________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૬ સંહાર – અભાવને કારણે (એટલે કે) એના અભાવથી ભાવ ઉત્પન્ન થયો. પૂર્વની પર્યાયના અભાવના કારણે ભાવનું અવભાસન ગ્યું. (પ્રકાશવું થ્થુ) આહા..! હવે આવું ક્યાં યાદ રહે? જુઓ, આ છોકરાંવ છે ને..! ઈ કયે સવારનું સહેલું પડે ને આ બપોરનું જરી ઝીણું પડે (છે)! ભાષા તો સાદી છે બાપા! આ તો આ. આ તો દષ્ટાંત આપ્યો ઘડાનો. સિદ્ધાંત તો સિદ્ધાંત છે તે છે. પણ લોકોને એકદમ ખ્યાલમાં આવે (તેથી દષ્ટાંત ઘડાનો આપ્યો છે). ત્યારે એ ( લોકો) કહે કે કુંભાર વિના ઘડો થાય નહીં. (વળી કહે) કુંભારમાં ઘડાના કર્તાપણાનો ભાવ છે ત્યાં સુધી કહે છે. ઘડાના કર્તાપણાનો જે ભાવ (ઘડામાં) છે એવો કર્તાપણાનો ભાવ કુંભારમાં પણ છે. અહા.. હા! નિમિત્ત કર્તા કહ્યું છે ને...! એમ નથી ભાઈ ! આહા..!
(કહે છે કેઃ) દૂધમાંથી દહીં થાય છે. એ છાશનું (મેળવણ ) નાખ્યું એના કારણે નહીં, એમ કહે છે. એ દહીંની જે પર્યાયનો ઉત્પાદ (થયો), તે પૂર્વની (દૂધની) પર્યાયનો સંહાર (અર્થાત) અભાવ (થયો). દહીંની પર્યાયનો “ભાવ” એનાથી ભાવાંતર પૂર્વની પર્યાય જે (દૂધની) છે તે (ભાવાંતર છે) એનો અભાવ થઈને દહીંની પર્યાય થાય છે. આહા.. હા ! હવે આ તે (વસ્તુસ્થિતિ). એ ભાઈ ! આવું
અહીંયાં તો કહે છે કે પ્રભુ તું જ્ઞાતા છે ને..! એ જ્ઞાતાની જે પર્યાયનો ઉત્પાદ (ગ્યો) એ પરને જાણે છે માટે જ્ઞાતા (શ્લો) એમ નથી. આહા.. હા! પણ જ્ઞાતાની પર્યાય જે છે એનો જે ઉત્પાદ (થ્થો) એની પહેલાની પર્યાયનો સંહાર નામ અભાવ થઈને (જ્ઞાતાની) પર્યાય થઈ છે. આહા.... હા ! (આમ કહીને પ્રભુ ) શું કહેવું છે? (“સમયસાર') ૩૨૦ ગાથામાં આવ્યું ને..! કે આત્મા, ઉદય અને બંધને જાણે, નિર્જરા ને મોક્ષને જાણે. આહા.. હા ! શું શૈલી !! પ્રભુની !! નિર્જરા ને મોક્ષને કરે નહીં પણ જાણે. એ જાણવાની પર્યાય પણ – નિર્જરા ને મોક્ષની પર્યાય છે માટે તેને જાણવાની પર્યાય છે, એમ નથી. સમજાણું કાંઈ ? અ. હા.... હા.. હા ! મોક્ષની પર્યાય અને મોક્ષના માર્ગની પર્યાય તો દ્રવ્ય કરે નહીં. આહા. હા! એને જાણે! એને કાળ! કે મોક્ષ છે, નિર્જરા છે એમ. ઈ જાણવાની પર્યાય પણ - એ નિર્જરા ને મોક્ષને જાણે છે –એનાથી જાણવાની પર્યાય થઈ એમ નથી. એ જાણવાની પર્યાય પહેલાં જે જાણવાની પર્યાય હતી, એનો સંહાર નામ એ જાણવાની પર્યાયથી ભાવાંતર સંહાર, એના અભાવસ્વભાવે એ (જાણવાની) પર્યાય ભાસે છે. એ મોક્ષ ને નિર્જરાને જાણે છે માટે પર્યાયને મોક્ષ ને નિર્જરાનું કારણ છે, માટે જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. આ તો આવું – આવું આવી જાય છે! આહા. હા! (લોકોને) કાને તો પડે આહા...! પરમ સત્ પ્રભુ! જ્ઞાતા- દ્રષ્ટાની પર્યાય, એ પણ જેને જાણે છે માટે એનાથી થઈ છે એમ નથી. છે એની પર્યાય પણ, પૂર્વની પર્યાયમાં, ઉત્પન્ન પર્યાય થઈ એનાથી અનેરો ભાવ તે પૂર્વની પર્યાય, તેનો સંહાર નામ અભાવ-ભાવાંતરમાં અભાવસ્વભાવે તે પર્યાય ભાસે છે. આહા. હા! (આત્મા) નવરો નગાર છે. પરથી બિલકુલ નવરો છે!! મફતના અભિમાન કરીને (રખડે – ભટકે છે). (શ્રોતાઓ) પરથી નવરો પણ પોતા કામથી ભરપૂર છે ને....!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com