________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૮ એવા ભાવાંતરના અભાવ સ્વભાવથી (તે તે પર્યાયો) પ્રકાશે છે. અરે.... રે! કર્તાપણું ક્યાં રહ્યું બાપા! આહા..! ( એ કર્તા) ગજરથનો નહીંને ઈ હાથીનો નહીં. આહા.... હા ! હાથી ઊપર બેસવા બોલી ઊઠે કે જાણે એકબીજાને જાણે કંઈ (બોલી બોલે એમાં) પંદરસો કે બીજો કહે બે હજાર ઓલો કહે પાંચ હજાર. ઈ હોય છે કે ઈ શુભભાવ છે. એ કંઈ એનાથી – તને શુભભાવ ચ્યો માટે એનાથી થાય છે
ત્યાં (એમ માનવું રહેવા દે ભાઈ !) કો” ભાઈ ! આ તમારા બાપે ય સાંભળ્યું નો” હોય આવું (શ્રોતા ) હતું ક્યાં પહેલાં આવું ત્યાં (ઉત્તર) એ દિગંબર છે ને...! દિગંબર છે. તમે તો પ્રથમથી જ દિગંબર હતા અમે તો ભઈ ઢુંઢિયા હતા. આહા... હા! (શ્રોતા ) ઢુંઢિયાએ શોધી કાઢયું ને....! (ઉત્તર) આહા.... હા.... હા.ગજબ વાત છે!! અમૃત રેડયાં છે સના “સતિયાં સત્ મત છોડીએ, સત્ છોડયે પત જાય” આહા... હા.. હા! (શ્રોતા:) ઈ તો માગણે ય બોલે છે...! માગણવાળા આ બોલે છે (ઉત્તર) હું! ઈ આ માગણ છે, માગણ છે આત્મા. “સતિયાં સત્ મત છોડીએ. જે સમય જે પર્યાય સની થાય. તે પૂર્વના અભાવ સ્વભાવે પ્રકાશે છે બીજાને લઈને નહીં. (એ) સને છોડીશ નહીં. (એમ કહે છે) એ તો માગવા આવતા' ને...! (એ બોલતા ) “સતિયા સત્ મત છોડીએ, સત્ છોડીએ પત જાય. એ સની મારી લક્ષ્મી, ફિર મિલેંગી આય.” એ સાંભળ્યું છે કે નહીં? દુકાને, અમારી દુકાને ઘણાં આવતાં ને! દરરોજ આવે. દરરોજ એક માંગણ આવે જ છે. એવું સ્થાન છે ત્યાંથી પછી એને ટિકિટ આપે. ઈ પછી માંગે પૈસો, પૈસો. તે દી” પૈસો – પૈસો હતો હવે વધી ગયું! આહા.. હા ! એને એમ કહ્યું!
(અહીંયાં) કહે છે કેઃ ) સત” પ્રભુ! એનો ઉત્પાદ છે ઈ સત્ છે. ઉત્પાલવ્યયઘવ્યયુવતમ્ સત્ છે. તો દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય છે તે સત છે. “એ સને તું આડી – અવળી ન કરીશ. એ બીજાથી થાય એમ ન માનીશ, નહીં તો અસત્ થઈ જશે.' તારી માન્યતામાં હોં! ત્યાં તો એમ છે (તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં) ત્યાં તો ઈ પર્યાય જે થઈ છે – પૂર્વનો ભાવાંતર – અનેરો ભાવ જે (સંહાર), એના અભાવસ્વભાવે ઈ (પ્રકાશે છે) અને એ જ પર્યાય છે ઈ આવી છે બીજે સમયે એમ નથી. (એટલે ભાવાંતરવાળી પર્યાય બીજે સમયે આવી છે ) આમાંથી એવું કાઢે છે કેટલા” ક. (અને કહે છે) એ જે પર્યાય હતી તે જ ભાવાંતર થઈને પાછી આવી છે. ઈ મોટી ચર્ચા થઈ ' તી. ઘણી ચર્ચાઓ થઈ. માણસો (અમારી પાસે તો) આવે ને...! ભણેલા ને વાંચેલા. અરે! બાપુ, એમ નથી ભાઈ !
(અહીંયાં કહે છે કેઃ) ભાવાન્તરના અભાવસ્વભાવે” જણાય છે એટલે “છે'. એ રીતે જ દેખાય છે. (“અવભાસન છે”) તું બીજી રીતે દેખ તો તારી તે ભ્રમણા છે. એમ કહે છે. શું કીધું ઈ ? ઘટની ઉત્પત્તિની પર્યાય ને દરેક દ્રવ્યની ઉત્પત્તિની પર્યાય, તેની અનેરી પર્યાય એટલે વ્યય જે છે – અનેરો ભાવ, એના અભાવે તે દેખાય છે. બીજો માણસ ત્યાં આવ્યો નિમિત્ત થઈને એથી તે (પર્યાયો) ત્યાં દેખાય છે ઈ એમ નથી. છતાં નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને આંહી (ઉપાદાનમાં)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com