________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૫ મગજમાં છે કંઈક! એમ કે આ રીતે આમ કહ્યું છે પણ એ વ્યવહાર છે. (શ્રોતા ) કર્મના અભાવથી થાય છે. (ઉત્તર) હું, એ તો થાય છે, એ તો ઠીક! બીજું છે કંઈક, ઈ તો ચાર કર્મના ક્ષયથી... (શ્રોતાઓ) અકર્મદશા.. . (ઉત્તર) ઈ તો ખ્યાલ છે, બીજું કંઈક છે ભાષામાં. સિદ્ધાંત એનેઃ (આપ્યો છે) બહુ સારો છે. થોડું પણ સત્ય હોવું જોઈએ ભાઈ ! લાંબી લાંબી વાતો કંઈ મોટી (કરે ) ને સત્ય કાંઈ હાથ ન આવે. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય સત્ એ ઉત્પાદભાવથી અનેરો વ્યયભાવ, એના અભાવસ્વભાવે ઉત્પન્ન (ઉત્પાદ) છે. આહા... હા! (શ્રોતા:) કેવલજ્ઞાની ભગવાન ભાવશ્રુતથી દિવ્યધ્વનિમાં જ્ઞાન આપે છે. (ઉત્તર) ઈ તો આપે છે. એ તો બધી ખબર છે, ભાવકૃતથી આપે છે. બીજી વાત છે, મગજમાં આવે છે પણ (શ્રોતા:) એનો અભાવ સ્વભાવ છે ઈ (ઉત્તર:) અહીં ના. એ તો અભાવ છે. (શ્રોતા ) અભાવસ્વભાવે કહ્યું પણ જડનો અભાવ થયો નથી (ઉત્તર) ના, ના. એ તો બધી ખબર છે, પણ બીજું છે. એ શ્રુતજ્ઞાનનો ઉપદેશ પણ કોણ આપે? એ તો પહેલું કહી ગ્યા. ને!
આહા.... હા! તે વખતે તે પરમાણુનો અવસર, ભાષા થવાનો સ્વઅવસર છે. તે પ્રગટે (છે) ભાષા. તે જ અવસરે, તે જ કાળે, તે જ રીતે દિવ્યધ્વનિ થાય. તેનો પૂર્વની પર્યાનો તે ભાવથી અનેરો ભાવ (એટલે) નહોતી પર્યાય થઈ એ અનેરો ભાવ એ ભાવના અભાવ સ્વભાવે ભાષા થઈ છે. ભગવાને ભાષા કરી છે એમ નથી. ભાવિના ભાગ્યને લઈને થઈ છે એમે ય નથી. આહા... હા ! (શ્રોતાઃ) ભવિના ભાગ્ય માટે તો કહેવાય છે. (ઉત્તર) એ તો કીધું ને. એ બધી નિમિત્તથી વાતું બાપા !
(કહે છે કેઃ) સમય, સમયનું સત્. ઉત્પન્ન. સ્વતંત્રપણે, ભાવાંતર જે પૂર્વનો સંહાર એના અભાવસ્વભાવે ઉત્પન્ન થાય. એ વસ્તુની સ્થિતિ છે. બાકી બધું નિમિત્તથી થાય ને આમથી થાય ને (એ બધા વ્યવહારથા કથન છે) (લોકો કહે ને) બે કારણે કાર્ય થાય. (એમ કહીને) વાંધા ઊઠાવે છે. “તત્ત્વાર્થ રાજવાર્તિક માં એવું આવે છે, બે કારણે કાર્ય થાય. અહીંયાં તો કહે છે કે એ બીજી ચીજ છે એવું જ્ઞાન કરાવ્યું છે. અહીંયાં સાધક રાગ છે એનાથી સમ્યગ્દર્શન થાય, સાધકથી સાધ્ય થાય એમ નથી પણ નિમિત્તથી કથન છે. બાકી તો સાધક જે શુભરાગ છે એનો વ્યય થઈને (સમ્યગ્દર્શન થાય છે). (શુભરાગ છે) એની રૂચિનો વ્યય થઈને – એ સમ્યકત્વી પર્યાયથી (શુભ) ની રુચિ છે તે અનેરો ભાવ છે – તેનો અભાવ થઈને સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. (વસ્તુનું સ્વરૂપ) આમ છે. ક્યાંય તમારા ચોપડામાં આવે નહીં. ક્યાંય, વેપારમાં આવે નહીં, અત્યારે તો સંપ્રદાયમાં ય આવતું નથી, પ્રભુ શું! આહા... હા ! અને એકાંત, એકાંત કરીને (આ વાતને લક્ષમાં ન લ્ય.) આહા... હા! માંડ બહાર આવ્યું અનેકાન્ત !! હળવે બોલો, ઉતાવળથી બોલો, સમજાય એમ બોલો એ બધી વાતું હો! આહા.. હા! અરે !
(કહે છે) આ પાનામાં ખ્યાલ ગ્યો અને જે જ્ઞાનની ઉત્પત્તિ થઈ, એ આનાથી નહીં. તે કાળે તે થવાની હતી તે ઉત્પાદ ચ્યો, અને બહુ કાર લ્યો તો પૂર્વની (પર્યાયનો) વ્યય છે – એના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com