________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૪૯ નિમિત્તને લઈને અહીંયાં ઉત્પાદ પર્યાય થાય છે (એમ નથી). આહા.... હા! (શ્રોતા ) બધા કહે છે કે જીત્યા એ શું પાણીમાં ગયું? (ઉત્તર) એ બધું જીત્યા, પાણીમાં ગ્યું. પાણીમાં ગ્યું નથી (નકામું થ્ય નથી) અહંકાર ને દંભમાં (પાપ બાંધ્યું છે.) કહો (પંડિતજી!) આવી વાત છે. આહા.... હા !
અહીંયાં તો બીજું સ્વરૂપ મગજમાં આવ્યું. ઉચિત નિમિત્તે કીધું ને? ઉચિત નિમિત્તનો અર્થ જ એ છે કે એને યોગ્ય નિમિત્ત સામે હોય છે. પણ હોય છતાં તેનાથી કાંઈ થાય – ઉચિત એ જ છે માટે અહીંયાં કાંઈ થાય, એમ નથી. આહા.. હા! ભણાવવામાં ઉચિત નિમિત્ત માસ્તર હોય કે કુંભાર હોય? માસ્તર જ હોય. (એ) ઉચિત નિમિત્ત છે માટે ત્યાં છોકરાને જ્ઞાન થાય છે એમ નથી. આહા.... હા! આવી વાત છે. (શ્રોતા:) એકને ઉદાસીન એકને પ્રેરક નિમિત્ત કહેવાય તો એનો મર્મ હોવો જોઈએ ને...! (ઉત્તર) બિલકુલ નહીં. એ બધું એકનું એક (છે). પરને માટે બે ય ઉદાસીન. પરને માટે બે ય ઉદાસીન (નિમિત્ત છે.) “ધર્માસ્તિકાયવત્ ” “ઇબ્દોપદેશ' ૩૫ મી ગાથા (માં કહ્યું છે.) આહા.. હા! (જુઓ, ) એ ધજા આમ હાલે છે (ફરકે છેએમાં પવન ઉચિત નિમિત્ત છે. પણ એને લઈને ધજા હાલે છે એમ નથી. આહા.. હા.. હા! શેરડીમાંથી રસ નીકળવામાં સંચો ઉચિત નિમિત્ત છે, પણ એ નિમિત્તથી શેરડીનો રસ નીકળે છે એમ વાત જૂઠી છે. એના ઉત્પાદનો વ્યય એને પ્રકાશે છે બસ! આહા..! આવી વાત !! એ. ઈ (પંડિતજી !) આ તો ઉચિત નિમિત્તનો અર્થ કર્યો ! ઉચિત નિમિત્ત હોય છે પણ તેને યોગ્ય - ઉચિતનો અર્થ એને યોગ્ય જ હોય છે. એને યોગ્ય હોવા છતાં પરમાં કાંઈ કરતું નથી. આહા.. હા.. હા! આવી વાત!! સમજાય છે કાંઈ ?
(અહીંયાં કહે છે કે, “અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમજા ન માનવામાં આવે.” છે? (પાઠમાં) ભાષા તો સાદી છે પ્રભુ!! એને સમજવું હોય તો એમ ન ચાલે (કાંઈ ) આ તો (સૂક્ષ્મતત્ત્વને સમજવા ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય છે. ભાષા (સાદી), ટીકા ઘણી સાદી! ઘણી હળવી ભાષાથી (કહે છે.) આહા... હા ! છતાં ત્યાં સાંભળનારને ઉચિત નિમિત્ત (આ) વાણી કહેવાય, પણ છતાં સાંભળનારને પર્યાય જે થાય છે એ ઉત્પાદને, આ નિમિત્તથી કાંઈ જ અસર નથી. આહા.! ઉચિત નિમિત્તથી કાંઈ અસર નથી એનાથી કાંઈ થતું નથી. ઘડા થવામાં ઉચિત નિમિત્ત તો કુંભાર જ હોય ને..વાણિયો હોય? ઘડા બનતી વખતે (વાણિયો) હોય ? ન હોય. (કુંભાર જ હોય) એટલો ફેર પડ્યો ને નિમિત્તનો....! પણ નિમિત્તમાં ફેર પડ્યો પણ પરમાં ફેર ક્યાં પડ્યો! (ન પડ્યો.) (શ્રોતા:) ઉચિત જ છે, દરેક કાર્યમાં ઉચિત જ નિમિત્ત છે (એવું ખરેખર સમજાયું.) આહા... હા.. હા! ગજબ વાત છે બાપા !!
(કહે છે) “પરમ સત્' ને પ્રસિદ્ધ કરવાની કળા ભગવાન, સંતોની !! આહા... હા !! પરમ સત્ય છે અને પ્રસિદ્ધ કરવાની સંતોની ઘણી જ સરળતા છે! આવી સરળતા ને ટીકા !! (અજોડ છે.) જગતના ભાગ્ય.. ભાષાની પર્યાય રહી ગઈ !! આહા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com