________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૯ એ અસત્ થઈ જશે. આહા... હા! બીજીવાર (કહેવાય) ને પુનરુક્તિ લાગે તો વાત પકડાય એવું છે આ (તત્ત્વ). આહા.... હા! શું આચાર્યોએ (ગજબ કામ કર્યા છે!!) આવી વાત ક્યાંય છે નહીં. વીતરાગ! સર્વજ્ઞપરમાત્મા (એ કહેલી આ વાત છે.) આહા.... હા!
દરેક આત્મા અને દરેક પરમાણુ (આ વિશ્વમાં) અનંત છે. ઈ અનંત છે ઈ પોતાના સ્વભાવમાં છે. કોઈ એક (પણ) પદાર્થ સ્વભાવમાં નથી. હવે સ્વભાવ શું? તો ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય તેનો સ્વભાવ છે. એમાં ઈ દ્રવ્ય પોતે સત્ છે. બીજા (ના) ઉત્પાદત્રયના કારણે આ દ્રવ્ય છે એમ છે નહીં. કારણ કે એનો સ્વભાવ ઉત્પાદ વ્યયને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે. હવે દ્રવ્ય સ્વભાવમાં રહેલું છે. આહા..! સમજાણુ કાંઈ ? એકલો ઉત્પાદ (એટલે) ઉત્પન્ન થવું. ઉત્પન્ન થવું એમ થાય તો સંહાર કારણ વિના એ ઉત્પત્તિ જ સિદ્ધ નહીં થાય. અને કાં” અસતની ઉત્પત્તિ થશે. આહા. હા! સંહાર ગોતવાજા, તો ઉત્પન્નકારણ વિના (અર્થાત્ ) ઉત્પત્તિના કારણ વિના, એ ઉત્પત્તિના કારણ વિના, એ ઉત્પત્તિના કારણ વિના (કહ્યું છે હોં) પરના કારણ વિના એમ (કહ્યું કે નહીં. ઉત્પત્તિના કારણ વિના સંહાર સિદ્ધ નહીં થાય. અને કાં” સતનો જ સંહાર થઈ જશે. “છે' તેનો નાશ થઈ જશે. આહા.... હા ! હવે એકલું ધ્રુવ ગોતવા જા (એટલે કે, દરેક પદાર્થ ધ્રુવ જ (કૂટસ્થ જા છે એમ જો તું જાણ, તો ધ્રુવ છે ઈ કાર્ય-વ્યતિરેક સિવાય (ઉત્પાદવ્યય) સિવાય (ધ્રુવનું) લક્ષ થઈ શકે નહીં. (અર્થાત્ ) વ્યતિરેક વિનાનું ધ્રુવ હોઈ શકે જ નહીં. અન્વય હોઈ શકે જ નહીં. (વલી) વ્યતિરેક વિના અન્વય હોઈ શકે જ નહીં. (વ્યતિરેક વિના) અન્વયનો અભાવ થઈ જાય. અને કાં” નો ઉચ્છેદ ગઈ જાય (વળી) સતનું ક્ષણિકપણું થઈ જાય. ત્રીજા બોલમાં (કહ્યું ને) સતનું કાં ક્ષણિકપણું થઈ જાય.
પહેલા બોલમાં (કહ્યું કે ) અસતની ઉત્પત્તિ થઈ જાય. બીજા બોલમાં (કહ્યું કે, સતનો નાશ થઈ જાય.
ત્રીજા બોલમાં (કહ્યું કે) (ધ્રુવનું) ક્ષણિકપણું થઈ જાય. આહા... હા... હા... હા? હવે આવો ઉપદેશ! નવરાશ (ક્યાં છે?) ભઈ આ તત્ત્વ તે “સમ્યગ્દર્શનનો વિષય છે આ ” સમજાણું? જે શયો છે આ રીતે જ છે. એ રીતે તેની શ્રદ્ધામાં ન આવે અને બીજી રીતે શ્રદ્ધામાં આવે, કે એ દ્રવ્યનો ઉત્પાદ સંહાર કારણ વિના માને, તેનો ઉત્પાદ નિમિત્ત વિના ન હોય એમ આવી જાય તો વસ્તુ વિપરીત થઈ જશે ( પોતાની માન્યતામાં) આહા.... હા... હા. હા! શું કહ્યું છે?
કે ધર્મની-સભ્યગ્દર્શનની ઉત્પત્તિ, એ પોતે મિથ્યાત્વના વ્યય વિના હોઈ શકે નહીં. મિથ્યાત્વનો વ્યય તે ઉપાદાનનો અભાવ છે. ઉપાદાન છે એનો અભાવ છે. (અભાવ થયો મિથ્યાત્વનો) ત્યારે સમ્યગ્દર્શનની (પર્યાયની) ઉત્પત્તિ થઈ. અને એકલું જો (સમકિત) ગોતવા જા તો (મિથ્યાત્વના) સંહાર વિના એ ઉત્પન્ન થઈ શકે નહીં. અને અસતની ઉત્પત્તિ થઈ જશે. વ્યય વિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com