________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૬
""
(કહે છે કેઃ) “ અથવા (૨) જો સત્નો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરે નો પણ ઉચ્છેદ થાય. આહા... હા! શું કહે છે? મૃત્તિકાપિંડનો વ્યય એકલો ગોતવા જાય, તો ઉત્પાદના કારણ વિના વ્યય સિદ્ધ નહીં થાય અને કાં' સત્નો જ વિચ્છેદ થઈ જાય. એમ અહીં વ્યય બધામાં લાગુ પાડે તો ચૈતન્ય વસ્તુ છે એનો ઉચ્છેદ થઈ જાય. આહા.. હા! સંહાર એકલો ગોતવા જાય, તો ચૈતન્ય છે, તેનો જ સંહાર થઈ જાય. સંહાર તો ત્યારે હોય દરેક દ્રવ્યમાં ઉત્પત્તિની પર્યાય હોય અને ધ્રુવ કાયમ હોય, એને પર્યાયમાં સંહાર લાગુ પડે. પણ ઉત્પાદ કે ધ્રુવ જ્યાં નથી એને તે (એકલો) સંહાર લાગુ પાડવા જાય તો દ્રવ્યનો જ સંહાર થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં ભગવાન ચૈતન્ય, એનો પણ ઉચ્છેદ થઈ જાય. આહા... હા ! સચ્ચિદાનંદ પ્રભુ! સત્ છે આત્મા ! (છતાં ) એકલો જ જો વ્યય ગોતવા જાય તો સત્ ચિદાનંદ પ્રભુ એનો ઉચ્છેદ થઈ જાય. આવું છે! વાણિયાઓને હાથ આવ્યું ને વાણિયાને આ (તત્ત્વ મળ્યું!) બીજું શું? નવરાશ ન મળે! આહા...! લોજિક છે આ બધું લોજિક છે- ન્યાયથી (આચાર્યે સિદ્ધ કર્યું છે!)
(કહે છે) બે વાત થઈ. શું બે વાત થઈ ? ( એક વાત.) એકલી જ દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ ગોતવા જાય તો ભયના કારણના અભાવથી-ઉપાદાનના કારણના અભાવથી ઉત્પત્તિ જ ન થાય. (બીજી વાત ). અને કાં' ઉત્પત્તિ થાય તો દ્રવ્યની જ ઉત્પત્તિ થઈ જાય આખી નવી. એમ છે નહીં. અને (એમ) સંહાર ગોતવા જાય, તો ઉત્પત્તિના કારણ વિના એકલો સંહાર હોઈ શકે નહીં. અનેત્રપ કાં' સંહાર હોઈ શકે નહીં, કાં' દ્રવ્યનો ઉચ્છેદ-નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં સત્ ચૈતન્ય ચિદાનંદ પ્રભુ-સત્ શાશ્વત વસ્તુ છે (આત્મા દ્રવ્ય તેનો નાશ-ઉચ્છેદ થઈ જાય.) એકલો સંહાર ગોતવા જાય, તો ઉત્પાદ વિના સંહાર સિદ્ધ નહીં થાય અને એની ઉત્પત્તિ ને સંહાર (માં) ધ્રુવપણું જો ન રહે તો તો ધ્રુવનો નાશ થઈ જાય (માન્યતામાં). આહા... હા ! સમજાણું કાંઈ? બે બોલ થ્યા.
(અહીંયાં કહે છે કે: ) “ વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી.” હવે કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનાર (નો ત્રીજો બોલ છે). એટલે શું કહે છે? માટીનું થવું- રહેવું-ટકવું. એકલું ધ્રુવપણું જ ગોતવા જાય. આહા... હા નીચે છે (ફૂટનોટમાં) કેવળ સ્થિતિ=ઉત્પાદ અને વ્યય વિનાનું એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન. [અન્વય વ્યતિરેકો સહિત જ હોય છે તેથી ધ્રૌવ્ય, ઉત્પાદવ્યય સહિત જ હોય, એકલું હોઈ શકે નહીં. જેમ ઉત્પાદ (અથવા વ્યય ) દ્રવ્યનો અંશ છે-સમગ્ર દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે– (સમગ્ર દ્રવ્ય નથી. )] આહા... હા ! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય ત્રણ થઈને દ્રવ્ય દ્રવ્ય છે. એકલું ધ્રૌવ્ય અંશ છે ઈ તો અંશ છે. જો ધ્રૌવ્ય-સ્થિતિ એકલી ગોતવા જાય તો ઉત્પાદ વ્યયવિના સ્થિતિ હોઈ શકે નહીં શું કીધું? એકલી સ્થિતિ-ટકવું-એકલું તત્ત્વ ટકતું ગોતવા જાય, તો ઉત્પાદવ્યય વિના સ્થિતિ હોઈ શકે નહીં. કેમ કે ઉત્પન્ન ને વ્યય વ્યતિરેક છે, ભિન્ન ભિન્ન (છે. ) ભિન્ન ભિન્ન વ્યતિરેક વિના અભિન્ન એકલું દ્રવ્ય અન્વય સિદ્ધ થઈ શકે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com