________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૪ વીતરાગ (તા) ની પર્યાય થઈ, પ્રગટ થઈને એ પોતે પોતાને આપે છે. આહા.. હા..! સંપ્રદાનની એટલે દાનની (નહીં) પરને દાન આત્મા કરી શકતો નથી. પૈસા દેવાનું, રૂપિયા આપવાનું એવું તો આત્મા કરી શકતો નથી. અરે..! મુનિને આહારદાન આપે, એ પણ કાર્ય આત્માનું નહીં. આહ... હા ! એ આહારના પરમાણુની પર્યાય જે રોટલીરૂપ છે. એ આમ-આમ જાય છે. એ પર્યાયના ભાવથી પૂર્વે જે ભાવ હતો – આમ – આમ નહોતું તે ભાવાંતરના અભાવસ્વભાવે એ પર્યાય (આહારની) થાય છે. દેનારના ભાવથી તે ભાવ થાય છે ( એમ છે નહીં)... આહા..! દેનારના ભાવથી ત્યાં રોટલી અપાય છે કે મોસંબીનો રસ અપાય છે. (એમ નથી.) આહા. હા! આવી વાત ! કો” ભાઈ ! કોઈએ કોઈ ' દી ક્યાં ય સાંભળ્યું નહોતું (આવું તત્ત્વસ્વરૂપ). શું શૈલી !! આહા.. હા!
કોઈ કહે કે આને દૂધ ખપતું નથી. તો એનો અર્થ શો? દૂધ ખપે છે એવો જે પર્યાય હતો એ પર્યાયનો વ્યય થઈ, સંહાર થયો. અને દૂધ ખપતું નથી એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો. એ પર્યાયની વિરૂદ્ધ (નો ભાવ) – એનાથી અનેરો ભાવ- ખપતું હતું. એવો ભાવ એના અભાવથી ઉત્પન્ન ભાવ (ખપતું નથી એ ભાવ) થયો. આહા.... હા! આવું સ્વરૂપ છે! આ તો બધો ઊડાવી દે છે વ્યવહાર (શ્રોતા ) વ્યવહાર તો હોય ને પણ... (ઉત્તર) આ જ વ્યવહાર છે. પર્યાયને ઉત્પાદ... વ્યવસિદ્ધ કરીએ એ વ્યવહાર છે. એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય એ નિશ્ચય છે. આહા... હા! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છે કે, “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાંપિંડનો સંહાર છે.” ઘડાની ઉત્પત્તિ તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે તે જ રીતે જ સમયે માટીના પિંડનો સંહાર છે. “કારણ કે ભાવનું” એટલે ઘડાની ઉત્પત્તિ થઈ એ ભાવનું “ભાવાંતરના” એટલે અનેરા ભાવનું એટલે કે પિંડ જે અનેરો ભાવ હતો તેના “અભાવસ્વભાવે અવભાસન છે” આહા. હા! એક ન્યાય સમજે તો (બધું સમજાય જાય). (આ તો) પરનું કરું, પરનું કરવું, પરનું કરું. (એ અભિપ્રાય અજ્ઞાન-મિથ્યાત્વ છે). આહા... હા! “મોક્ષમાર્ગપ્રકાશક” માં આવે છે ભગવાને ઉપકાર કર્યો. આઠમાં (અધ્યાયમાં). એટલે એ તો સમજાય છે કે વાણી નીકળી. (શ્રોતા ) તો ભગવાને ઉપકાર કર્યો કેમ કહેવાય ? (ઉત્તર) કોણ કરે ? અને તે તે ભાવે વાણી નીકળે તેમ કહ્યું. એ પણ વ્યવહારથી છે, બાકી તો તે સમયે ભાષાવર્ગણાની પર્યાય ઉત્પન્ન થઈ, એનાથી અનેરો ભાવ, એનો વ્યય થઈને અભાવ ચ્યો, ત્યારે તે ભાષા નીકળી છે. ભગવાનની થઈ નથી. કે જગતના ભાગ્યને ઉદયને લઈને થઈ નથી. તાતે મવિ ભાવિ નન નથી આવતું.... સમજાવવું હોય ત્યારે એમ જ સમજાવે આહા.. હા!
આ આત્મા, સમકિતની પર્યાયનો ઉત્પાદ, એ પૂર્વની મિથ્યાત્વ પર્યાય હતી, એ ભાવાંતર ભાવ છે. એના અભાવસ્વભાવે સમકિતની પર્યાય પ્રકાશે છે. દર્શનમોહના અભાવ સ્વભાવે સમકિતની પર્યાય પ્રકાશે છે. એમ નથી. ઓલું આવે છે ને કંઈક નહીં, ફૂલચંદજીએ ખુલાસો કર્યો છે. યાદ રહે નહીં. (શ્રોતા.) જૈનતત્ત્વમીમાંસા (ઉત્તર) પહેલાંનું કંઈક છે. પણ યાદ ક્યાં રહે છે? ભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com