________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૭ (કહે છે) માણસ મોટરમાં બેઠો છે. અને મોટર હાલે છે. એની પણ પર્યાય જે સમયે જે ઉત્પન્ન છે, તે ઉત્પાદ અને પૂર્વની પર્યાયનો સંહાર-અભાવ, એ ઉપાદાન (કારણ ) છે. એ બે લઈને (એટલે ઉત્પાદ-વ્યય) વ્યતિરેકો ધ્રુવને લઈને છે. ધ્રુવ એટલે અન્વય. અન્વયને લઈને એ છે. એમાં (મોટરમાં) બેઠેલો માણસ (માને કે) આને લઈને હું હાલું છું એમ ના પાડે છે અહીંયા. એ મોટરમાં બેઠો છે ને મોટર હાલે છે માટે હું આમ-આમ હાલું છું એમ નથી. એના પરમાણુની પર્યાયનો એ જાતનો ઉત્પાદ, પૂર્વનો વ્યય થઈને ઉત્પાદ થાય ને ધ્રુવને અવલંબે છે એનું સ્વતંત્રપણું છે. એ મોટરને (લઈને માણસ આગળ ગતિ કરે છે એમ નથી). એક જણો તો કહેતો” તો મશ્કરીમાં કે આપણે જઈએ છીએ મોટરમાં પણ મોટરને લઈને નહીં એમ સોનગઢવાળા કહે છે. કોઈ બ્રહ્મચારી હતો. એ વાત આવી હતી (અમારી પાસે ). સોનગઢની મોટર પેટ્રોલ વિના હાલે, અને એની મોટર પેટ્રોલથી હાલે! અરે! ભગવાન! શું કરે છે! (મરી જઈશ મિથ્યાત્વમાં) મોટરના પરમાણુ (ઓ) માં પણ જે પરમાણુઓની પર્યાય આમ ગતિ થવાની છે તે ઉત્પાદની પર્યાય, તે પૂર્વની પર્યાયનો સંહાર થઈ અને ધ્રુવના અવલંબનથી એ (ગતિની પર્યાય) નો ઉત્પાદ થાય છે. આહા. હા! ગજબ વાતો છે! (આ વાત અભિપ્રાયમાં બેસે તો) “આખો સંસાર ફેરવી નાખે.”
(અહીંયા કહે છે કેઃ) આવ્યું! “ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસનો જ ઉત્પાદ થાય. (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે; અથવા (૨) જો અસનો ઉત્પાદ થાય તો.” સંહાર વિના થાય, તો ઉત્પાદ થાય નહીં ને કાં ધ્રુવ કાંઈ નો' તું ને અધ્ધરથી ધ્યે આકાશના ફૂલ ચ્યાં. જો અસનો ઉત્પાદ થાય તો “વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે.” અ ને પર્યાયની ઉત્પત્તિને વખતે ધ્રુવપણું ન હોય તો શૂન્યમાંથી પણ ઉત્પન્ન થાય. આહા... હા! એક જણો અમારે કહેતો” તો મોતીલાલ વાણિયો ( હતો) વિલાસપુરનો નહીં! લાકડાનો ધંધો બોટાદ. “શૂન્યમાંથી ધૂન ને ધૂનમાંથી આ બધું મું” આહા. હા! પહેલું હતું શૂન્ય એમાં ઊઠી ધૂન્ય, ધૂનમાંથી થઈ આખી સૃષ્ટિ આ સ્થાનકવાસી હતો. કાંઈ ખબર ન મળે ! લાતી હતી લાકડાનો ધંધો.) મોતીલાલ! (કહેતો” તો) શૂન્યમાંથી ધૂન થઈ છે, ધૂનમાંથી આ જગત ધ્યું છે! અરે.. રે! આ તો કહે છે અનાદિથી જે જે પરમાણુ ને આત્મા (છ એ દ્રવ્યોની) જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય છે તેના (પૂર્વ પર્યાયના) સંહારથી ને ધ્રુવથી થાય. પરથી થાય એમ વાત બિલકુલ છે નહીં. આહા.... હા!
(લોકો કહે છે ને કે) હાથ જોડીને બેસી રહો, રોટલી, દાળ-ભાત એની મેળાએ થઈ જશે. (શ્રોતા:) હાથ જુદો પદાર્થ છે તેની પર્યાય જે થવાની હોય તે થાય (ઉત્તર) હાથને પણ કોણ કરી શકે છે. આમ રહેવું કે ન રહેવું ઈ હાથની પર્યાય છે. ખાલી બેસી રહો એની મેળે દાળ-ભાત થઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com