________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯૯ વાત છે બાપુ, આ તો. અનંતકાળનો અજાણ્યો મારગ ! એને જાણીતો કરવો – એક ક્ષણમાં જાણીતો કરવો, કેમકે વ્યય એક ક્ષણમાં થઈને તેને જાણીતાની પર્યાય થાય છે. આહા.... હા! ઉપયોગમાં ભલે અસંખ્ય સમયે આવે, પણ કામ અહીંયાં થાય છે એક સમયમાં એમ કહે છે. સમયાંતરમાં એકદમ (વીજળીને ચમકારે) સમ્યગ્દર્શનને સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટી જાય છે. આહા.... હા ! એવી એની તાકાત છે!! થોડું આમાં વખત (જતાં) ભળી ગયું છે (ખોટું તત્ત્વ) તેથી આમાં પડખાં બધાંનો (બરાબર) નિર્ણય કરવો જોઈએ ભાઈ ! આહા.... હા! હવે આવો વખત કે” દિ' મળશે? અનંતકાળના અર... ર! નરક-નિગોદના ભવ બાપુ! (તે કર્યા છે) આમ ભલે તમે કહો પણ એના ભાવને લઈ જરી વિચાર કરે ને...! આહા.... હા ! નરક ને તિર્યંચ ને (નિગોદને..!)
(કહે છે ) (શ્રોતા:) આગળ કાંઈ ધરમ કર્યા વિના રૂપિયા મળ્યા? (ઉત્તર) ધૂળમાં ય રૂપિયા નથી (મળ્યા એને) આહા..! રૂપિયા મને મળ્યા એ (માન્યતા) એ જ મિથ્યાત્વભાવ છે. (શું) પરદ્રવ્ય, સ્વદ્રવ્યને મળે? આહા... હા! અને (શું) સ્વદ્રવ્યનું એ પરદ્રવ્ય છે? પરદ્રવ્ય તો એના ઉત્પાદ-વ્યય-ને ધ્રૌવ્ય એનાં (સ્વરૂપમાં રહેલ છે) એ મારું છે (ખોટો અભિપ્રાય છે) આહા.... હા ! ગજબ વાત છે બાપુ !! (શ્રોતા:) તો કર્યું આ બધું પાણીમાં ગયું? (ઉત્તર) પાણીમાં ગ્યું નથી, મિથ્યાત્વમાં ગ્યું છે. (અજ્ઞાનતાથી માને કે) જૂઠાભાવ, (એ) મારા ભાવ (પણ) તારા સાચા ભાવ જરીએ (નથી.) આહા.... હા! વેણલા વાયા સવારના! એ પ્રકાશ થતાં અંધકારનો નાશ થઈ ગ્યો, એવા વેણલા વાયા છે! એમ કહે છે. આહા... હા
(અહીંયાં કહે છે કે, “પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે.”( અર્થાત્ ) પર્યાયો દ્રવ્યને આશ્રિત છે, કારણકે સમુદાયી સમુદાસ્વરૂપ હોય છે;” (નીચે ફૂટનોટમાં જુઓ!) સમુદાયી = સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું, (દ્રવ્ય સમુદાયી છે, કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે.) (અર્થાત્ ) દ્રવ્ય સમુદાયી છે, સમુદાયી છે” અને ઈ પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. આહા.... હા! હવે આવી ભાષા કોઈ દિ' (સાંભળી ન હોય.) દષ્ટાંત આપીને સિદ્ધ કરશે. સમુદાયી સમુદાયસ્વરૂપ છે. એટલે? સમુદાયવાળું, જથ્થાનું બનેલું દ્રવ્ય સમુદાયી છે. એમ કે તે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. સમુદાયી દ્રવ્ય છે અને પર્યાયો તેનો સમૂહ - સમુદાય છે. દ્રવ્ય તે સમુદાયી છે ને પર્યાયો તે સમુદાયસ્વરૂપ છે. આહા.. હા ! “વૃક્ષની માફક”. હવે દષ્ટાંત આપે છે. ચોપડા આડે નવરાશ જ લીધી નથી આ જોવાને બધી. આહા.. હા! ત્રણલોકના નાથ જે વાણી મૂકી ગયા છે! આહા... હા... હા! એ વાણીમાં શું છે, કેમ છે, કેમ છે? એને જોવા નવરાશ નથી લીધી! (શ્રોતા ) વાણીમાં તો ધરમ કરવાનું કહ્યું છે ને...? (ઉત્તર) પણ ધરમ (કરવો છે) તે ધરમ કેમ થાય ત્યાં! ધરમની પર્યાય છે ને...! ધરમ પર્યાય છે કે કંઈ બીજું? ધરમ (ની દશા) નવી થઈ માટે પર્યાય છે ને....! નવી થાય માટે પર્યાય છે. અહીંયાં તો હજી ધ્રૌવ્યને પણ પર્યાયનો ભેદ કીધો પછી નવી થાય ને..! થઈને થઈ ઈ તો પર્યાય છે. ધરમ ઈ પર્યાય છે. એ ધરમનો પર્યાય ઉત્પાદ થાય, ત્યારે અધર્મનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com