________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૪ (સમ્યગ્દર્શન) પ્રકાશે છે. આહા.... હા ! ગજબ વાત છે!!
(કહે છે કે:) ભાવનું એટલે કે ઉત્પાદનું દરેક (દ્રવ્યમાં), દરેક દ્રવ્યની જે સમયે જે અવસ્થા જે કાળે ઉત્પાદરૂપે ભાવ છે. એ ભાવથી ભાવાંતર (એટલે) અનેરો ભાવ, જે સંહાર (વ્યય) ના ભાવનો ત્યાં (ઉત્પાદમાં) અભાવસ્વભાવ છે. એના (બયયના) અભાવરૂપે ઉત્પાદ પ્રકાશે છે. આહા... હા ! સમજાણું કાંઈ? ધીમે – ધીમે પકડે તો પકડાય એવું છે બાપુ! ( રુચિ કર.) આહા..! ભાવનું એટલે ઉત્પાદ, સમ્યગ્દર્શનનો કહો, મિથ્યાદર્શનનો કહો, ચારિત્રની પર્યાયનો કહો, એ ચારિત્રની પર્યાયનો જે સમય ઉત્પાદ થવાનો છે તેનો અવસર છે. તે ઉત્પાદ, ભાવાંતર (એટલે) ચારિત્રની પર્યાયથી અનેરો ભાવ-અસ્થિરતાનો ભાવ પૂર્વે હુતો ઈ – એનો (અર્થાત) એ ભાવાંતરનો અભાવ, એ (ઉત્પાદ) ચારિત્ર છે ભાવ, એનાથી એ (ભાવાંતર) અભાવસ્વભાવ છે. આહા... હા! ટીકા આવી બનાવી છે! દિગંબર સંતોએ જગતમાં! અહીં તો જરી જ્યાં બીજાનું કરીએ, બીજાનું કરીએ (એમ કહીએ તો) સોનગઢવાળા ના પાડે છે (કહે છે કે બીજાનું તું કરી શકતો જ નથી) સોનગઢાળા ના પાડે છે એમ નહીં પણ ભગવાન ના પાડે છે. પણ બાપુ, આ શું કહે છે? સોનગઢનાં પુસ્તક છે? ( આ તો દિગંબર આચાર્યનું બનાવેલું છે).
(જુઓ,) ભાષા જે થાય છે. એ ભાષાની પર્યાયમાં ઉત્પાદ-ભાવ, એનાથી ભાવાંતર (એટલે) અનેરો ભાવ, કારણ કે ભાષાની પર્યાય (જયારે) નહોતી તો વચનવણાની પર્યાય પહેલી હતી. તે ભાવાંતરમાં ભાવનો અભાવ હતો) એના અભાવથી ભાષાની પર્યાયનો ઉત્પાદ થાય છે. ભાવાંતરના અભાવથી ભાવનું – ઉત્પાદનું અવભાસ થાય છે. છે? અર્થમાં ( ફૂટનોટમાં) પાંચમું નાંખ્યું છે. ભાવાંતર = અન્ય ભાવના અન્ય ભાવમાં અભાવ. જોયું? જુઓ કૌંસમાં ભાવ અન્ય ભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે – દેખાય છે. આહા.... હા !
(કહે છે કે ઉત્પાદ જે છે તે અનેરા ભાવના અભાવથી જણાય છે. આહા. હા! “છે” એમ જયારે જણાય છે – જે ઉત્પાદ-ભાવ છે. એનાથી અનેરો જે ભાવ - ભાવાંતર એવો જે સંહારભાવ (છે) તેનો ઉત્પાદમાં અભાવ છે. વ્યય છે ને એ (ભાવાંતર છે ને એ) આહા. હા! આવી ભાષા! ભાષા તો સાદી છે. ભાષા એવી કંઈ સંસ્કૃત કે વ્યાકરણ એવું કાંઈ છે નહીં. આહા. હા!
(ભાવાંતર વિષે) એક જણ વળી એમ કહેતો” તો – દક્ષિણી (હશે). “જે પર્યાય છે એ જ પર્યાય ભાવાંતર તરીકે ફરીને આવે છે” એક આવ્યો” તો ને..! વળી તારંગાવાળો (એવો જ અર્થ કરતો” તો) પણ એમ નથી. આવા શબ્દોમાંથી એવું કાઢે. વળી એક આવ્યો તો વાંચનકાર મોટો! એ એમ કહે કે કોઈ પણ પર્યાયનો ભાવ થાય, તે બીજાના ભાવમાં અભાવસ્વરૂપે – એ જે ભાવ થયો છે તેનો અભાવ થઈને તે જ ભાવ થાય (તે ભાવાંતર). જે પર્યાય છે, તે જ ભાવ છે, એનાથી અનેરો પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com