________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯ર.
પ્રવચન : તા. ૧૯-૬-૭૯.
( પ્રવચનસાર'. ૧૦૧ ગાથા.)
“હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાતરપણું નષ્ટ કરે છે.” દ્રવ્યથી એ ઉત્પાદ, વ્યય જુદા છે એમ નથી. (વળી) દ્રવ્યથી એ ઉત્પાદવ્યય જુદા છે એમ નથી. “(અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે.) ” ઉત્પાદ-વ્યય-ધ્રુવનું દ્રવ્યથી અર્થાતરપણું (નષ્ટ કરે છે ) અર્થાતર એટલે અનેરો. અર્થાત્ ઉત્પાદ–વયય ને ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે. ગાથા બહુ સારી છે હો ! બધી એકસો એક ને બે ને...!
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया। दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१ ।।
ઉત્પાદ તેમજ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. ઓહોહોહો ! જ્યાં જ્યાં જે દ્રવ્યો છે તેમાં ઉત્પન્ન જે પર્યાયો છે. અને વ્યય છે ને ધ્રુવ (છે.) આહા... હા! તે બધું દ્રવ્ય છે. તે બધું, તે” દ્રવ્ય છે. એમાં ઉત્પાદ ને વ્યયમાં બીજું દ્રવ્ય નથી. આહા.. હા.. હા? છે! (પાઠમાં) ઉત્પાદ, વ્યય ને ધ્રુવ દ્રવ્યથી જુદા નથી. “ઉત્પાદ તેમજ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે.” પર્યાયે વર્તે છે. (ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય ) ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે!
તા. ૨૦-૬-૭૯.
પ્રવચનસાર” ૧૦૧ ગાથા. “હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાતરપણે નષ્ટ કરે છે અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે.) ” (શ્રોતા ) હોય એ નષ્ટ થાય કે નો હોય એનો નાશ થાય? (ઉત્તર) નથી કેમ? અર્થાતરપણે નષ્ટ કરે છે (એટલે) જુદું જ નહીં એમ કહે છે. ઉત્પાદ-વ્યયને ધ્રુવ દ્રવ્યથી જુદા નથી. ત્રણ પર્યાય છે પણ ત્રણ પર્યાયનું સ્વરૂપ એક દ્રવ્ય છે. અ.. હા.... હા ! ઈ અહીંયાં સિદ્ધ કરવું છે. પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરવું છે. નિશ્ચયનયના દ્રવ્યની વાત અહીંયાં ક્યાં છે? અને તે કહ્યું ને અહીંયાં “તત્ત્વાર્થસૂત્રમાં” “ઉત્પાવવ્યય ધ્રૌવ્યયુવત્તમ સત્' ધ્રુવ નથી કીધું. ધ્રૌવ્ય (એટલે) ભાવપણું. ઉત્પાદ-વ્યય ને ધ્રુવયુક્ત સત્ નથી કીધું પણ ઉત્પાવ્યયથ્રીવ્યયુક્ત સત્ એમ કીધું છે. અહીંયાં (ધ્રૌવ્યને બદલે) સ્થિતિ શબ્દ પણ લ્ય છે. પણ સ્થિતિનો એક અંશ લ્ય છે બહાર. કેમકે ઉત્પાદ-વ્યય ને સ્થિતિ એક સમયની છે. ઓલી ઉત્પાદ–વ્યય ને સ્થિતિ એકસમયની છે. અને આ કાયમની સ્થિતિ એ અપેક્ષાએ એને ઉત્પાદ-સૃષ્ટિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com