________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૯ પણ આ મૂળ ચીજ બાપુ! હિંદુસ્તાનમાં નો'તી ! એ ભગવાનનો પોકાર છે. આહા...હા!
જ્ઞાન કી કમી જો હૈ, જ્ઞાનાવરણીય કર્મ સે હોતી હૈ એ ઠીક છે. અપની યોગ્યતાસે હોતી હૈ યે (ઠીક ) નહીં. કો” મીઠાલાલજી! આ તમારા વર્ષીજી!જ્ઞાનમાં કમી (જ્ઞાનાવરણીય કર્મસે હોતી હૈ) આહા...! તો તો એનો અર્થ એ થ્યો કે સમકિતની ઉત્પત્તિ પણ દર્શનમોહના અભાવથી થાય. આહા...! અહીંયાં કહે છે કે મિથ્યાત્વના અભાવથી સમકિતની ઉત્પત્તિ થાય. ઉત્પાદથી સંહાર એ અનેરો ભાવ છે. એના અભાવથી તેની (ઉત્પાદનની) ઉત્પત્તિ થાય. આહાહા.હા! “આ તો મહા સિદ્ધાંત છે.”
(શ્રોતા ) ચરણાનુયોગ અને કરણાનુયોગની પદ્ધતિમાં ફેર તો પડે ને...! (ઉત્તર) ઈ તો નિમિત્તથી કથન છે. વસ્તુસ્થિતિ “આ” છે. બાકીની વાતું છે બધી. ઈ કર્મથી થાય ને..એ બધા નિમિત્તનાં કથન છે. એમ નથી. વ્યવહારનય કહે છે એમ નથી. ભાઈએ ન કહ્યું? ટોડરમલ્લ (જી) (“મોક્ષમાર્ગપ્રકાશક') માં કહ્યું છે જ્યાં જ્યાં વ્યવહારથી કહ્યું ત્યાં એમ નથી. એમાં નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવ્યું છે. (પણ) એમ નથી. (શ્રોતાઓ) મોક્ષમાર્ગપ્રકાશકમાં તો ચોખ્યું છે. (શ્રોતાઃ) આવું માને તો કથાનુયોગ આદિ શાસ્ત્રો ખોટાં પડી જાય..! (ઉત્તર) શાસ્ત્રો સાચાં પડે છે. ઈ પર્યાય જે અપેક્ષાએ કહ્યું છે ઈ (અપેક્ષાએ) સાચાં છે. આહા..વાત ખોટી પડે ને ઈ વાત સાચી પડે એમ છે? (તો તો) લ્યો, આ પ્રવચનસાર છે ઈ ખોટું પડે છે, ભગવાનની વાણી ખોટી પડે લ્યો!! (શ્રોતા:) બે ય અપેક્ષામાં કઈ વાત સાચી? (ઉત્તર) બે ય અપેક્ષા એટલે સાચી એટલે? નિમિત્તથી કહ્યું છે એ સાચું. પ્રત્યક્ષથી કહ્યું “આ” (તે નિશ્ચય સાચું અપેક્ષા સમજવી જોઈએ ને...! (શ્રોતા:) એ (લોકો ) અપેક્ષા જ સમજતા નથી. (ઉત્તર) છે, એ એ મોટો વાંધો.. મોટો વાંધો ! લખી ગયા છે (વર્સીજી) સોનગઢનું સાહિત્ય ડૂબાડી દેશે. લખી ગયા છે શું થાય? એ બચારાને બેઠું હશે ! ભગવાનદાસને કહ્યું તો એ કહે એ તો પંડિતોએ.. બનાવ્યું છેપણ એ બોલ્યા છે એ લખાણ હજારો પુસ્તક છપાઈ ગ્યા છે. અરે! (આ તત્ત્વની) સૂક્ષ્મતા, બહુ સૂક્ષ્મતા! આ તો પૂર્વનું હતું અંદર એટલે આવ્યું નહીંતર તો
ક્યાં ય સાંભળ્યું જાય નહીં. આહા.. હા! એકોતેરમાં પહેલું બહાર પડ્યું! બપોરના પોષા કરીને બેઠા હોય ને બધા. આહા... હા! દેશાઈ ને...! ભીમજી દેશાઈ ! અને આ મનસુખભાઈ છે ને. એ બધા પોષા કરીને બેઠાં” તા બપોરે. સાંભળે પૂર્વમાં બેઠા હોય ઈ સાંભળે. પાછળ બેઠાબેઠા સાંભળે. કેમ તો બોલી ન શકે! કહ્યું: લઈને આત્માને વિકાર થાય એ બિલકુલ જૂઠી વાત. ત્યાં “આ' ક્યાં હતું? (પ્રવચનસાર આદિ) આ તો સાંભળ્યું નો” તું કાંઈ ! “પોતાની પર્યાય પોતાથી થાય, પરથી નહીં એવો મહાસિદ્ધાંત છે ” કીધું. માનવું ન માનવું જગતની પાસે (છે) જૈનમાં તો કર્મથી – કર્મથી થાય” (એવો જ અભિપ્રાય ઘણાનો છે). પેલા જેઠાભાઈ છે ને..! રામવિજયજી હારે ચર્ચા કરે. રામવિજયજીએ કહ્યું કે કર્મથી વિકાર થય, કર્મ બંધાશે પછી કરમ (થી છૂટશે ત્યારે વિકારથી છૂટશે ) આ કહે કે એ માન્યામાં આવતું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com