો પેરેગ્રાફ. પર્યાયો ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય લીધું. જોયું? ધ્રવ્ય (કહ્યું) ધ્રુવ નહીં. ધ્રુવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com