________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૬ ઊતરી જાય એવી (વાત) છે. આહાહાહ! ત્રણલોકના નાથ, સર્વજ્ઞ પરમેશ્વર દિવ્યધ્વનિમાં ઈ કહે છે.
આહા.... હા..! (શું કહે છે કે:) પર જીવની દયાનો ભાવ તું કર. કહે છે કે એ પાપભાવનો ઉત્પાદ- પૂર્વનો રાગ ન હતો એનો અભાવ, તે અભાવથી ઈ દયાનો ભાવ પ્રકાશે છે, પણ પરને લઈને ઈ દયાનો ભાવ પ્રકાશે છે (ક) તારા દયાના ભાવને લઈને સામા જીવની જીવતરની પર્યાય ઉત્પાદ થઈ પ્રકાશે છે એમ નથી. આમાં જે એનું (જીવનું) જીવનનું ટકવું છે એ એનો ઉત્પાદ છે. એ ઉત્પાદ તેના ભાવાંતરથી - અનેરો ભાવ છે એના અભાવસ્વભાવે પ્રકાશે છે, પણ એનું જીવતર, બીજો દયા પાળનારો છે માટે (એનું) જીવતર છે (એની) એ અવસ્થા ટકી રહી છે એટલે જીવવું છે એમ નથી. એમ દેખાતું નથી એમ કહે છે. આહા.... હા.! ભાઈ આવી વસ્તુ છે. એક વાર જીવ તો મારી નાખ. મિથ્યાત્વને એમ કહે છે. આહા.. હા ! (કર્તાપણાની) ભ્રમણાને માર. અભ્રમની ઉત્પત્તિ – દશા ને ભ્રમણાનો અભાવ, એનાથી અભ્રમ (ની) દશા ઉત્પન્ન દેખાય છે. શું કીધું? અભ્રાંતિનો ભાવ એટલે સમકિત (ભાવ). એ ભાવ (છે) એમાં પૂર્વની (અવસ્થા-ભ્રાંત દશા) વ્યય છે ઈ ભાવાંતર છે. આ (સમકિત) ઉત્પાદથી (બ્રાંતદશા વ્યય) –ભાવાંતર - અનેરો ભાવ છે, તેના ભાવના અભાવથી એ ઉત્પાદ પ્રકાશે છે. આહા... હા! પણ જોડે જીવ છે માટે આ ભાષા થઈ એમ પ્રકાશનું નથી. આહા... હા!
(વળી કહે છે કેઃ) રોટલી થાય છે. એ રોટલીની જે પર્યાય આટામાંથી (લોટમાંથી થઈ એનો ઉત્પાદ ભાવાંતરવાળી – એટલે અનેરાભાવસ્વરૂપ છે એ અનેરો ભાવ, સ્વભાવનાં અભાવ સ્વરૂપે રોટલીની પર્યાય દેખાય છે. આહા.... હા ! વેલણથી કે સ્ત્રીથી એ રોટલીની પર્યાય (થઈ ) એમ દેખાતી નથી, એમ કહે છે. આહા..! હવે એને ક્યાં જાવું? આહા... હા! અમૃત રેડ્યાં છે અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત (હજાર વર્ષ પહેલાં થયાં). આટલું સ્પષ્ટ ન કહેવાય તો લોકોને ઝટ સમજાય નહીં. પાઠમાં તો આટલું જ છે “ખરેખર સર્ગ સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ વિના હોતો નથી; સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.” આહા. હા! પણ એમાં દષ્ટાંત દઈને સિદ્ધ કર્યું છે. તને એમ લાગે કે કુંભ-ઘટની ઉત્પત્તિ કુંભારથી થઈ, એમ વાત ત્રણકાળમાં છે નહીં. એ ઘટની ઉત્પત્તિ પિંડના પર્યાયમાં – ઉત્પત્તિથી એ અનેરો ભાવ છે (પિંડપર્યાય) એના અભાવથી એ ઉત્પત્તિ પ્રકાશે છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? આવો દાખલો આપશે. જેટલા દાખલા આપે તે બધાય (સિદ્ધાંત સમજાવવા માટેના છે).
(કહે છે) આ મંદિર બનાવવું - ગજરથ કાઢવા, એ વખતની જે પર્યાય પ્રતિમાની અને મંદિરની ઉત્પત્તિરૂપે જે દેખાય છે, એ એની પૂર્વની પર્યાય જે ભાવાંતર છે – વ્યય – એના અભાવ સ્વભાવે તે ઉત્પાદ પ્રકાશે છે, પણ કોઈએ કરી માટે પ્રકાશે છે (એમ છે નહીં) આહા. હા! આવી વાત છે. ક્યાં, જૈન પરમેશ્વર સિવાય ક્યાંય આ વાત નથી. આહા. હા!
અહિંયા તો કહે છે કે ભગવાનની ભક્તિનો ભાવ, એ ઉત્પાદ ધ્યો, એ પૂર્વના પર્યાયનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com