________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૬૧ ધ્રુવ હોઈ શકે જ નહીં. અને કાં” એ ધ્રુવ તે ક્ષણિક થઈ જશે. આહા... હા... હા ! આવું કોઈ દી' સાંભળ્યું નહીં હોય આટલાં વરસમાં!! “પ્રવચનસાર છે ” ભગવાનની-ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણી! આહા! સંતોએ (અમૃત વરસાવ્યાં!) વિકલ્પ આવ્યો કરુણાનો! એના ઈ કર્તા પણ નથી વિકલ્પના. અને ટીકા થઈ એના તો કર્તા છે જ નહીં. આહા.... હા.... હા ! પણ ટીકામાં આ વાત રચાઈ ગઈ એમાં એમનું જ્ઞાન-વિકલ્પ નિમિત્ત કહેવાય. (અર્થાત્ ) જ્ઞાન નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ એવો નથી કે આ નિમિત્ત હતું તો આ થયું એવી નિમિત્તની વ્યાખ્યા જ નથી. એ તો લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત કહેવાય, એથી કાંઈ લોકાલોકથી કેવળજ્ઞાન પ્યું છે? અને કેવળજ્ઞાન (માં) લોકાલોક નિમિત્ત કહેવાય. લોકાલોક નિમિત્ત કહેવાય એટલે લોકાલોક કેવળજ્ઞાનથી ચ્યાં છે? (શ્રોતા ) લોકાલોક તો અનાદિના છે..! (ઉત્તર) બસ, નિમિત્ત કહેવાય એટલું નિમિત્તની અંદરની વ્યાખ્યા આ છે. નિમિત્ત આવે એટલે (નિમિત્તાધીન દષ્ટિવાળાને થાય કે) આહા....! (નિમિત્ત આવ્યું) પણ નિમિત્ત તો થયું છે ને....! પણ શું નિમિત્ત એટલે? નિમિત્તથી શું થ્ય? કેવળજ્ઞાન છે ઈ લોકાલોકને નિમિત્ત છે, એથી કરીને કાંઈ કેવળજ્ઞાનને લઈને લોકાલોક છે એમ નથી. તેમ લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે આહા...હા! સમજાણું કાંઈ? લોકલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, માટે કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે, એમ છે? (ના. એમ નથી.). આહાહા!
(અહીંયાં કહે છે કે, “વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો સહિતસ્થિતિનો-અન્વયો તેને અભાવ થયાને લીધે,” અન્વય જ ન રહે. સ્થિતિ જ ન થાય. વ્યતિરેક વિના સ્થિતિ જ ન રહે. આહા.. હા! પલટાતી અવસ્થા વિના ધ્રુવ જ ન રહે. “સ્થિત જ ન થાય; અથવા તો ક્ષણિકનું નિત્યપણું થાય.” અથવા ક્ષણિકનું જ નિત્યપણું થાય. (અર્થાત્ ) ક્ષણિક તે નિત્ય થઈ જાય. “ત્યાં, (૧) જો મુતિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય.” બધા આત્માઓ ને પરમાણુઓને ધ્રુવપણું જ નહિ રહે. જેમ વ્યતિરેક વિના મૃતિકાની સ્થિતિ એકલી ન રહે, એમ બધા જ પદાર્થોમાં પણ વ્યતિરેક વિના ધ્રુવપણું નહિ રહી શકે. આહા... હા! ઝીણો વિષય છે, આમ મૂળ વિષય છે. મૂળ સમર્શનનો વિષય છે ‘આ’. આ રીતે વસ્તુને માને અંદર. પોતાની ઉત્પત્તિ-સમ્યગ્દર્શનની ઉત્પત્તિ તે મિથ્યાદર્શનના વ્યયને કારણે થઈ, અને તે ઉત્પત્તિ ધ્રુવથી થઈ, અને મિથ્યાત્વનો વ્યય થયો, એ સમકિતના ઉત્પત્તિના કારણે થયો. એકલો સંહાર મિથ્યાત્વનો વ્યય ( વિના) ગોતવા જાય તો ધ્રુવનો પણ નાશ થઈ જાય. ઉત્પત્તિનો અભાવ થાય ને ધ્રુવ, એકલું ધ્રુવ ગોતવા જાય તો ધ્રુવ તો છે પણ ધ્રુવથી કાંઈ (ધ્રુવ ) જણાય છે? ધ્રુવ છે ઈ તો વ્યતિરેકો(ઉત્પાદવ્યય ) અવસ્થાથી જણાય છે. આ (શરીર) જડ છે તો એની ઉત્પત્તિથી એ જડ જણાય છે. આ ચૈતન્ય છે તો તેના ઉત્પત્તિ (વ્યય ) એટલે વ્યતિરેકો છે તેનાથી તે (અન્વય) જણાય છે. આહા...હા..હા...હા! કેટલું ગોઠવ્યું છે!!
(કહે છે) ઓલા (કર્મના પક્ષપાતી) કહેતા હોય કે ઘરમની ઉત્પત્તિ કર્મના ક્ષયોપશમથી થાય,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com