________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯૩ ભંગ-વ્યય એટલે ભંગ અને ધ્રૌવ્ય એટલે ધ્રુવપણું. ત્રણ થઈને દ્રવ્ય છે. આહા... હા ! આવી વાત છે! આ ‘પ્રવચનસાર ’ મૂળ પદાર્થની વ્યવસ્થા, સર્વજ્ઞ ભગવાને જોઈ તે રીતે કહે છે. એ રીતે લઈએ.
આહા... હા!
અહીંયાં કહે છે જુઓ, “ઉત્પાદાદિકનું દ્રવ્યથી ” ( એટલે ) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એનું દ્રવ્યથી અર્થાત૨૫ણું એટલે અનેરાપણું, છે નહીં (તેથી ) નષ્ટ કરે છે. (અર્થાત્ ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ). જોયું? ધ્રુવ શબ્દ નથી લીધો. ધ્રૌવ્ય (લીધો છે.) અને સંસ્કૃતમાં તત્ત્વાર્થસૂત્રમાં પણ ધ્રૌવ્ય છે. ઉત્પાવવ્યયધ્રૌવ્યયુતં સત્ લીધું છે. ધ્રુવયુક્ત સત્ એમ નથી લીધું. અહીં ભાવપણું લેવું છે ને..! એથી ધ્રૌવ્યયુવાં સત્ એમ છે. આહા... હા ! “ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી.” આહા... હા! ભગવાન આત્મા, તે દ્રવ્ય-વસ્તુ (છે.) અને એમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્યપણું વસ્તુથી જુદા નથી. ઇ વસ્તુસ્વરૂપ જ છે. ઈ ત્રણ પર્યાય છે ઇ પર્યાયને આશ્રયે દ્રવ્ય, અને ત્રણે પર્યાય દ્રવ્યને આશ્રયે છે. લ્યો! ઠીક! સવારે એમ (આવ્યું) હતું કે, જ્ઞાનની ક્રિયાને આશ્રયે આત્મા છે. આહા! સવારે એ આવ્યું' તું. જ્ઞાનની ક્રિયાને આશ્રયે (આત્મા છે.) એનો અર્થ ઈ કેઃ અહીંયાં પરિણિત થઈ શુદ્ધ ચૈતન્યની, એના આશ્રયે જણાણો ઈ. (આત્મા) એટલે એને આધારે થ્યુ (એમ ) કીધું. અહીંયાં એનું એમ નથી અહીંયાં તો વસ્તુસ્થિતિ સિદ્ધ કરવી છે. અને ત્યાં તો ‘સંવર’ નો અધિકાર હતો ને...! થોડો ફેર શબ્દમાં (પડી જાય તો) ઘણો ( અર્થ બદલી જાય!) વળી વાણીને તો મિથ્યા કહે! આહા... હા! આ તો અનંત તીર્થં કરો, કેવળીઓ (એ) જે સ્વરૂપ કહ્યું છે ઈ રીતે એને જાણે, ઈ આવી ગ્યું ને અંદર. ‘જે ન માને ’ આવી ગયું પહેલાં. (ગાથા ) ૯૮. (જુઓ, ) અઠાણું.
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा । सिद्धं तथ आगमदो णेच्छदि जो सो हि પર્સનો (અન્વયાર્થ:- દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જા ‘ સત્’ છે એમ જિનોએ તત્ત્વતઃ કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે.) પરસમય મિથ્યાદષ્ટિ છે. આહા... હા! અઠાણું-અઠાણું ગાથા (છે.) અઠાણુ ગાથા. છે કે નહીં? જે રીતે વસ્તુ એ રીતે જે ન માને તે પરસમય છે, મિથ્યાદષ્ટિ છે. અહીંયાં એમ કહે છે. આહા... હા !
અહીંયાં તો ( કહે છે) ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ત્રણેય એકસમયમાં છે. ઉત્પાદનો સમય, ભંગપણાને સમય ધ્રૌવ્યપણાનો સમય એ એકજ સમયે ત્રણે છે. એથી આ ત્રણ એમ લેશે (જુઓ ! “ એમ સિદ્ધ કરે છે ) :- ૩પ્પાવકિવિ ઓલો ધ્રૌવ્યનો સ્થિતિ શબ્દ આપ્યો. સાવÊિવિમંગા વિનંતે પબ્બાસુ પન્નાયા એ પર્યાયના ભેદ છે. આહા...હા...હા! ત્રણ પડયા ને...! ઉત્પાદ–સ્વસંવેદનથી જણાણો, અસંવેદનનો વ્યય થ્યો, ધ્રૌવ્યપણામાં ઇ ટકી રહ્યું! ઇ ત્રણેય પર્યાયો, તેના પર્યાયથી જણાણો ’. જણાણો તે શું? તે દ્રવ્ય. આહા...હા ! આવી વાત છે! (વ્યેષ્ઠિ સંતિ ળિયવં તન્હા વળ્યું હવવિ સર્વાં) નીચે. (હરિગીત )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com