________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૬ (અહીંયા કહે છે કે ) “માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે અને અન્વયના અવસ્થાન સાથે અવિનાભાવવાળું.” માટે દ્રવ્યને. એ દ્રવ્ય છે ત્રણ થઈને. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તરીકે તો દ્રવ્ય છે. ને ત્રણ છે (તે) એના અંશ છે. એ (અંશ) એક એક દ્રવ્ય નથી. ઉત્પાદ, વ્યય ને ધ્રુવ-એક એક દ્રવ્ય નથી. ધ્રુવ પણ એક દ્રવ્ય નથી. (સમગ્ર દ્રવ્ય નથીઅંશ છે.) આહા.... હા! જે ધ્રુવ દષ્ટિમાં –નિશ્ચયનયની દષ્ટિનું જે ધ્રુવ છે અને અહીંયા એ ધ્રુવને અંશ તરીકે કહ્યું છે. કારણ કે ઓલા (ઉત્પાદ-વ્યય) બે અંશ ખરા ને...? એટલે ધ્રુવને (પણ અંશ કહ્યું છે) દ્રવ્યના ત્રણ અંશ છે. અહીંયા તો જ્ઞાન કરાવવું છે ને..! ને ત્યાં તો દષ્ટિ કરાવવી છે (“જ્ઞાનઅધિકાર” માં તો ધ્રુવને અભેદ કહ્યું છે.) આ જ્ઞાન અધિકારમાંથી “શયઅધિકાર' માં જ્ઞાનપ્રધાન સમકિતની વાત છે. આહા... હા!
(કહે છે કેઃ) સર્વ “દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે.” એક પછી એક ભિન્ન ભિન્ન અવસ્થા સર્ગ (ઉત્પાદ) સાથે, અને “પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે ” અને અન્વયના અવસ્થાન સાથે.” કાયમ રહેનારું ધ્રુવનું અવસ્થાન (નીચે ફૂટનોટમાં) અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે “અવિનાભાવવાળું” ત્રણેના અવિનાભાવપણે છે. ઉત્પાદ વિના વ્યય નહિ, વ્યય વિના ઉત્પાદ નહિ, ઉત્પાદ વિના ધ્રુવ નહિ, ધ્રુવ વિના વ્યય નહિ, ધ્રુવ વિના ઉત્પાદ નહિ. આહા... હા ! વીતરાગ મારગ બહુ ઝીણો! મૂળ તત્ત્વની અંદરની (ખબર નહિંને....) આમાં તો ત્યાં સુધી કહ્યું એની પર્યાય ઉત્પન્ન છે ઈ બીજાથી તો નહીં. બીજાથી તો એ પર્યાય ન થાય.” પણ એના વ્યય વિના ન થાય ને ધ્રુવ વિના ન થાય. આહા..હા...હા! અને વ્યય પણ, કોઈ કરે તો નાશ થાય (જેમ કે) લાકડી મારીને ઘડાનો ભૂકો થયો એટલે એનાથી વ્યય થયું? ના. આહાહા ! એ માટીનો ઘડો (આખો) હતો એના કટકા થયા ઈ સંહાર, ઓલી ઉત્પત્તિનું કારણ સંહાર સંહારનું કારણ ઉત્પત્તિ, ઉત્પત્તિને સંહાર બે ય વ્યતિરેક- એ વ્યતિરેક કારણ (અન્વયઃ વિના)-માટી વિના એ હોઈ શકે નહી. આહાહા ! ચીમનભાઈ આવું છે! આ જૂના દિગંબર છે બધાય, દિગંબરો છે ને...! આ વળી સ્થાનકવાસી લ્યો! ન્યા સાંભળ્યું” તું આવું! આહાહા ! (શ્રોતા:) ઉત્પાદ-વ્યય-ધ્રુવ તો મૂલ પાયાકી બાત હૈ..! (ઉત્તર) મૂળ પાયો, વસ્તુ ઈ છે ને..! ત્રિપદી!! શ્વેતાંબરમાં ય આ વાત છે ભગવાને ત્રિપદી કીધી એવું આવે છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ એવું આવે છે. (અર્થાત્ ) ત્રિપદી કીધી ત્રિપદી-ઉત્પાદ-વ્યય નેધ્રુવ! પછી તો શાસ્ત્રો બનાવ્યા કલ્પિત ! આહા..! આપણે એમ આવે છે, ભગવાને ત્રિપદી કીધું એવું આવે છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ.
(કહે છે) દરેક વસ્તુ ત્રિપદી છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. એ અનંત પદાર્થપોત-પોતાને કારણે ઉત્પાદ-વ્યય ને ધ્રુવથી છે. એના ઉત્પાદન માટે બીજા બધાની અપેક્ષા નથી. તેના વ્યય માટે બીજા (કોઈ પદાર્થની જરૂર નથી.) ઘડા ઉપર લાકડી પડી ને ઘડો ફૂટયો ( એમ નથી.) ઠીકરાની ઉત્પત્તિનો ઉત્પાદ, ઘડો ફૂટવાનું સંહાર કારણ છે. આહા.... હા.. હા! શું કીધું ઈ ? ઘડાની ઉત્પત્તિ, એનો નાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com