________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૧ છે થોડું' ક! એથી તો આ ફરીને લીધું!!
(અહીંયાં કહે છે કે, “ત્યાં (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય.” માટીના પિંડનો ઘડાની ઉત્પત્તિ વિના-ઘટની ઉત્પત્તિ વિના, એકલો માટીના પિંડનો સંહાર શોધે (તો) એ નહીં મળે. અને જેમ એ મૃત્તિકાપિંડનો સંહાર ન થાય. “તો બધાય ભાવોનો સંહાર જ ન થાય.” ભાવોનો સંહાર જ ન થાય. (દષ્ટાંત તરીકે) કપડું છે એક કપડું છે. કપડું મેલવાળું, હવે ઈ મેલવાળામાં એકલો મેલ શોધવા જાય તો, સફેદપણાની (સ્વચ્છપણાની) પર્યાય (ની ઉત્પત્તિ ) વિના, એકલા મેલનો નાશ સિદ્ધ નહી થાય. સફેદપણાની (સ્વચ્છપણાની) ઉત્પત્તિ વિના, મેલનો સંહાર સિદ્ધ નહીં થાય. અને કાં” પોતે વસ્ત્ર (કપડું) છે એનો સંહાર - નાશ થશે. આહા....હા! વસ્ત્રની જેમ (દરેક ભાવોમાં છે.) ચીમનભાઈ ! સાંભળ્યું નો હોય ક્યાંય મુંબઈ–મુંબઈમાં, હિંમતભાઈએ ય. ભક્તિ-ભક્તિ બઘા ગોઠવે પણ (આ તત્ત્વ નહીં.) આ તમારા બાપ શ્રીમદના ભગત હતા. જોયા છે ને અમે વહોરવા એમને ત્યાં વહોરવા (જતા) ડેલામાં, હિંમતભાઈ હતા નહીં, કામ્પમાં હો (વઢવાણ કેમ્પમાં) આહા... હા!
દેવ ને ગુરુને શાસ્ત્ર ન હોય, તો સમકિતની ઉત્પત્તિ ન થાય એમ નહીં. (એટલે) દેવ-ગુરુને શાસ્ત્રન હોય તો સમકિતની ઉત્પત્તિ હોય નહીં. ( પરંતુ) મિથ્યાત્વનો વ્યય ન હોય તો સમકિતની ઉત્પત્તિ ન થાય. આહા. હા. હા. હા! સમજાણું કાંઈ ?
(કહે છે) અને સંહાર એકલો ગોતવા જાય, તો “સ” છે એનો (અભિપ્રાયમાં) નાશ થશે. સત્ છે ને બધું (ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ત્રણેય સત્ છે.) તો ઉત્પાદ કારણ વિના સંહાર સિદ્ધ નહીં થાય ને ઉત્પાદ કારણ વિના સત્નો નાશ થશે. (જો) એકલો સંહાર ગોતવા જઈશ તો. ધ્રુવ (પણા) નો પણ નાશ થશે. આહા...હા...હા ! આચાર્યોએ ! (ગજબ કામ કર્યા છે, જગત પર કરુણા વરસાવી છે.)
(અહીંયાં કહે છે કે:) “અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય.” એ દોષ આવે.”કેમકે એકલો સંહાર જોવા જાઓ, તો ઉત્પત્તિને ધ્રુવ વિના સંહાર મળશે જ નહીં. અથવા ચીજનો (સત્નો) નાશ થઈ જશે. આહા... હા! એ દોષ આવે. “અથવા (૨) જો સનો ઉચ્છેદ થાય.” હવે આનું – ધ્રુવનું લીધું. “તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય.” ચૈતન્ય લીલું જોયું ભગવાન આત્મા! જો સંહાર એકલો ધ્રુવ વિના હોય, તો ધ્રુવનો ચૈતન્યનો જ નાશ થાય છે. આહા.... હા ! એ સમકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વના વ્યયને કારણ (વળી) મિથ્યાત્વના વ્યયને કારણ-સંહારને ઉત્પત્તિ કારણ અને ઈ ઉત્પત્તિના કારણમાં સત્ છે. ઈ વ્યતિરેકો છે ઈ અન્વયને અવલંબીને છે. જો ઈ વ્યતિરેકો ન માનો તો ધ્રુવ (જ) સિદ્ધ નહીં. થાય. ધ્રુવ પાસે અન્વય – કાયમ રહેનારું તત્ત્વ. ઉત્પાદને વ્યય, વ્યતિરેક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com