________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૩ એક વ્યય (રૂપ) છે, એક ઉત્પાદરૂપ છે. બે ભિન્ન ભિન્ન છે. એનું એકરૂપ, એક વસ્તુ-ધ્રુવ વિના એ ભિન્ન ભિન્ન સિદ્ધ નહીં થાય. અને ભિન્ન ભિન્ન સિદ્ધ વિના એકલું ધ્રુવ સિદ્ધ નહીં થાય. આહા. હા! આવું તો બહુ સારી વાત છે! અંદરમાં બેસવાની વાત છે બાપા! આ એવી વાત છે! તારે જો ધરમ જોઈતો હોય તો ધરમની પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવ અને સંહાર બેય જોઈશે. બેય જશે. ધરમની પર્યાયની ઉત્પત્તિ તારે કરવી હોય, તો ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ અને ઉપાદાન કારણ સંહાર-ક્ષણિક ઉપાદાન અહીંયાં લેવું છે-કાયમી ઉપાદાન જે ધ્રુવ છે, એના વિના સમકિતની ઉત્પત્તિ ન થાય અને એને (ક્ષણિક ઉપાદાન) મિથ્યાત્વના વ્યય વિના (પણ) સમકિતની ઉત્પત્તિ ન થાય. આહા... હા... હા ! અને ધ્રુવ વિના સમકિતની ઉત્પત્તિ (હોય નહીં તો) એકલો ધ્રુવ ગોતવા જાય તો વ્યતિરેકો વિના એકલું ધ્રુવ કદી હોય નહીં. ઉત્પાદ ને વ્યય વ્યતિરેક જે બે ભિન્ન ભિન્ન છે એ વિના એકલું ધ્રુવ હોય નહીં. એ એકલા વિના ભિન્ન ભિન્ન હોય નહીં. આહાહા ! આવી વાત!! બેન-દીકરીયું ને અજાણું પડે અજાણ્યાને.! જાણીતા હોય એને તો...! આહા..હા ! આવો મારગ છે !!
(અહીંયાં કહે છે કે, “(વળી) કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૂત્તિકાની, વ્યતિરેકો સહિત સ્થિતિનો-અન્વયનો-તેને અભાવ થવાને લીધે,” જોયું? વ્યતિરેકો સહિત સ્થિતિ એટલે ટકવુંઅન્વયનો એટલે ટકવાનો તે અન્વય, એનો અભાવ થવાને લીધે “સ્થિતિ જ ન થાય.” આહા. હા! ઉત્પાદને વ્યય વિના એકલું ટકવું એ સિદ્ધ નહીં થાય. ટકતું તત્ત્વ એ શું? એ ઉત્પન્ન (જે) પર્યાય છે એ (પર્યાય) એમ સિદ્ધ કરે છે કે ટકવું છે. અને પૂર્વપર્યાયનો સંહાર થાય છે એ સિદ્ધ કરે છે ખરેખર આહા. હા. હા ! વ્યય અંદર જાય છે ધ્રુવમાં અંદર. આહા. હા! (તો એ વિના ) એકલો ધ્રુવ સિદ્ધ નહીં થાય. અને એકલો ઉત્પાદ ને વ્યય, ધ્રુવ વિનાસિદ્ધ નહીં થાય. આવી વાતું! આહા.. હા! આવો ધરમ કાઢયો (નવો) કહે છે કો” કે! (શ્રોતા ) કોણ કહે છે? (ઉતર:) સોનગઢે કર્યો એમ કે' છે માણસ. છે બાપા! બોલો, નવો ન જાય. આ તો અનાદિનો ભાવ છે? આચાર્યોએ (વર્ણવ્યો છે.) આહા.. હા! અનંત, અનંત તીર્થ કરોનું આ એક કથન છે. આહા. હા!
આહા.... હા! સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે સર્વજ્ઞની પર્યાય એકલી તું ગોતવા જા. તો તેના પહેલાના પર્યાયનો વ્યય ન હોય, તો સર્વજ્ઞ પર્યાય જ ઉત્પન્ન નહીં થાય. અને સર્વજ્ઞ પર્યાયની ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ (આત્મા) એને ન માને તો સર્વજ્ઞ (પર્યાયની) ઉત્પત્તિ જ ન થયા. આહા...હા...હા...હા! જે જૈનધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે. એને સર્વજ્ઞને કહેલું તત્ત્વ તે પદાર્થ છે. હવે અહીંયાં કહે છેસર્વજ્ઞપર્યાયની ઉત્પત્તિ નથી અને એકલો ધ્રુવ જ છે આત્મા. ત્રિકાળી સર્વજ્ઞસ્વભાવી જરી ક ઝીણી વાત પડશે. ત્રિકાળી સર્વજ્ઞસ્વભાવી છે. એ સર્વજ્ઞની પર્યાયની ઉત્પત્તિ વિના ઈ સર્વજ્ઞસ્વભાવ સિદ્ધ નહીં થાય. કારણ ઉત્પન્ન થઈ (જે) સર્વજ્ઞપર્યાય, ત્યારે ત્યાં સર્વજ્ઞસ્વભાવી ધ્રુવ (દ્રવ્ય) છે એમ સિદ્ધ થયું. આહાહાહાહાહા ! અને જ્યારે સર્વજ્ઞપર્યાયે, સર્વજ્ઞસ્વભાવને સિદ્ધ કર્યો, ત્યરે પર્વની પર્યાયમાં અસર્વજ્ઞતા – અપૂર્ણપણું હતું એનો નાશ સિદ્ધ થાય છે. આહા... હા! એટલે કોઈ એમ માને કે સર્વજ્ઞપણું છે નહીં, તો એને ધ્રુવપણાની શ્રદ્ધા નથી અને પૂર્વનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com