________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૬ દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિ જ ન થાય. આહા. હા! એકલી ઉત્પત્તિ જોવા જતાં, ભલે તે સમયે જ તે પર્યાય ઉત્પન્ન થઈ, છતાં તે વ્યય અને ધ્રુવ વિના જોઈ હોય તો તે ઉત્પત્તિ સિદ્ધ થતી નથી. (એ) ઉત્પત્તિ સિદ્ધ થતી નથી તો બધા દ્રવ્યોની (પર્યાય) ની ઉત્પત્તિ સિદ્ધ થશે નહીં. આહા.... હા.... હા ! “જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો. (એટલે) પર્યાયનો, પર્યાયની જ વાત છે ને અહીંયા પર્યાયનો “ઉત્પાદ જ ન થાય એ દોષ આવે.” પર્યાયનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે (છે.) “અથવા જો અસત્ નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” એમ કે ધ્રુવ વિના જો ઉત્પાદવ્યય થાય એમ. (કહે છે.) ધ્રુવ ન હોય અને ઉત્પાદ-વ્યય થાય, તો અસનો ઉત્પાદ થાય (તો તો) વ્યોમપુષ્પ ! આહા! આકાશના ફૂલ! વગેરેનો પણ ઉત્પાદ થાય. ધ્રુવ વિના જો ઉત્પાદ (વ્યય) થાય- અન્વયે વિના જો વ્યતિરેક થાય, તો આકાશમાં ફૂલ પણ થાય, સસલાના શીંગડાં પણ થાય. આહા.. હા! આવી વાતું છે! એ શ્વેતાંબરમાં આવી વાત સ્પષ્ટ છે નહીં ક્યાંય! અને આ આમ ઊંઘી પડે એટલે રસ્તે ચડી ગ્યા, બીજે રસ્તે ચડી ગયા. મૂળ ચીજ છે. પોતે મૂળચીજ છે પરમાણું.
(કહે છે) (એ) પરમાણુમાં પણ જે સ્પર્શગુણની પર્યાયનો ઉત્પાદ, અને પૂર્વે પર્યાયમાં જે સ્પર્શગુણની થોડી પર્યાય હતી એનો અભાવ અને ધ્રુવ (પરમાણું દ્રવ્ય ). વ્યતિરેકો ધ્રુવ વિના હોય નહીં અને અન્વયે વિના વ્યતિરેકો હોય નહીં. (હવે) પરમાણુ માં કોઈ એમ કહે કે એક પરમાણુમાં ચાર ગુણ છે અને બીજા પરમાણુમાં છ ગુણ છે (તો બન્નેનો સ્કંધ થયો ) અને (ચાર ગુણવાળો પરમાણુ) છ ગુણ આને લઈને થયો એ અહીંયા ના પાડે છે. આહા.. હા ! એક પરમાણુમાં ચાર ગુણ ચીકાશ છે. બે ગુણ અધિક છે એવો પાઠ શાસ્ત્રમાં આવે છે. બીજામાં છ ગુણ (ચીકાશ) છે. હવે આ પણ છ ગુણ ચીકાશ થાય તો છ (ગુણ ચીકાશ) થવાનો કાળ છે તો તે એનાથી થયો, ચાર (ગુણ ચીકાશની) પર્યાય એની જે હતી એનો સંહાર થયો તેથી છ (ગુણ ચીકાશ) પર્યાયની ઉત્પત્તિ થઈ. આહા.... હા ! એ પેલા” શાંતિભાઈ હતા ને.! જેતપુરવાળા પેલા એક ફેરે કહે કે વર્ગીજી આમ કહે છે જુઓ, અંદરમાં થાય ? ઉત્પાદ એના વિના થાય! શું એ કીધું? હું! કંઈક વાત હતી. ઊનું પાણી એમ ને એમ થઈ જાય? અથવા પરમાણુંનું કહેતા' તા. શાંતિભાઈ ! કે એક પરમાણુમાં ચાર ગુણ ચીકાશ પર્યાયરૂપ છે અને છ ગુણ ચીકાશ બીજા પરમાણમાં છે (સ્કંધ) થાય ત્યારે છ ગુણ ચીકાશ થાય. માટે પરથી કાંઈ ન થાય તો આ વાત ખોટી પડે છે એમ કહેતાં” તા. પણ અહીંયાં કહે છે કે ઈ ચાર ગુણની (ચીકાશની) પર્યાયવાળો, ઉત્પન્ન જે થયો, તેને એની (પૂર્વની) પર્યાયનો વ્યય થઈ અને છે (ગુણ ચીકાશ) પર્યાય થઈ એને પરની અપેક્ષા છે જ નહીં આહા... હા.. હા ! એક પરમાણુમાં
અનંતગુણની પર્યાય ઉત્પન્ન થાય, એ પૂર્વની પર્યાયના સંહારથી-પણ અનંત-ગુણવાળો પરમાણુ જોડે મળ્યો માટે થાય છે- એમ વસ્તુમાં નથી. વસ્તુની સ્થિતિ આવી છે. પ્રભુનો પોકાર છે. આહા.. હા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com