________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૦ છે. (શરીરનું હલવું-ચલવું છે.) એનો સંહાર જ એકલો ગોતવા જાય (એકલી સ્થિરતા ગોતવા જાય) તો ઉત્પત્તિના સાધન (કારણ ) વિના સંહાર (વ્યય) થઈ શકે નહીં. ઉત્પત્તિ એનું કારણ છે અને સંહાર (ઉત્પત્તિનું) કારણ છે. ઉત્પત્તિના અભાવથી સંહાર જ નહીં થઈ શકે. આહા... હા! (શ્રોતા ) ઉત્પત્તિ નહીં માનો તો સંહાર ક્યાંથી થાય? (ઉત્તર) ઉત્પત્તિના ભાવમાં સંહારનો અભાવ સિદ્ધ નહીં થાય. અહીંયાં ઉત્પત્તિ છે તો પૂર્વનો પર્યાય છે એમ સિદ્ધ થાય. ઉત્પત્તિ ને ધ્રુવ નથી અને સંહાર રહે - એ તો નાશ (સ્વરૂપ) છે એકલો નાશ થઈ જશે. ઉત્પત્તિના કારણ વિના, ધ્રુવ કારણ વિના, વ્યય સંહાર સિદ્ધ થઈ શકશે જ નહીં. આહા... હા! આ તો ફરીવાર લેવાય છે. વાણિયાને આવું હવે ક્યાં સાંભળ વા મળે !
આહા... હા! “(એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો) સંહારકારણના અભાવ.” સંહારકારણનો અભાવ કોણ ? ઉત્પાદ. એના ઉત્પાદના અભાવથી સંહાર જ સિદ્ધ નહીં થાય. આ ઉત્પન્ન થયું તો (તેની પહેલાંની પર્યાયનો) નાશ થયો એ સિદ્ધ થશે નહિતર ઉત્પન્નકારણ વિના સંહારવ્યય સિદ્ધ થશે નહીં. આહ...! આવો ઉપદેશ! આવી ધરમની રીત ! ઓલી તો શૈલી એક (હુતી) પરની દયા પાળો, વ્રત કરો ને... ધૂળે ય નથી બાપા! આ દયા પાળું (એ અભિપ્રાય મિથ્યાત્વ છે) એ મિથ્યાત્વનો એકલો વ્યય ગોતવા જઈશ, તો સમકિતની ઉત્પત્તિના કારણ વિના, મિથ્યાત્વનો વ્યય મળશે નહીં તને! આહા.... હા... હા! કોઈ એમ કહે કે મને સમકિતની ઉત્પત્તિ છે.' (પણ) મિથ્યાત્વનો નાશ નથી. વળી એમ કહે કોઈ ) મિથ્યાત્વનો નાશ છે અને સમકિત નથી. એમ કોઈ કહે તે તદ્દન જૂઠું છે. વાત સમજાય છે? આ તો દાખલામાં લીધું. (ઈ એમ કહે કે, મારે તો મિથ્યાત્વનો નાશ છે, એકલોસમકિતની ઉત્પત્તિ નથી, તેમ આત્મા ધ્રુવ નથી. તો (નાશ એકલો સિદ્ધ જ નહીં થાય.) આહા... હા! બહુ ન્યાય આપ્યા છે! ઓહોહો! વાણિયા ને વેપારવાળાને જરી કઠણ પડે. વકીલોને ઠીક પડે જરી ભલે આવું (ન્યાયનું સ્વરૂપ કીધું.) (શ્રોતાઃ) (વકીલોને) ઠીક પડે? જે જે વિચાર કરે અને ઠીક પડે! (ઉત્તર) હા, હા. વેપારીનું કીધું ભાઈ રામજીભાઈએ, કરે વેપારીઓ કરે ! આહી.. હા
(કહે છે કે, એક એક પરમાણુમાં (ઉત્પાદવ્યયધ્રવ્ય (સ્વરૂપ) પરિણામ એકસમયમાં છે.) જેમ કે પાણી ઠંડુ છે, એ ઠંડા પાણીમાં ઠંડીનો સંહાર એકલો ગોતવા જાય, તો ઊનાની ઉત્પત્તિ વિના ઠંડા (પણાનો) વ્યય–સંહાર સિદ્ધ થશે જ નહીં. અને ઠંડા (પણ) નો નાશ, (ઊનાની) ઉત્પત્તિ વિના ને ધ્રુવ વિના એ ઠંડાનો નાશ (સિદ્ધ) થશે જ નહીં. આહા.. હા.. હા! સમજાણું કાંઈ? “સંહાર જ ન થાય.” એક વાત. (બીજી વાત.) “અથવા તો સનો જ ઉચ્છેદ થાય.” (અહીંયા) ધ્રુવ સિદ્ધ કરવું છે ને...! એક તો એના ઉત્પાદકારણ વિના, સંહાર સિદ્ધ નહીં થાય અને કાં’ સનો જ ઉચ્છેદ થાય. (વળી) સનો જ ઉચ્છેદ થાય. કારણકે “સ” ને “ઉત્પાદ” બે સહિત હોય તો સંહાર હોય. પણ બે માં એક હોય ને બે (બીજું) ન હોય તો એકેય વાત સિદ્ધ થતી નથી. આહા... હા! ઝીણું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com