________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૭ અને ઠીકરાની ઉત્પત્તિનું મૂળ ઘડાની ઉત્પત્તિ છે એનો સંહાર (ઘડાનું ફૂટવું) એ સંહાર તે આનું કારણ છે. આહા...હા! (ઘડા ઉપર) લાકડી પડી માટે (ઘડાનો) ભૂકો થયો એમ નહીં એમ કહે છે. આહા...હા! બહુ વિચારવા જેવું છે! આહા...હા !
(કહે છે કે“માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે અને અન્વયના અવસ્થાન સાથે.” ટકવાના અવસ્થાન સાથે “અવિનાભાવવાળું, જેને નિર્વિન (અબાધિત) ત્રિલક્ષણપણારૂપ લાંછન.” આહાહા! તે તે દ્રવ્યનું ત્રણ લક્ષણ (પણારૂપ) ચિન્હ, એ દ્રવ્યના ત્રણ લક્ષણ-ચિન્હો, આહા...હા! ત્રણ લક્ષણ ચિન્હો તેનાથી પ્રકાશમાન છે.” એવું અવશ્ય સંમત કરવું!! આહાહાહા ! બહુ ગાથા! (અલૌકિક !) આહાહા!
(કહે છે) હવે આ કહે કે હું પરની દયા પાળું. પોતે છે કે ટકવું એનું જે છે એ એની પર્યાયની ઉત્પત્તિનો કાળ છે માટે ટકે છે. અને એનો નાશ થાય. (ક્યારે કે ) પૂર્વની પર્યાયનો વ્યય-નાશ થાય ત્યારે એનો નાશ થાય (છે), આ કહે કે હું એનો નાશ કરું. (અજ્ઞાની માને કે ) હું એને જીવાડું ને હું એનો નાશ કરું. બેય સિદ્ધાંત જૂઠા છે. હું એને જીવાડું' તો એની પર્યાય જે ઉત્પાદ છે એનાથી થઈ છે એને ઠેકાણે આ કહું કે હું ઉત્પાદ કરું, પછી ઉત્પન્ન થઈને મરણ થાય છે- દેહ છૂટી જાય છે ત્યારે એ શું (મરણ ) એનાથી થાય છે કે હું એનો નાશ કરું માને છે? નાશ (અર્થાત્ ) વ્યય એનાથી થાય
.. ઈ સાંભળે છે. કીધું કે મારગ તો આ છે. સાંભળવું હોય તો સાંભળો! આહા... હા ! ઈ સો ગાથા (પૂરી થઈ ). સો એ પૂરું કર્યું! આહી.. હા ! પૂરી સ્વતંત્રતા સોએ સિદ્ધ કરી. પૂરી સ્વતંત્રતા ઉત્પાદની, જે જે ક્ષણે ઉત્પાદ થાય, તે તે ક્ષણે તેને બીજા નિમિત્તની અપેક્ષા છે નહીં. અને તે પણ ઉત્પાદ થાય, એ એના અવસરે જ ઉત્પાદ થાય. આઘો-પાછો નહીં આહા.... હા! તેના અવસરે જ પર્યાયની ઉત્પતિ તે દ્રવ્યની થાય, એને ઉત્પાદન નિમિત્તની બિલકુલ જરૂર નહીં. એના સ્વભાવને ધ્રુવનો આશ્રય ખરો. એનો ને એનો સંહાર ને ધ્રુવનો આશ્રય (એ બે કારણ ખરા) અને તે તે દ્રવ્યની પર્યાયનો વ્યય, એને એના ઉત્પાદ ને ધ્રુવનું કારણ (છે.) પણ લાકડીએ આ (કાચનું ઝુમર) તોડી નાખ્યું, કે (હાથે કે દાંતે ) રોટલીના કટકાં કર્યા! (એમ નથી) આહા... હા! રોટલીપણે જે પર્યાય ઉત્પાદ હતી, એનો નાશ થતાં કટકા થયા. એ (કટકાની) ઉત્પત્તિ થઈ. જે ઉત્પાદ હતો તેનો સંહાર થયો ત્યારે કટકા થયા. રોટલી આખી હતી ઉત્પાદરૂપે, એના કટકા થયા, ત્યારે ઉત્પાદનો નાશ થયો અને કટકાની ઉત્પત્તિ થઈ. દાંતને લઈને કટકાની ઉત્પત્તિ થઈ એમ નથી. રોટલીના કટકા દાંતને લઈ ને થયા, એમ નથી. આવી વાતું છે! ભાઈ ! ત્યાં તમારે દુબઈ–દુબઈમાં ક્યાં વાત હતી આ દુબઈમાં ! પૈસા મળે ત્યાં બસ! આહા.... હા! શું પ્રભુનું તત્ત્વ!! આહા..! એનો આત્મા પોકારે ને કબૂલ કરે. આહા... હા! નિઃસંદેહ! આવી ચીજ (આત્મા) છે. લાખો પંડિતો વિરોધ કરે આખો (અને બૂમો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com