________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૩ ભાવાંતર થયું છે (એટલે કે) શુભથી ભાવાંતર જે પૂર્વની પર્યાય એના અભાવે શુભભાવ થાય. ભગવાનના દર્શનથી શુભભાવ થાય (એમ છે) નહીં. એઇ... ચીમનભાઈ ! આવી વાતું છે. વળી પાછા મંદિરોને ચીમનભાઈની હયાતીમાં સાત-સાત લાખ રૂપિયાને...! પુસ્તકો પાંત્રીસ.. ને કેટલું કર્યું છે! અત્યાર લગી શ્યું નથી એવું ચીમનભાઈએ ન્યાં, યું છે. આહા... હા! એ થાય છે આહા...! અરે, શું આ (કોઈથી થાય છે?) આ તો સત્યના મંત્રો છે. જેમ (કોઈને ) સર્પ કરડે ને સર્પનું ઝેર ચડે, મંત્રથી ઊતારે ને...! એકાંત પરથી થાય એમ માનનારાઓ (ને) ઝેર ચડી ગયા છે (મિથ્યાત્વનાં ) એના મંત્રો છે આ તો (ઝેર ઊતારવાના મંત્રો છે.) આહા... હા ! બે કારણે કાર્ય થાય એમ આવે, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા (શાસ્ત્રમાં આવે.) કે (કાર્ય થાય ત્યારે) બીજી ચીજ–એને ઉચિત બીજી ચીજ છે. એને ઉચિત યોગ (કીધું) એ ઉચિતયોગ છે માટે અહીં પર્યાય થઈ છે એમ નથી. આહા... (
હા!
'
એક વાણિયો હતો તે વાંઢો હતો. વડોદ. ઉમરાળા પાસે (છે. ) રોટલી કરે તે આવડે નહીં તે ગોળ ચક્કર ન આવડે. આડી-આવળી થઈ જાય. ખૂણા નીકળે, અમે ગ્યા' તા તો વહોરવા ગ્યા ને તો એવી રોટલી હતી. એણે બિચારે કરી' તી આવડે તો નહીં. આમ ખૂણા નીકળે બાયડીયું કરે તો આમ સરખી ગોળ (થાય.) પણ ઇ પર્યાય (રોટલીની ) ઇ રીતે ત્યાં થવાની હતી જ. આહા... હા! અને એ પર્યાયનું પૂર્વ કારણ જે લોટના (પિંડનો) વ્યય છે તે પર્યાયનો- તે સંહાર કારણ છે. એ રોટલીની ઉત્પત્તિનું કારણ ઇ વેલણને આદમી કારણ નહી. આહા... હા! (શ્રોતાઃ) સૂર્યાસ્ત થયો ને રાત્રિ આવી... (ઉત્ત૨: ) રાત આવે જ નહીં. ( શ્રોતાઃ ) દી' આથમ્યો ને રાત્રિ આવી? (ઉત્ત૨:) ઇ એના કારણે નથી. એ રાતની પર્યાય એને ( પોતાને ) કારણે ( છેઃ ) અંધારાની પર્યાયની ઉત્પત્તિ, પૂર્વની પર્યાયના ભાવાંતર અજવાળાનીય પર્યાય તેના (અભાવસ્વભાવે) તે પર્યાય ઉત્પન્ન થઈ છે. અભાવથી થઈ છે (અર્થાત્ ) રાતના અંધારાની પર્યાય અજવાળાના અભાવથી થઈ છે. શું કીધું ઈ? અંધારાની ઉત્પત્તિ જે પુદ્દગલમાં થાય તે ‘ભાવ’ છે, એનાથી ભાવાંતર-પૂર્વે જે અંધારું નો' તું એ પર્યાયનો અભાવ થઈને આ થ્યુ છે. આહા... હા ! આવો મારગ! બેસવો કઠણ પડે! વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ જ આવું છે!
(કહે છે કેઃ) છ એ દ્રવ્યમાં, પ્રત્યેક દ્રવ્ય સદા (ય) પોતાના સ્વભાવમાં વર્તે છે. એથી તેને વર્તે છે તે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય છે. માટે આત્મા એ ઉત્પાદ વ્યયને ધ્રુવ (પણે ) વર્તે છે. માટે તેને દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરવાની છે. આહા... હા! પરમાં તો ક્યાં (જોવાનું છે?) વસ્તુ સ્થિતિ પકડવા ત્યાં જાવું છે. આહા... હા! સર્ગ એકલો જ ઉત્પત્તિ શોધનાર. ઘડાની એકલી ઉત્પન્ન વ્યય જોનાર. એમાં પિંડનો વ્યય ને માટીની ધ્રુવતા (વિના) એકલો ઉત્પાદ જોનાર (ને) ઉત્પાદન કારણના અભાવને લીધે એ માટીના પિંડના અભાવના કારણને લીધે “ઉત્પત્તિ જ ન થાય.” માટીનો પિંડ છે તેનો અભાવ ન થાય તો ઘડાની ઉત્પત્તિ જ ન થાય. આહા... હા ! કુંભાર નથી માટે ઉત્પત્તિ ન થાય. એમ નહીં.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com