________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૪ -સર્વજ્ઞપણું નથી તેને અભાવરૂપ–સંહારરૂપ-વ્યયરૂપ એને એણે માન્યું નહીં. સર્વજ્ઞ થવામાં પૂર્વની પર્યાયનો વ્યય છે એ માન્યું નહીં (એટલે) સર્વજ્ઞ (પણું) માન્યું નહીં ને ધ્રુવ (દ્રવ્ય) ય માન્યું નહીં. સર્વજ્ઞ જે પર્યાય છે (તે) સર્વજ્ઞાત્રિકાળી સ્વભાવમાંથી આવે છે. ત્રિકાળી સ્વભાવ, સર્વજ્ઞસ્વભાવ છે. આહા... હા! ઝીણું છે ભઈ આ ઝીણું! સાંભળે તો ખરા. આહા...!
(કહે છે) આત્મામાં અનંત આનંદ જયારે પ્રગટે છે. ત્યારે એ પર્યાયમાં પ્રગટે છે). પર્યાય છે ને...! અતીન્દ્રિય આનંદની સિદ્ધિ, પૂર્વની દુઃખની પર્યાયનો અભાવ ન હોય તો આનંદની પર્યાયની ઉત્પત્તિ થાય નહીં. સંહારકારણ વિના ઉત્પત્તિ હોઈ શકે નહીં. કારણ કે સર્વજ્ઞસ્વભાવ ઉત્પન્ન થયો એનું પૂર્વઉપાદાન કારણ કોણ? એ પૂર્વની અપૂર્ણ પર્યાય (-અસર્વજ્ઞપર્યાય) હતી તેનો ક્ષય થયો એનો ક્ષય થતાંજ કેવળજ્ઞાનમાં અપૂર્ણસ્થિતિ પણ રહે અને પૂર્ણસ્થિતિ પણ રહે. એમ નહીં. સમજાણું કાંઈ? ઝીણી વાત છે બાપુ, આ તો મારગ જુદી જાત છે! અત્યારે? ગરબડ હાલી બધે ! અરે ! ઝીણું વીતરાગનું તત્ત્વ! સર્વજ્ઞ પરમેશ્વર!! આહાહા!
(કહે છે કે ) અનંત આનંદની ઉત્પત્તિ એકલી ગોતવા જા તો પૂર્વના દુઃખના અભાવ થયા વિના એ (આનંદની) ઉત્પત્તિ નહીં સિદ્ધ થાય. અને ધ્રુવ વિના – કારણકે એ તો ક્ષણિક ઉત્પન્ન થયું - સર્વજ્ઞપણું પણ ક્ષણિક ઉત્પન્ન થયું છે – એ તો વ્યતિરેક છે, તે વ્યતિરેક કાયમ રહેનારી ચીજ (ધ્રુવદ્રવ્ય) વિના વ્યતિરેક સિદ્ધ થશે નહીં. હસમુખભાઈ હવે આવ્યા? ઠીક! કો ” હસમુખભાઈ ! આવું ઝીણું છે! આહા... હા! પ્રવચનસાર ! દિવ્યધ્વનિ ! ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ નીકળી!! આહા... હા! એ પણ દિવ્યધ્વનિની ઉત્પત્તિ એના પહેલાના (ભાષા) વર્ગણાના વ્યય વિના, વણાની પર્યાયનો વ્યય થયો, ભાષાની પર્યાય થઈ. એકલી ભાષાની પર્યાય ગોતવા જાય, વ્યય અને ધ્રુવ વિના નહીં સિદ્ધ થાય. તેમ એકલું ધ્રુવપરમાણુ જ જો એકલું સિદ્ધ કરવા જાવ, (તો તે) પરમાણુ વ્યતિરેક વિના સિદ્ધ નહીં થાય. વ્યતિરેક એટલે ઉત્પાદ ને વ્યય. અને અવય એટલે કાયમ રહેનારી ચીજ. આહા..! અન્વયે વિના વ્યતિરેક નહીં ને વ્યતિરેક વિના અન્વયે નહીં. આહા... હા ! ઓહોહોહો! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છે કેઃ) “વ્યતિરેકો સહિત સ્થિતિનો-અન્વયનો-તેને અભાવ થવાને લીધે સ્થિતિ જ ન થાય; અથવા તો ક્ષણિકનું જ નિત્યપણું થાય. આહા.... હા ! એકલી સ્થિતિ ગોતવા જાય તો ક્ષણિક નિત્ય થઈ જાય, અને કાયમ રહેનાર ત્યાં સિદ્ધ ન થાય. ઝીણી વાત છે થોડી ' ક! શું કીધું? કેવળ ટકતું તત્ત્વ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની વ્યતિરેકો એટલે ઉત્પાદ અને વ્યય. સહિત સ્થિતિનો – અન્વયનો તેને અભાવ થવાને લીધે, વ્યતિરેક વિના એકલી સ્થિતિનો અભાવ થવાને લીધે.” પર્યાય વિનાનું એકલું દ્રવ્ય સિદ્ધ થતું નથી માટે. આહા.... હા! પર્યાય પોતે નિર્ણય કરે છે ને વસ્તુનો. નિર્ણયની પર્યાયને મિથ્યાત્વની પર્યાય, બેય વ્યતિરેક છે. એ બે ન હોય તો ધ્રુવ ન હોય. વ્યતિરેક ભિન્ન ભિન્ન છે ધ્રુવ કાયમ રહેનાર – ટકતું છે. વ્યતિરેકો ધ્રુવના વ્યતિરેકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com