________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
22 - 1îe
પ્રવચનસાર પ્રવચનો ૨૦૧
ત્યાં મલ્હારગઢ (અમે ) ગ્યા' તા ને...! તમે હતા? મલ્હારગઢ નહીં. નહો' તા. ગ્યા તે દી' ઢોલકા વગાડનાર, એ લોકોમાં એવું છે. મૂર્તિનો વિરોધ જ કરે. મૂર્તિનો વિરોધ કરવા માંડયો ગાવામાં. ભગવાનભાઈ શેઠે કહ્યું મારા' જ બેઠા છે! માણસને પક્ષ થઈ જાય છે. પછી સૂઝ પડતી નથી. (એ વિરોધ કરે ) અને પાછું એનાથી જુદું જિનબિંબ ને જિનપ્રતિમાથી ધરમ થાય એમ પાછા માને. એ ય પણ (પક્ષ લઈને બેઠા છે) આવો મારગ બાપા! બહુ! અલૌકિક મારગ છે! (એકકોર એવું આવે ) ભગવાનની ભક્તિ કરીને પાપ બાંધે, એવું આવ્યું છે ને...! (અને એકકોર કહે) અને જિનબિંબના દર્શનથી નિદ્વત અને નિકાચિત કર્મનો (અભાવ થાય.) એ તો એવો શુભભાવ છે તીવ્ર. સમ્યગ્દષ્ટિ (ની ) દષ્ટિ સહિતની વાત છે હોં. (દષ્ટિ) છે એટલે એને આંહી કર્મનો રસ નથી ઘટી જાય છે નિદ્ભુત ને નિકાચિત હોય એમાં ય પણ આહા... હા! સમ્યગ્દર્શન સહિતની વાત છે હોં! એકલાં દર્શન ભક્તિ કરે ઈ કાંઈ.... આહા... હા !
(કહે છે કેઃ) આ ત્રિલક્ષણ પદ્ધતિમાં પ્રવર્તતું દ્રવ્ય છે તેની દૃષ્ટિ સહિતના પરિણામ (જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના તેની વાત છે.) આ કોઈ પક્ષ નથી, આ કોઈ પંથ નથી, વાડો નથી બાપુ! આ તો અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, મુનિઓ, સંતો જે પંથે ગયા એ પંથ છે આ. આમાં કોઈ પક્ષ નથી. (કોઈ કહે) કે મૂર્તિને સ્થાપે તો એણે ત્યાં જડ સ્થાપ્પા. પણ બાપુ, ઈ જડ તો છે. (છતાં શુભના નિમિત્ત છે.) એને જ્ઞાનીઓએ પણ સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી ( અશુભ વંચનાર્થ) સ્વઅવસર છે ને...! એ સમયે એ (ભાવ) આવે એને ભાઈ ! તે તે સમયે એ આવે, છતાં ( તેની દષ્ટિનું જોર ત્યાં નથી. એ પરિણામમાં વર્તુતું જે દ્રવ્ય છે ત્યાં દષ્ટિ છે. આહા...હા...હા ! આડફાટ !! કટકા થઈ જાય બે! રાગ અને ભગવાન (આત્મા) બે ભિન્ન !! આહા..હા...હા !
અહો ! પર્યાયમાં વર્તતું દ્રવ્ય છે. અને એ ત્રિલક્ષણ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વભાવ છે.
66
સ્વભાવમાં વર્તતો સ્વભાવવાનું આહા.! તેના ઉ૫૨ દષ્ટિ જતાં એનું અનુમોદન થાય છે કે આ’ છે. એને આનંદ આવે છે. તે તે સમય થાય માટે એને પુરુષાર્થ નથી એમ નથી, પ્રભુ! આહા.. હા ! તે તે સમય પરિણામ થાય ( ક્રમબદ્ધ) બાપુ ! આઠ વરસનો બાળક હોય કે આઠ વરસની દીકરી હોય. તે પણ સમકિત પામે છે. આહા...હા...હા! આઠ વરસની દીકરી હોય તે સમકિત પામે ને છોકરો હોય તો તે કેવળજ્ઞાન પણ પામે. આહા.. હા ! કેમ કે અંદર આત્મપત્તો છે ને...! અને પત્તામાં -અસ્તિત્વમાં – મૌજુદગીમાં અનંત અનંત ધ્રુવસ્વરૂપ છે... ને...! ભલે ઈ ઉત્પાદ વ્યય- ધ્રૌવ્ય ત્રણ લક્ષણમાં વર્તે, છતાં એ કાયમ રહેનારું દ્રવ્ય એમાં વર્તે છે ઈ દ્રવ્ય છે ને...! આહા... હા! એ દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ જતાં દ્રષ્ટિ જાય જ તે. અહીંયાં તો ત્રણલક્ષણ પદ્ધતિમાં પ્રવર્તતું દ્રવ્ય એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય '. આહા...હા...હા ! આવું છે.
-
અહીંયાં તો એમ કીધું કે પોતપોતાના અવસરે પરિણામ થાય, આઘા-પાછા નહીં. વર્ણીજી હારે મોટી ચર્ચા થઈ. વર્ણીજી કહે કે એમ નહીં. એક પછી એક પરિણામ થાય પણ ‘આ જ' થાય Please inform us of any errors on rajesh@Atma Dharma.com