________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૦ શ્રદ્ધા વીતરાગી, જેનું જ્ઞાન વીતરાગી, જેનું ચારિત્ર વીતરાગી આહા... હા...! એ બધો ૫૨માત્મા વીતરાગ ત્રિલોકનાથ ધર્મપિતાની અણસાર અનુસાર થયું છે. થયું છે પોતાથી, એવો ત્યાગ દેખાય, આમ ઠરી ગ્યા-આમ શાંત! શાંત! એકલો પંચમભાવ આહા... હા.. હા... હા...! જેમ પરમાત્માને એક્લો પમાત્મસ્વભાવભાવ પ્રગટયો છે. પરિણમનમાં એવો જ મુનિરાજને પંચમભાવ, ક્ષાયિકભાવ પર્યાયમાં આવે છે. પંચમભાવમાંથી પર્યાયમાં ક્ષાયિકભાવ (આવે છે). એ પણ પારિણામિકભાવનું એ પરિણમન-વીતરાગી પરિણમન (છે). એ વીતરાગ સ્વરૂપ છે, ભગવાન આત્મા! તો એની પર્યાયમાં વીતરાગતાનો અણસાર આવે છે. રાગને પંચમહાવ્રતનો રાગ એ એનો (આત્માનો) અણસાર નહીં. ( આહા... હા... હા...! એનો અંશ ચોથામાં પણ આવે, વીતરાગી દૃષ્ટિ છે ને... આહા.... હા...! મુનિપણું એ તો... ખાસ ભગવાનના જાણે પુત્ર હોય ને..! વા૨સ હોય ને જાણે... વીતરાગના (વીતરાગતાના વારસદાર ! ) ( શ્રોતાઃ) ગૌતમને, ભગવાનના પુત્ર કહેવામાં આવે છે.. ! ( ઉત્ત૨:) એમ કહેવાય ને! ‘સર્વજ્ઞપુત્ર’ કીધા છે. ગૌતમ ‘સર્વજ્ઞપુત્ર’ છે. એ આ અપેક્ષાએ. આહા... હા..! અંતરમાં ચાર જ્ઞાન પ્રગટયાં! વીતરાગી દશા! શરીરમાં વીતરાગી બિમ્બ ઢળી ગ્યું...!! આહા...! ‘ઉપશમરસ વરસ્યા રે, પ્રભુ તારા નયનમાં..! ‘ જેની આંખ્યમાં, શરીરમાં ઉપશમરસ! ભગવાનને જેમ સમરસ છે (એમ ) એવો મુનિને છે! બાપુ, એ કોઈ અલૌકિક વાતું છે. હજી તો પંચમભાવ, ત્રિલોકનાથમહાસત્તા (ની વાત બેસે નહીં). બધું થઈને મહાસત્તા (એમ) નહીં, પણ પોતે મહાસત્તા ! એટલે મહાહોવાપણે પદાર્થ ( અસ્તિપણે છે ). એનો પણ જેને સ્પર્શ નથી, એનો આદર નથી એનો આશ્રય નથી, ત્યાં તો વીતરાગ-ભાવની શરૂઆત પણ નથી. આહા... હા... હા...! શું કહે છે... ? એ વીતરાગ ભાવ ભગવાનનો છે, એથી બીજા મુનિઓમાં વીતરાગ ભાવ આવે એમાંથી એમ નથી. આહા... હા... !
.
(અહીંયાં કહે છે કેઃ ) ‘ સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે. (તેમનું) સ્વભાવસિદ્ધપણું તો તેમના અનાદિનિધનપણાને લીધે છે.” ઈ તો અનાદિ-અનંત જિનસ્વરૂપ છે. (આત્મા) અને ૫૨માણુ પણ અનાદિઅનંત સ્વભાવસિદ્ધ છે. કાલાણુ પણ અનાદિ અનંત સ્વભાવસિદ્ધ છે. છ એ દ્રવ્યો જાતિ તરીકે છે. છે પણ છે અનંત સંખ્યા તરીકે. એ અનંત અનાદિ- અનંત પોતે છે. કા૨ણ કે અનાદિનિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી.” શું કહે છે... ? જે જીવ અનાદિઅનંત છે આદિ ને અંત રહિત છે. તે અનાદિ અનંત હોવાથી તેની સિદ્ધિ માટે અન્ય સાધનની જરૂર નથી. બેનના શબ્દમાં તો આવ્યું છે ને...! ( બહેનશ્રીનાં વચનામૃત’ બોલ. ૨૫૧. ‘દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી ન પડે.') દ્રવ્ય એને કહેવાય કે એના કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી પડતી નથી. આહા... હા... હા..! એ અનેરા દ્રવ્યને લઈને એવું પ્રગટે છે એમ નથી. એનું હોવાપણું તો અનાદિ અનંત છે. અને અનાદિ- અનંતને આશ્રયે જે દશા પ્રગટી તે ‘સત્’ પોતાનું છે. એ ૫૨ને લઈને ઉત્પન્ન થાય છે, એમ નથી. કારણ વસ્તુ જે દ્રવ્ય ને ગુણ અનાદિ અનંત છે, તેમ પર્યાય ( પણ ) અનાદિ અનંત છે, ભલે એક સમયની સ્થિતિ ભલે હો. એ અનાદિ અનંત પર્યાય છે છે છે છે છે. એની કંઈ ઉત્ત્પતિનું કારણ (બીજું કોઈ દ્રવ્ય છે નહીં). વસ્તુ જેમ અનાદિ અનંત, ગુણ અનાદિ અનંત, પર્યાય પણ ક્રમસરમાં અનાદિ અનંત આહા...હા! એવા અનાદિ અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને, પરની અપેક્ષા હોતી નથી. આહા...હા! તત્ત્વને સમજ્યા વિના એમ ને એમ ઉપરટપકેથી એકાંત, એકાંત છે એમ કહી નાખવું! આહા...! મોટી જવાબદારી છે પ્રભુ! આ બધું વહ્યું જશે !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com