________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૩
પ્રવચન : તા. ૧૭-૬-૭૯
“પ્રવચનસાર' ૧૦૦મી ગાથા. છેલ્લે ૧૯૧ પાનું છે. છેલ્લો પેરેગ્રાફ. (અહીંથી લેવાનું છે.) છેલ્લો પેરેગ્રાફ (છે). અહીંયાં આવ્યું છે. શું કહે છે? કે ઉત્પાદ-વ્યય ને ધ્રવ્ય એ વસ્તુનો સ્વભાવ છે. દરેક વસ્તુ-જેટલી (વિશ્વમાં) છે, એ બધાના સ્વભાવમાં દ્રવ્ય રહે છે, અને એ સ્વભાવ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. ઝીણી વાત છે ભઈ ! હવે અહીંયાં એમ કહે છે કે ઉત્પાદની વાત તો થઈ ગઈ. ( જો કોઈ ) એકલો ઉત્પાદ ગોતવા જાય, તો સંહાર ના કારણ વિના ઉત્પાદ નહીં રહી શકે. ઈ વાત થઈ ગઈ છે કાલ. એકલું ઉત્પાદ જોવા જાય દરેક દ્રવ્યમાં (એટલે એકલો ઉત્પાદ તે) વર્તમાન પર્યાય, પણ એને સંહારના ઉત્પાદ (સંહાર-વ્યય વિના) ઉપાદાનના-કારણમાં અભાવરૂપ (વ્યય વિના ) એ ઉત્પાદ હોઈ શકે નહી. હવે અહીંયા (આજા કેવળ સંહાર (ની વાત છે.) આજે આ વિષય લઈએ છીએ.. ઝીણો છે બહુ!
(અહીંયા કહે છે કે:) “વળી કેવળ સંહાર આરંભનાર”. કોઈપણ દ્રવ્યમાં ( જો કોઈ) એકલો સંહાર-વ્યય જો ગોતવા જાય, તો આરંભનાર” સંહારને શોધવા જાય “મૃત્તિકાપિંડનો (-ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર.”) મૃત્તિકાપિંડનો એકલો વ્યય ગોતવા જાય, તો ઉત્પાદ ને ધ્રૌવ્ય વિના ઈ હોઈ શકે નહીં. ઉત્પાદ એનું કારણ છે. ઉત્પાદનું સંહાર કારણ છે, સંહારનું ઉત્પાદ પણ કારણ છે. આવી વાત છે! અ... હા.... હા.! કેવળ દરેક દ્રવ્યમાં, વ્યય નામ પર્યાયનો અભાવ, (અર્થાત્ ) સંહાર, એ જો માનવા જાય એકલું તો મૃત્તિકાપિંડનો ઉત્પાદને ધ્રૌવ્ય રહિત, એકલો વ્યય કરવા જનાર “મૃત્તિકાપિંડનો સંહાર- કારણના અભાવને લીધે.” જોયું? મૃત્તિકાપિંડનો વ્યય નથી' એમ ગોતવા જાય તો સંહાર કારણના અભાવને લીધે, એટલે ઉત્પાદ છે ઈ સંહાર કારણનું કારણ છે. જે પર્યાય ઉત્પન્ન થાય, એ સંહાર-વ્યયનું કારણ છે. સંહારનું કારણ ઉત્પાદ છે ને ઉત્પાદનું કારણ સંહાર છે. હવે વાણિયાઓને આવું! કોઈ દી' સાંભળ્યું ન હોય એવી વાત છે. આહા.... હા! (શ્રોતા ) વાણિયા સિવાય આને સાંભળે છે ય કોણ? (ઉત્તર) બીજું કોણ સાંભળે ! આ તો નવી વાત છે! ઓલું તો દયા પાળો ને આ કરો ને આ કરો. તત્ત્વની દૃષ્ટિની ખબર ન મળે!
(કહે છે) કેવળ એકલો વ્યય ગોતવા જાય, (અર્થાત) માટીના પિંડનો અભાવ, એ એકલો શોધવા (કોઈ) જાય તો,’ મૃત્તિકાપિંડના ઉત્પાદ અને (માટીના) ધ્રૌવ્ય રહિત એકલો “મૃત્તિકાપિંડના સંહારકારણના અભાવને લીધે.” ઈ મૃત્તિકા પિંડનો વ્યય, ઈ ઉત્પાદનના કારણથી તેનો વ્યય છે. વ્યય, ઉત્પાદનું કારણ છે, અને ઉત્પાદ, વ્યયનું કારણ છે. આહા.... હા! (માટીના) પિંડનો વ્યય એ જો ઘડાની ઉત્પત્તિ ન હોય (એટલે કે) ઉત્પત્તિ ન હોય તો સંહાર ન હોય. (વસ્તુસ્થિતિ) આમ છે! ઉત્પત્તિ વિનાનો એકલો સંહાર ગોતવા જાય, તો એ (સંહાર) - વ્યય, ઉત્પાદના કારણના અભાવથી વ્યય જ હાથ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com