________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૮ પાડે કે) બે કારણે કાર્ય થાય, અરે, બે કારણે કાર્ય થાય. આહા ! ઈ તો બીજું ઈ છે એનું જ્ઞાન કરાવવા. બીજું છે એને આરોપથી (નિમિત્તે કહ્યું છે, પણ જ્ઞાન કરાવવા (કહ્યું છે) “તત્ત્વાર્થ રાજવાર્તિક' માં આવે છે ને..! (બે કારણથી કાર્ય થાય છે) પણ બીજું કારણ છે માટે અહીં ઉત્પત્તિ થઈ એમ નથી. ઉત્પત્તિ તે સમયે પોતાથી, પૂર્વના વ્યયથી ને ધ્રુવના આશ્રયથી (થઈ છે.) ઉત્પત્તિ તે સમયે જે નિમિત્ત હોય તેને ઉચિત નિમિત્ત કહેવામાં આવે છે. આહા.... હા!
આહાહા..હા ! કોણ રાખે પણ ક્યાં? અહીંયા તો એક દ્રવ્ય બીજાને અડતું નથી. ઈ તો ત્રીજી ગાથા (“સમયસાર') માં સિદ્ધ કર્યું. આહા. હા ! એક (એક) દ્રવ્ય, પરમાણુ કે આત્મા, પોતાના ગુણને પર્યાયને ચુંબે છે. પર દ્રવ્યને અડતું નથી. (“સમયસાર” ગાથા-૩ ટીકાઃ- “કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચૂંબે છે- સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.) આહા... હા! હવે ઈ અડતું નથી એવું જે દ્રવ્ય, તે એનો સ્વભાવ ઉત્પાદ- વ્યય ને ધ્રુવ (છે.) આહા.... હા ! હવે એના, એનામાં ઊપજે એનો સ્વભાવ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. તેમાં એક પર્યાયની ઉત્પત્તિ વ્યય એના ધ્રુવ વિના ન હોય, એ... વિના ન હોય એમ ખરું (પણ) નિમિત્ત વિના ન હોય એમ નથી. આહા.... હા ! કો મીઠાલાલ જી! આવી વાતું છે! ભગવાન સ્પષ્ટ કરે છે. ભગવાને સ્પષ્ટ કર્યું છે ને! આહી. હા! ભગવાન બોલે છે ઇ! આત્મા બોલે નહી, વાણી બોલે. (પણ નિમિત્તથી કહેવાય કે ભગવાન બોલે છે.) વાણીનું પણ માહાભ્ય છે ને...!
(કહે છે કે, બીજા શ્લોકમાં આવ્યું છે ને..! (“સમયસાર') વનંતધર્મસ્તત્વે પશ્યન્તી પ્રત્યાત્મિનઃા નેજોમયી મૂર્તિર્નિત્યમેવ પ્રવેશતાન તા રા સર્વજ્ઞ અનુસાર અને અનુભવસિદ્ધ, વાણીમાં અનુભવસિદ્ધ શબ્દ વાપર્યો છે ને..! અનુભવ-સિદ્ધની વ્યાખ્યા કરી. સર્વજ્ઞઅનુસારિણી વાણીએ અનુભવસિદ્ધની વ્યાખ્યા કરી. એ સર્વજ્ઞને અનુસારિણી, નિમિત્તથી (કહ્યું.) વાણી ! એ પણ પૂજ્ય છે ત્યાં એમ કહ્યું. વ્યવહાર પૂજ્ય છે! નિશ્ચય તો સ્વભાવ (પૂજ્યછે.) આવી વાત (ચોખ્ખી) એમાં તકરારું કરે! વિરોધ કરે ! એય આમ છે ને તેમ છે (બોલે, છાપે) ગમે ઈ કરો બાપુ! અહીં તત્ત્વ ફરે એવું નથી. આહા...હા...હા હવે તો છોકરાંય નાના નાના વાતું કરવા શીખ્યા છે આહા... હા ઘણાં વરસથી ચાલ્યું છે ને... (શ્રોતા ) મોટા ધંધો કરે ને છોકરાંવ વાતો શીખે... (ઉત્તર) અહા... હા ! મોટાં ધંધો કરે એમ ને છોકરાંઓ ભણે. છોકરાંવને ભણએટલે નિવૃત્તિ મળી ઘણી. આને ધંધા આડે મુંબઈનો ધંધો, કામ્પનો ધંધો, ધંધા કેટલા! આ તો ચીમનભાઈનો દાખલો આપ્યો આ ફેરે. એમ દરેકને છે. આહાહા ! દુકાન બે-ચાર કરે ને હારે..! મુંબઈ દુકાન ને ગયા દુકાન ને આ હીરાભાઈએ નહોતી કરી ! (એમનો ) કાન તૂટી ગ્યો ને.! હીરાભાઈ તો મોટા ગૃહસ્થછે. ગયામાં દુકાન, મુંબઈ દુકાન, જામનગર દુકાન, ભાવનગર દુકાન, આહા..હા ! મોટા માણસ, નરમ માણસ છે! એટલુ કપાઈ ગ્યું આ ઊંહકારો કર્યો નથી એણે એ વખતે ઉંકારો કર્યો નહીં ને આંખમાંથી આંસું નહીં. “જ્ઞાયક' બસ આમ બોલ્યા! થવું તે થયું ભાઈ ! એ થાય છે. થાય તે થાય છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com