________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો
૨૫૭
નહીં. કો' આ કાયદા છે (વીતરાગના) રામજીભાઈ કાયદા શીખ્યા હતા (લૌકિકના ) નહી ? આહા... હા! આવો કાયદો છે વીતરાગનો !!
(કહે છે કેઃ) એકલી સ્થિતિ, ધ્રુવ જ કહે કે ધ્રુવ જ ( ઉત્પાદવ્યય નથી ). તો ધ્રુવ જે છે એ ઉત્પાદવ્યયના કારણ વિના- વ્યતિરેક વિના- ભિન્ન ભિન્ન જાત (વિસદશ ) વિના એકલું ધ્રુવપણું (કૂટસ્થપણું) હોઈ શકે જ નહીં. આહા...હા! હવે આમાં કોઈ ઘેર (જતાં ) પૂછે કે ( સાંભળીને ) શું સમજ્યા ? આહા...હા...હા ! (તો કહેવું કે) સાંભળવા આવો, તો સમજાય જ તે તમારે! અમો તો બપોરે (બહુ સુક્ષ્મ તત્ત્વ સમજીએ છીએ!) આહા...હા !
( અહીંયાં કહે છે કે: ) “ કેવળ ” –ટકવું–પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની ” માટીની “વ્યતિરેકો સહિત સ્થિતિનો ”. વ્યતિરેકો એટલે ભિન્નભિન્ન જે ઉત્પાદ ને વ્યય છે તે સહિત સ્થિતિની “ અન્વયનો.” ( એટલે ) સ્થિતિ કહો, અન્વય કહો કે ધ્રુવ કહો (એકાર્થ છે). “તેને અભાવ થવાને લીધે, સ્થિતિ જ ન થાય.” ઉત્પાદવ્યયના વ્યતિરેકો વિના સ્થિતિ જ રહે નહીં. ધ્રુવપણું જ રહે નહીં. આહા... હા! ઉત્પાદ-વ્યયના કારણ વિના-વ્યતિરેક વિના (વ્યતિક) નામ ભિન્ન ભિન્ન દશા વિનાઅભિન્નપણું એકલું રહી શકે જ નહીં આહા... હા ! કેમ કે દરેક દ્રવ્ય (ને) નવી નવી અવસ્થા પલટે છે એ નજરે દેખાય છે. ને જુની અવસ્થા વ્યય થાય છે. એ ઉત્પાદ નેભય ન હોય (તો) એકલું ધ્રુવ હોઈ શકે જ નહીં. ભિન્ન ભિન્ન ઉત્પાદ કે વ્યય વ્યતિરેક વિના અભિન્નપણું -ધ્રુવ રહી શકે જ નહી. સમજાણું કાંઈ ? આચાર્યે ઘણા ન્યાયથી વાત કરી છે. પણ અભ્યાસ જોઈએ ' ને ભઈ આ. આહા...! આ તો એક એક તત્ત્વ સ્વતંત્ર!! એક તત્ત્વના ઉત્પાદ, પોતાને કારણે થાય એ ઉત્પાદ એકલો તું જોવાજા. તો ઉત્પાદનું ઉપાદાનકારણ સંહાર (છે). સંહાર વિના એ ઉત્પાદ ઉત્પન્ન દેખાય નહીં. અહા...! સમજાણું? આહા... હા ! અને એક્લો સંહાર ગોતવા જાય (તો) સંહારના કારણ ઉત્પાદ (એ ઉત્પાદકારણ ) વિના સંહાર હોઈ શકે નહીં. અને ધ્રુવ ગોતવા જાય (તો) ઉત્પાદવ્યયવિના-વ્યતિરેક વિના ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્પાદ વ્યય વિના ધ્રુવ હોઈશકે નહીં. આવી વાતું છે. કોઈ દી' સાંભળી (ન હોય.) ( પંડિતજી!) નવરાશ વગર, આ વખતે નવરાશ લીધો એ ઠીક કર્યું! અ.. હા... હા! આ તો ધીમે-ધીમે સમજવાની વાત છે! વીતરાગ મારગ છે બાપુ! સંતોએ કેટલી કરુણા કરીને ટીકાઓ રચી! (છે.). (શ્રોતાઃ) કરુણા તો આપે કરી (છે!). (ઉત્ત૨:) આ તો સંતો! દિગંબર મુનિઓ (એ)! જગતને ન્યાલ કરવાનો રસ્તો બતાવ્યો છે! ‘ બંધનથી છૂટી જાય અને સંસારનો અંત આવે ’ એની વાત છે ‘ આ ’!! આહા... હા !
(કહે છે) તું જો એકલો ધ્રુવ જ છે એમ ગોતવા જાય, તો ધ્રુવ છે ઈ વ્યતિરેક વિના ધ્રુવ છે ઈ રહે શી રીતે ? (કારણ ) એમાં કાર્ય જે છે એ કાર્ય નથી ને એકલું કારણ જ-ધ્રુવ છે એમ તો Please inform us of any errors on rajesh@Atma Dharma.com