________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૬૪ દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને એ દોષ આવે.” - આહા... હા “માટે દ્રવ્યને.” દ્રવ્ય એટલે વસ્તુને “ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે.” આહાહા ! પછી પછીની ઉત્પત્તિ સાથે “પૂર્વ પૂર્વના વ્યતિરેકોના સંહાર સાથે,” અને અન્વયના અવસ્થાન સાથે.” દરેક દ્રવ્યને. આહા...હા...હા! પછી પછીની અનેક અવસ્થા સાથે, પહેલાં પહેલાંની અનેક અવસ્થાના અભાવ સાથે, અને અન્વયના અવસ્થાન સાથે (એટલે) ટકતા તત્ત્વની સાથે “અવિનાભાવપણું” છે. (નીચે ફૂટનોટમાં) અવસ્થાન ટકવું તે; ધ્રુવ રહેવું તે. “જેને નિર્વિઘ (અબાધિત) ત્રિલક્ષણપણારૂપ લાંછન પ્રકાશમાન છે.” આહા..હા...હા...! જેને નિર્વિધ્ર, અબાધિત, ત્રિલક્ષણપણું ઉત્પાદ-વ્યયને ધ્રુવ! આહા.હા...હા.. આમ સાધારણ વાત કરી ઉત્પાવ્યય-ક્ષૌવ્યયુવતમ્ સત “તત્ત્વાર્થસૂત્ર” માં ( સૂત્ર છે અ.પ.સૂત્ર. ૩૦) સદ્રવ્યનક્ષમ (અ.પ.સૂત્ર. ૨૯) (આમ સાધારણ લાગે) પણ ઈ સાધારણ વાત નથી બાપુ! મોટી ગંભીરતા છે! ઘણી વિચારણા માગે છે! ઘણો ઊહાપોહ માગે અંદર!! આહા.... હા.... હા!
(કહે છે કેઃ) (શ્રોતાઃ) આ વાત બરાબર સમજમાં ન આવે, તો સાંખ્યમત અને બૌદ્ધમત જેવું થઈ જાય ને..! (ઉત્તર) બધું અજ્ઞાન થઈ જાય. બધું અજ્ઞાન છે. ગમે તે મત અજ્ઞાન છે ઈ. આહા... હા! ક્ષણિક માને તો બૌદ્ધ થઈ જાય. ક્ષણિકપર્યાયને માને નિત્ય તોય બૌદ્ધ થઈ જાય. અને એકલું ધ્રુવ માને (કૂટસ્થ માને) તો અનિત્ય વિના (પર્યાય વિના) એ પણ અજ્ઞાન થઈ જાય, એ ધ્રુવ માને છે ને વેદાંત. વેદાંત એકલું ધ્રુવ માને, બૌદ્ધ એકલું ક્ષણિક માને. આહા...હા! બે મત થઈ જાય, એકલું ક્ષણિક માને તો ધ્રુવ પણ ક્ષણિક થઈ જાય એટલે બૌદ્ધમત થઈ જાય, અને એકલું ધ્રુવ જ માને. ઉત્પાદ-વ્યય ન માને તો વેદાંત (ની) જેમ કૂટસ્થ થઈ જાય. આહા.... હા.. હા! ઝીણી વાત છે પણ હવે પાઠ આવ્યો હોય ઇ પ્રમાણે અર્થ કરવો જોઈએ ને..) અભ્યાસ કરવા મરી જાય છે બિચારા! ક્યાંના ક્યાં જાય છે. ) લંડન જાય ને વિલાયત જાય ને અભ્યાસ (કરે.) આહા... હા પાપના અભ્યાસ. આ અભ્યાસ ધરનો અભ્યાસ!! આહા! જેનો અભ્યાસ કરતાં-કરતાં પુન્ય બંધાઈ જાય. પછી અભ્યાસમાં-અંતરનો અભ્યાસ થઈ જાય ત્યારે ધરમ થઈ જાય!! આહા.... હા! (શ્રોતા:) પુણ્ય સારુ તો સાચા દેવ-ગુરુ જોઈએ ને...! (ઉત્તર) ઈ જ સાચો. દેવ-ગુરુ આત્મા છે. આહા...! ગુરુ આત્મા, દેવે ય આત્મા, ધરમે ય આત્મા. પંચપરમેષ્ઠિ' આત્મા” છે . એ આવે છે ને....! “યોગસાર” માં અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુઈ પાંચ પદ આત્મા જ છે અંદર! આત્મામાં પાંચ પદ . આહા... હા! બહારના પદ નો વ્યવહાર કહેવાય આની (અપેક્ષાએ) પોતાનું અંદર નિશ્ચય પદ છે. અરિહંત, સિદ્ધ, કેવળજ્ઞાન આદિ ઉપાધ્યાય, આચાર્યસાધુ અને વીતરાગતાનો ભાવ-એપોતે અંદરઆત્મા છે. વીતરાગભાવ ક્ષણિક છે. અને વીતરાગીસ્વરૂપ ત્રિકાળી છે તે નિત્ય છે. (જે પર્યાયમાં) વીતરાગભાવ છે એ તો ક્ષણિક છે. મોક્ષમાર્ગ છે તો ક્ષણિક છે. આહા...! મોક્ષ પોતે ય ક્ષણિક છે. પર્યાય છે ને...! એ પર્યાય વિના દ્રવ્ય સિદ્ધ નહીં થાય, અને દ્રવ્ય વિના પર્યાય સિદ્ધ નહીં થાય. પર્યાય કોને આધારે થાય છે? એ સિદ્ધ નહીં થાય. આજનો વિષય ઝીણો છે થોડો ભઈ ! રવિવાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com