________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૩ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લઈને છે. આહા. હા! આ તો સમજાય એવું છે બાપા! ભગવાન આત્માને ન સમજાય (તો) કોને સમજાય? આહા.... હા ! જ્ઞાનની હીણી દશા, અરે! અધિક દશા લ્યો, જ્ઞાનની વિશેષ દશા થઈ એ જ્ઞાનાવરણીય કર્મના અભાવથી થઈ એમ નહીં. આહા....! એ જ્ઞાનની અધિક દશા થઈએ પૂર્વે જે હીણી દશા હતી એ અધિક દશાથી અનેરો ભાવ છે, એ અધિક દશા જ્ઞાનની એમાં પહેલાં હીણી દશા હતી એ ભાવાંતર છે - અનેરો ભાવ છે, એના અભાવસ્વભાવે જ્ઞાનની અધિકતા ભાસે છે. આહા.... હા ! જ્ઞાનની હણીદશામાં અભાવસ્વભાવે જ્ઞાનની અધિક દશા ભાસે છે. જ્ઞાનાવરણીય (કર્મ) ના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અધિક થઈ એમ ભાસે છે એમ નથી. આહા... હા ! પ્રભુ! પ્રભુ ! પ્રભુ! મારગ તો જુઓ! બહુ સરસ વાત છે આ. એ ભાઈ ! બહુ વાત, ઠીક આવી ગ્યા! આવી વાત છે બાપા! શું કહીએ! વર્ણાજી હારે એની ચર્ચા થઈ ' તી. વિરોધ કર્યો બહુ! આવી શ્રદ્ધા અજ્ઞાન છે ને તે સંસારને ડૂબાડી દેશે. અરે પ્રભુ, શાંત થા ભાઈ ! આ વિદ્વત્તાનું ચિહ્ન નથી બાપા! ચોપડીમાં છાપ્યું' તું, ચોપડી છપાઈ ગઈ છે.
(એ ચોપડીમાં લખ્યું છે શું કોણ ત્યાં ગયા? રતનચંદજી) “મહારાજ, કાનજી સ્વામી એમ કહે છે કે જ્ઞાનની હીણી-અધિકતા પોતાની યોગ્યતાથી થાય છે. જ્ઞાનાવરણીયને લઈને નહીં. કેમ મહારાજ! (તમે શું કહો છો?) અરે, ઈ અગિયાર અંગનો ભણનાર કહે તો ય ઈ વાત સાચી નહીં. (શ્રોતા ) આપે સ્વીકારી લીધી ? (ઉત્તર) એ વસ્તુ જ એની પાસે નથી એને ચાલતી નથી બચારાને (ખબર જ નથી) શું થાય ? અરે...રે! એને આત્માનું હિત તો કરવું છે ને...! એને હિત તો કરવું છે ને..! દુઃખી થાય એવું તો (અમને ભાવમાં” ય ન હોય). પણ ખબર ન મળે તત્ત્વની ! આહા..! સંતોષકુમાર! આ એ સંતોષકુમાર છે ને..! તમારું નામ કિધુ વિદિશા આ દમોહ. આહા.... હા ! પ્રભુ!
કહે છે કે આત્મામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ એ “ભાવ” . એનાથી ભાવાંતરપૂર્વની પર્યાય હીણી તે ભાવાંતર. એના અભાવસ્વભાવે (કવળ) જ્ઞાનની પર્યાય ભાસે છે. જ્ઞાનાવરણીય (કર્મ) ના ક્ષયથી ભાસે છે એમ નહીં. છે.? આત્મામાં રાગ થાય, એ રાગની ઉત્પત્તિ (ની પર્યાય છે). એ પૂર્વની પર્યાયના સંહારથી થાય છે. કર્મના ઉદયને લઈને રાગ ઉત્પન્ન થાય છે એમ નથી. (એ) રાગની ઉત્પત્તિ છે એ “ભાવ” છે. અને એનાથી અનેરો ભાવ, પહેલી જે પૂર્વપર્યાય હતી પગટી છે પણ થોડી છે એ અનેરો ભાવ, તેના અભાવસ્વભાવે જ્ઞાનની (રાગરૂપ) વર્તમાન દશા દેખાય છે. આહા. હા! શું આચાર્યોની શૈલી ! ગજબ વાત છે બાપુ!! તીર્થંકરદેવ સાક્ષાત્ બિરાજે છે આહા.... હા! એની દિવ્યધ્વનિ (સાંભળી) જ્યાં ઇન્દ્ર બોલી નીકળે (ઊઠ) (અહો પ્રભુ!) ગલુડિયાની જેમ બેસે સાંભળવા (એ વાણીને) બાપુ, એ મારગ તો અલૌકિક છે. ઈ લૌકિકથી સમજાય એવું નથી આહા.. હા !
(કહે છે કે ) એમ ( આત્મામાં) સંપ્રદાન નામનો ગુણ છે એમાં પર્યાય પ્રગટ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com