________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯૫ ટકતું – સ્થિતિ વાળું ધ્રુવ (મું) ધ્રૌવ્યપણું ન માને, તો મિથ્યાદષ્ટિ છે. ઈ કહી ગ્યાને (ગાથા) અઠાણું માં! આહા.. હા! અઠાણું ગાથામાં છે એ! અરે ઝીણું છે બાપા! મારગ આ (ઝીણો છે!) આ તો જરી ધ્રૌવ્યને ધ્રુવને સાટે (બન્નેનો ભેદ બતાવીને) તત્ત્વાર્થસૂત્ર જેવું કર્યું! આ તત્ત્વાર્થસૂત્રમાં જે લીધું છે ઉત્પાદવ્યયને ધ્રુવયુક્ત સત નથી લીધું. સમજાણું? “તત્ત્વાર્થસૂત્ર” (અધ્યાય ) પાંચમામાં છે ને? પાંચમો (જુઓ, ) કાવ્યયધ્રૌવ્યયુક્ત સત્ મૂળ પાઠ છે. (અ. ૫. સૂત્ર-૩૦) પહેલું ઈ છે કે સત્ દ્રવ્યનક્ષણમ્ (અ. ૫. સૂત્ર-૨૯), દ્રવ્યનું “સત્ય” હોવાપણું એ લક્ષણ – એક વાત – સૂતરું છે આ. ઉમાસ્વાતિ (તત્ત્વાર્થસૂત્રના કર્તા) પજુસણમાં રોજ અહીંયાં વંચાય છે. (શ્રોતા ) વાંચનારને ય ખબર નહીં (ઉત્તર) વાંચનારને ય ખબર ન મળે, હાંકે! આ તો એક એક ન્યાયના અર્થમાં ફેર (શું છે તેનો ખુલાસો થાય છે.)
અહીંયાં કહે છે (અધ્યાય-૧) નું ઓગણત્રીસમું સૂતરું છે. ‘સ દ્રવ્યનલમ્' કે સત્ દ્રવ્ય લક્ષણ. “સ” શું? ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તે સત્ ઉત્પાદવ્યયધ્રુવયુક્ત નહીં. ધ્રૌવ્ય યુક્ત સત્ એમ (સૂત્રમાં કહ્યું છે.) (ધ્રૌવ્ય) પણું આહા.... હા ! ઈ ક્યાં ક વચમાં છે, આવે છે. ધ્રુવનું ધ્રૌવ્યપણું કીધું (છે.) ઈ ક્યાં ક વાંચ્યું છે કે એનો ભાવ લેવો એનો ઈ ક્યાં ક વાંચ્યું છે પણ યાદ. આ તો (ધ્રૌવ્ય ) એટલે પણું આ જ જોયું (તે.) (અહીંયાં) ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ નથી કહ્યું પણ ધ્રવ્ય (યુક્ત સત્ કહ્યું છે.) ધ્રૌવ્ય (કહ્યું છે.) આહા... હા! આ એવી વાત છે લ્યો ! આ તો વીતરાગ મારગ છે. (ગાથા-૯૮માં) પહેલું કહ્યું એ રીતે એને જાણવું જોઈએ ને આહા! એનાથી કંઈ પણ વિરુદ્ધ થાય તો આખા તત્ત્વનો વિરોધ થઈ જાય છે! આહા... હા ! પછી સદ્ પદ ભાવ એ નિમિત્તે કીધું સદ્ભાવ નાશ ન થાય એને નિમિત્ત કહેવાય છે. પાંચમા અધ્યાયમાં (તત્ત્વાર્થસૂત્ર) માં છે. પાંચમાનું ૨૯મું અને “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ ' ઇ અહીંયાં છે.
(કહે છે કે:) વિચાર શું આવ્યો? ત્રણેય પર્યાય કીધી 'તી ને..! ભાઈ, સમજાણું ! ત્રણે પર્યાય કીધીને અહીંયાં? ઈ (એક) વિચાર આવ્યો! ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય (તે) પર્યાયને અવલંબે છે. ઇ ત્રણે ય પર્યાયો છે. આહા...! ભેદ છે! આખું દ્રવ્ય નથી. આહા... હા... હા! “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે.” આહા... હા! સમજાય છે? આહા.... હા... હા! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પર્યાયને આશ્રયે છે. “(અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે.” અવલંબેનો અર્થ આશ્રયે કર્યો. “અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે.” ઠીક ! સવારમાં એમ કહ્યું ” તું પર્યાયના આશ્રયે દ્રવ્ય છે “ઉપયોગમાં ઉપયોગ છે” જાણનક્રિયા – જાણન, જાણન, જાણન, શ્રદ્ધા એ નિર્મળ પરિણતિ, એનાથી જણાણો (આત્મા) માટે, આધારથી જણાયો માટે ઈ આધારના (આશ્રયે ) આધેય (છે.) અહીંયાં કીધું દ્રવ્યના આશ્રયે (પર્યાયો છે.) આહા... હા! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ' (આત્મસિદ્ધિ, શ્રીમદ્રાજચંદ્ર) એક એક સ્થિતિ (જેમ છે તેમ સમજવી જોઈએ.) દેવીલાલજી! આવી વાત છે! આહા... હા! થોડું પણ એણે સત્ય હોવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com