________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૯ ઉત્પાદ થાય છે એમ નથી. એ ઉત્પાદ એના ભાવાંતર (એટલે ) વ્યય, એના અભાવથી તે દેખાય છે. વ્યયના અભાવથી તે ઉત્પાદ દેખાય છે. નિમિત્ત આવ્યું માટે ઉત્પાદ દેખાય છે. (એમ નથી ). આહા... હા! આવી વાત ! ( શ્રોતાઃ) આવી ચોખવટ આજે (કરીને )...! (ઉત્તરઃ ) સામે આવ્યું છે ને! માટે મંદિરો બનાવ્યા ને માનસ્તંભ બનાવ્યા ને... સ્વાધ્યાય મંદિર બનાવ્યા ને.... સમોસરણ બનાવ્યા ને... ( શ્રોતા: ) એ તો રોજ ગવરાવો છો...! (ઉત્ત૨: ) આહાહાહાહા.....! વ્યવહાર છે ને...! વ્યવહાર ( ની ) ભાષા બાપુ! વ્યવહાર કહે છે તેમ નથી. ઈ આવે છે ને...! “મોક્ષમાર્ગપ્રકાશક’ માં વ્યવહાર કહે છે તેમ નથી. ( એ તો ) નિમિત્ત તું એનું જ્ઞાન કરાવ્યું છે એમાં. ‘મોક્ષમાર્ગપ્રકાશક' માં આવે છે. (‘ જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “ સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવયહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “ એમ નથી પણ નિમિત્તાદિનની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. ) આવો ઉપદેશ કઈ જાતનો છે! ભાઈ! કલકત્તામાં ય સાંભળ્યું' તું? અમારે ઝાંઝરી આવ્યા' તા ને.. વિમલચંદજી ત્યાં એવી ઝીણી વાત છે આ! આહા...હા ! ભાઈ, એક વાર આગ્રહ છોડીને વસ્તુની જે રીતે સ્થિતિ મર્યાદા છે તે રીતે તું જ્ઞાન તો કર, પ્રભુ ! આહા...હા !
(કહે છે) અક્ષરની ઉત્પત્તિ થાય છે. શાસ્ત્ર લખવામાં. તે ઉત્પત્તિનો પર્યાય એમ જણાવે છે કે પૂર્વની પર્યાય જે વ્યય થઈ એ ભાવના- ભાવાન્તરના, અભાવસ્વભાવે એ પર્યાય દેખાય છે. લખનારને લઈને ( અક્ષરની ) ભાષા દેખાય છે, લખાણ દેખાય છે, અક્ષર દેખાય છે, એમ નથી. આહા.. હા ! (નિમિત્તના પક્ષવાળા) ઈ વળી પાછા એમ કહે છે કે ‘ભગવાનનો માર્ગ અનેકાન્ત છે’ આ ઠેકાણે ( ભલે ) આમ કહ્યું પણ બીજે ઠેકાણે (બીજું) કહ્યું છે. અરે ભાઈ... બીજે ઠેકાણે ( આવે ( કે) વ્યવહાર સાધન છે નિશ્ચયસાધ્ય છે. એવું આવે છે જયસેનઆચાર્યની ટીકામાં – એ તો નિમિત્ત (અહીંયાં છે) વસ્તુના સ્વભાવનું ભાન છ્યું ત્યારે પહેલું કોણ હતું ત્યાં. એનું જ્ઞાન કરાવ્યું છે. એનાથી થયું છે ને એનાથી થાય છે, એમ છે નહીં.
અહીંયાં તો મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર ( પર્યાય ) એની ઉત્પત્તિ, પૂર્વના મિથ્યાત્વભાવ, કષાયભાવના અભાવસ્વભાવે (તે પર્યાય) પ્રકાશે છે. મોક્ષનો માર્ગ જે પ્રગટયો તે ઉત્પન્ન (ઉત્પાદ) છે. તે પૂર્વના સંહારના ભાવના- ભાવાન્તર (ભાવના ) અભાવસ્વભાવે એ ભાવ પ્રકાશે છે, એનાથી દેખાય છે. પણ બીજી રીતે (નિમિત્તથી) દેખ તો એમ છે નહીં, એમ કહે છે. આહા... હા ! ત્રણલોકના નાથ, એ દિવ્યધ્વનિ કરતા હશે!! આહા...! એની વાણીમાં કયા ભાવ આવતા હશે !! ગણધરો ને ઇન્દ્રો પણ એક વાર ચમકે! ચમકે કે ઓહો... હો..! કે શું કહે છે... આ! (ભાવ આવે કે) બાપુ! આ તો ચમત્કાર છે!! દરેક દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ પરથી નહીં. અને એના ભાવથી ભાવાંતર અનેરા ભાવના અભાવસ્વભાવે પ્રકાશે છે. નિમિત્તના ભાવે પ્રકાશે છે- ઉચિત નિમિત્ત (છે) એમ તો આવ્યું' તું (ગાથા ૯૫ ની ટીકામાં) હો ઉચિત નિમિત્ત, પણ એનાથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com