________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૮ હોઈ શી રીતે શકે? ઉત્પાદ-વ્યય તે કાર્ય છે ને ધ્રુવ તેને કારણ છે. તો ઉત્પાદ-વ્યય વિનાનું એકલું ધ્રુવ ગોતવા જાય, તો (એવું) ધ્રુવ હોઈ શકે જ નહીં. કાર્યમાં ધ્રુવતાનો ખ્યાલ આવે છે. અને તે કાર્યમાં ધ્રુવતાનો ખ્યાલ આવે છે. (અર્થાત્ ) ઉત્પાદ-વ્યયમાં જ ધ્રુવતાનો ખ્યાલ આવે છે. ઉત્પાદવ્યયનો જ જો તું નકાર કર ને એકલી ધ્રુવતા ગોતવા જા તો ધ્રુવ જ રહેશે નહીં. આહા.... હા! આ તો રામજીભાઈના કોર્ટના કાયદા જેવું આવ્યું (આ) બધું ! આહા.... હા !
(અહીંયાં કહે છે કે, “અથવા તો ક્ષણિકનું જ નિત્યપણું થાય.” કેમકે વ્યતિરેક વિના એકલું ધ્રુવ (માનવામાં આવે તો) ધ્રુવ પોતે જ ક્ષણિક થઈ જાય. આહા.... હા! એકલો ધ્રુવ, ગોતવા જતાં, વ્યતિરેકો એટલે ઉત્પાદ-વ્યય, એના કારણ વિના ધ્રુવપણું લક્ષમાં જ આવે નહીં. અને બીજી રીતે લઈએ તો કહે છે કે ઉત્પાદ-વ્યય વિના, ધ્રુવ ગોતવા જા તો, ધ્રુવ જ ક્ષણિક થઈ જાય. કાયમટકનાર રહે નહીં. પલટતો હોવા છતાં કાયમ રહે એવી એ ચીજ (દ્રવ્ય) છે. પલટો-ઉત્પાદવ્યય હોવા છતાં કાયમ રહે એવી ચીજ (વસ્તુ) છે. એ ચીજ એકલી (ધ્રુવ) ગોતવા જા તો પલટો ખાધા વિનાની ધ્રુવને ક્ષણિકપણું આવી જશે. ધ્રુવને ક્ષણિકપણું આવી જશે. આહા... હા ! સમજાય છે કાંઈ ? વિષય જરી આજનો... ઝીણો છે! આહા....! વસ્તુ છે. ભગવાને જોઈ આ બધી. અનંત દ્રવ્યો (છે.) એ એક સમયમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત છે. એક સમયમાં!! હવે જો કોઈ એમ કહે કે ત્રણમાંથી એક જ છે ઉત્પાદ, તો ઈ ઉત્પાદ છે ને ઈ વ્યયના કારણ વિના ઉત્પાદ સિદ્ધ જ નહીં રહે અને કાં” અસનો ઉત્પાદ થઈ જશે. (અર્થાત્ ) ઉત્પાદ આસનો થઈ જશે. છે નહીં તેનો ઉત્પાદ થશે. એ ધ્રુવનો અભાવ થઈને (અસનો ઉત્પાદ થશે.) અને સંહાર એકલો ગોતવા જા, ઉત્પાદના કારણ વિના સંહાર સિદ્ધ થશે જ નહીં. અને કાં” સત્નો જ સંહાર થઈ જશે. ઓલામાં અસનો ઉત્પાદ થશે એમ હતું, આ (બોલમાં) સનો નાશ થઈ જશે એમ છે. અને સ્થિતિ એકહી ગોતવા જા, તો ઉત્પાદ-વ્યયન-વ્યતિરેકના કાર્ય વિના કારણે (એકલું) સિદ્ધ જ નહીં થાય. આહા... હા ! અને કાં' ધ્રુવ છે તે ક્ષણિકપણે પામી જશે. આહા... હા. હા! પહેલામાં અસત્ની ઉત્પત્તિ (કીધી) બીજામાં સત્નો નાશ (કીધો ) ત્રીજામાં ક્ષણિકપણું કીધું. આહા.. હાં.. હા ! ધીમે ધીમે સમજવાની વાત છે! આવો મારગ છે!!
આહા.... હું ! એક એક દ્રવ્ય, એક એક પરમાણુ ને એક એક આત્મા, દરેક સમયે પોતાની પર્યાયથી ઉત્પન્ન થાય છે એમ સિદ્ધ કરવું છે. એ ઉત્પન્નમાં પરની કાંઈ સહાય નથી. હા ! એ ઉત્પન્નમાં સંહારનું કારણ છે. પૂર્વની પર્યાયનું – સંહારનું કારણ છે. આહા... હા! અને કાં ટકતું-ધ્રુવ છે એનું ઈ કારણ છે.
(કહે છે કે, જો એકલો ઉત્પાદ કરવા જા, તો સંહાર વિના ઉત્પાદ ન હોય અને કાં” અસની ઉત્પત્તિ થઈ જશે. આહા... હા ! ધ્રુવપણા વિના તું એકલું ઉત્પન્ન કરવા જા, તો ધ્રુવ પોતે જે સત્ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com