________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૪૨
પ્રવચન : તા. ૧૬-૬-૭૯.
‘પ્રવચનસાર ’ ૧૦૦ ગાથા. ઉત્પાદ-વ્યયની વાત આવી ગઈ. ( હવે ) સ્થિતિની - ધ્રૌવ્યની વાત આવે છે. દરેક પદાર્થનો સ્વભાવ ઉત્પાદવ્યયૌવ્ય છે. એ રીતે જે ન માને, તો તત્ત્વથી વિરુદ્ધ દષ્ટિ થાય. એટલે કે દરેક પદાર્થની (પર્યાયની) ઉત્પત્તિ પોતાથી થાય, અને તેનો સંહાર પણ પોતાથી થાય. ૫૨થી નહીં (શ્રોતાઃ) પરની જરૂરત તો હોય ને... (ઉત્ત૨:) જરૂરત જરીએ નહીં, એ આકરું પડે! આહા..! એનો પોતાનો સ્વભાવ છે દ્રવ્યનો. પોતાનો સ્વભાવ ઉત્પાદવ્યયૌવ્ય (છે). એ આવ્યું ને પહેલાં એ આવી ગયું છે. (ગાથા) ૯૯ માં. દરેક દ્રવ્ય સ્વભાવમાં રહે છે. તેથી સત્ છે. દ્રવ્યનો જે ઉત્પાદવ્યધ્રૌવ્ય સહિત તે પદાર્થનો સ્વભાવ છે. આહા.. હા! દરેક પદાર્થ- આત્મા ને ૫૨માણુ આદિ ( ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ ). દરેકનો સ્વભાવ પોતાના પોતાથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય ( સહિત ) છે. એટલે બીજાથી (એ પર્યાય) થાય એ વાત રહે નહીં. ( શ્રોતાઃ ) બીજાની ન થાય, પણ બીજાનું થાય..? (ઉત્ત૨:) બીજાની ન થાય ને બીજાનું ય થાય નહીં. આવી વાત છે!!
(કહે છે) શરીરના પર્યાયો ઉત્પાદવ્યયૌવ્ય (સ્વરૂપ) છે. એ એનાથી ઉત્પાદ થાય, એનાથી વ્યય થાય, ને એનામાં ધ્રૌવ્ય રહે. એનામાં જ ઉત્પાદ, એનામાં જ વ્યય ને એનામાં જ ધ્રૌવ્ય. આહા.. હા! છતાં એના ઉત્પાદવ્યયધ્રૌવ્ય જ દરેક ૫૨માણુનો સ્વભાવ છે, તેથી તેનામાં ક્ષણે ક્ષણે ઉત્પાદ પણ છે જ ક્ષણે વ્યયપણ છે ને તે જ ક્ષણે ધ્રૌવ્ય પણ છે. એથી અહીંયાં (આપણે આ ગાથામાં ) ઉત્પાદ અને વ્યય એ બેની વાત આવી ગઈ (હવે સ્થિતિની વાત ચાલે છે.)
દ
66
66
(અહીંયાં કહે છે કેઃ ) “ વળી ” છે? “ જે કુંભનો સર્ગ” એટલે ઘડાની ઉત્પત્તિ “ અને પિંડનો સંહાર.” પહેલો જે (માટીનો ) પિંડ હતો તેનો વ્યય. “છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે.” તે મૃતિકાની સ્થિતિ ( એટલે ) ટકવું તે આહા...! ઉત્પાદવ્યયની સ્થિતિ છે એમ કહે છે. તેથી તે જ સમયે સ્થિતિ એમ કહે છે. આવી વાત ઝીણી છે! લોજિક છે! મૃત્તિકા-કુંભની જે ઉત્પત્તિ તે જ કુંભનો પૂર્વના પિંડનો વ્યય, તે જ મૃત્તિકા તે જ ક્ષણે ધ્રૌવ્ય છે. તે જ મૃત્તિકાની સ્થિતિ એટલે તે જ ક્ષણે ટકેલું તત્ત્વ છે. કારણ કે” ( કારણોને ન્યાય આપીને) બહુ સિદ્ધાંતો આ તો છે ભાઈ! “ વ્યતિરેકો ” છે? પિંડની પર્યાયમાંથી (ઘડા) ની ઉત્પત્તિ અને પિંડનો વ્યય એ ( ઉત્પાદ-વ્યય ) વ્યતિરેકો કહેવાય. અનેરી અવસ્થા ઊપજે, અનેરી અવસ્થા (નો) વ્યય તે વ્યતિરેક-ભિન્ન ભિન્ન (અવસ્થાઓ ). ( ફૂટનોટમાં જુઓ ! ) વ્યતિરેકભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી' એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું. “દ્વારા જ અન્વય પ્રકાશે છે.” વ્યતિરેકો એટલે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ અન્વયને ઓળંગતા નથી. શું કહ્યું? કેઃ દરેક પદાર્થમાં જે ઉત્પાદ ને વ્યય વ્યતિરેક છે, તે તેની સ્થિતિને ઓળંગતા નથી. શું કહ્યું? કેઃ દરેક પદાર્થમાં જે ઉત્પાદ અને વ્યય વ્યતિરેક છે, તે તેની સ્થિતિને ઓળંગતા નથી. આહા... હા... હા! છે? અન્વય ( એટલે ) કાયમ રહેવું; એકરૂપતાઃ સદશતા (‘આ તે જ છે' એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું ). ઉત્પાદ-વ્યય છે (તે )
k
Please inform us of any errors on rajesh@Atma Dharma.com